‘ઢાઈ દિન કા ઝોંપડા’ શું છે ? સંસ્કૃત કોલેજ, જૈન મંદિર કે મસ્જિદ ! જાણો શું છે અસલી કહાની
રાજસ્થાનમાં અજમેરમાં આવેલ ઐતિહાસિક ઈમારત ઢાઈ દિન કા ઝોંપડાને લઈને વિવાદ શરૂ થયો છે. હિન્દુ પક્ષનો દાવો છે કે, અહીં સંસ્કૃત કોલેજ હતી જેને નષ્ટ કરીને ઢાઈ દિન કા ઝોંપડા મસ્જિદ બનાવવામાં આવી છે, તેમના દ્વારા હવે ASI સર્વેની માંગ કરવામાં આવી છે.

રાજસ્થાનમાં અજમેર શરીફની દરગાહનો મામલો હજુ શાંત પણ પડ્યો નથી. ત્યાં વધુ એક જગ્યાનો સર્વે કરવાની માંગ ઉઠી છે. આ જગ્યા અજમેર શરીફની દરગાહથી માત્ર થોડાક સમયના અંતરે જ આવેલી છે. આ જગ્યા ઢાઈ દિન કા ઝોંપડાના નામે ઓળખાય છે. તાજેતરમાં અજમેર શરીફની દરગાહના સર્વેને લઈને સ્થાનિક અદાલતમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ હવે 12મી સદીની ઢાઈ દિન કા ઝોંપડા ઈમારતનો સર્વે કરાવવા માંગ ઉઠી છે. હિન્દુ પક્ષનો શું છે દાવો ? ઢાઈ દિન કા ઝોંપડાને લઈને અજમેરના ડેપ્યુટી મેયર નીરવ જૈનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઢાઈ દિન કા ઝોંપડા સંસ્કૃત કોલેજ કે મંદિર હોવાના પુરાવા મળ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, જે રીતે નાલંદા અને તક્ષશિલાને નષ્ટ કરવામાં આવી હતી, એ જ રીતે આક્રમણકારો દ્વારા આ ઈમારતને નષ્ટ કરવામાં આવી હતી. ઢાઈ...
