લોકસભામાં વક્ફ સુધારા બિલ રજૂ, NDA સરકારે મુસ્લિમોને આપ્યા 5 વચન

|

Apr 02, 2025 | 2:25 PM

વકફ સુધારા બિલ 2025 લોકસભામાં, આજે રજૂ કરવામાં આવ્યું છે. બિલ રજૂ કરતી વખતે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ મુસ્લિમોને પાંચ ખાતરી આપી હતી, જેમાં મસ્જિદો સામે કાર્યવાહી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં દખલ નહીં કરવાનું પણ વચન તેમા સામેલ છે. વિપક્ષે બિલ પર ચર્ચા કરવા માટે વધુ સમયની માંગણી કરીને હોબાળો મચાવ્યો હતો. સરકારે દાવો કર્યો હતો કે આ બિલ ફક્ત વકફ મિલકતો સાથે સંબંધિત છે અને તેને ધાર્મિક સ્થળો સાથે કોઈ પણ પ્રકારે લેવાદેવા નથી.

લોકસભામાં વક્ફ સુધારા બિલ રજૂ, NDA સરકારે મુસ્લિમોને આપ્યા 5 વચન

Follow us on

આજે બુધવારે બપોરે લોકસભામાં વકફ સુધારા બિલ 2025 રજૂ કરવામાં આવ્યું. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પ્રશ્નકાળ પછી, બપોરે લોકસભામાં ચર્ચા માટે તેને રજૂ કર્યું. આ બિલ પર ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સંસદમાં બિલ રજૂ કરતી વખતે વિપક્ષ તરફથી ઘણો હોબાળો થયો. વિપક્ષે ચર્ચાનો સમય વધારીને 8ને બદલે 12 કલાક કરવાની પણ માંગ કરી છે. બિલ રજૂ કરતી વખતે સરકારે મુસ્લિમોને 5 ખાતરીઓ આપી છે.

કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, આ બિલ અંગે 97,27,772 અરજીઓ મળી હતી, આજ સુધી આટલી મોટી સંખ્યામાં અરજીઓ ક્યારેય કોઈ બિલ અંગે મળી નથી. 284 પ્રતિનિધિમંડળોએ વિવિધ સમિતિઓ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. જે લોકો આ બિલનો સકારાત્મક વલણ સાથે વિરોધ કરે છે તેઓ પણ તેનું સમર્થન કરશે.

સરકારે મુસ્લિમોને આપી 5 ખાતરી

  1. સંસદમાં બિલ રજૂ કરતી વખતે, કિરેન રિજિજુએ મુસ્લિમોને ખાતરી આપી હતી કે આ બિલમાં કોઈપણ મસ્જિદ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની જોગવાઈ નથી. આ ફક્ત મિલકતનો મામલો છે; આ બિલનો ધાર્મિક સંસ્થાઓ સાથે કોઈ સંબંધ નથી.
  2. સરકારે કહ્યું કે, વકફ સુધારા બિલમાં કોઈપણ ધાર્મિક સ્થળ કે મસ્જિદના સંચાલનમાં કોઈપણ પ્રકારની દખલગીરી માટે કોઈ જોગવાઈ નથી. આમાં કોઈ ફેરફાર કે હસ્તક્ષેપ થશે નહીં.
  3. ટ્રમ્પની ટેરિફ નીતિએ શેર બજારમાં ફેલાવ્યો ભય, અદાણીના શેર થયા ધડામ
    સોનાના ભાવમાં જલદી 10,000 રુપિયા સુધીનો નોંધાઈ શકે છે ઘટાડો !
    AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
    Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
    કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
    શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
  4. વકફ સુધારા બિલમાં કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિમાં દખલગીરીની કોઈ જોગવાઈ નથી. અમે કોઈપણ મસ્જિદના કામકાજમાં દખલ કરવાના નથી. વક્ફ બોર્ડ કાયદાના દાયરામાં રહેશે, તેમાં કાયદાની વિરુદ્ધ કંઈ કરવામાં આવશે નહીં.
  5. રિજિજુએ કહ્યું કે કલેક્ટર રેન્કથી ઉપરનો કોઈપણ અધિકારી સરકારી જમીન અને કોઈપણ વિવાદિત જમીન સંબંધિત વિવાદની તપાસ કરશે. જ્યારે આપણે વકફ મિલકત બનાવીએ છીએ, ત્યારે આપણે કોઈ આદિવાસી વિસ્તારમાં જઈને તે કરી શકતા નથી. આ પરિવર્તન મહત્વપૂર્ણ છે. કોઈપણ મસ્જિદ સામે કોઈ કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ નથી. સરકારે કહ્યું કે આ બિલમાં મસ્જિદના સંચાલનમાં દખલગીરીની કોઈ જોગવાઈ નથી.
  6. સરકારે વચન આપ્યું હતું કે કાઉન્સિલના કેન્દ્રમાં કુલ 22 સભ્યોમાંથી 4 થી વધુ સભ્યો બિન-મુસ્લિમ હોઈ શકશે નહીં. ભૂતપૂર્વ અધિકારીઓ સહિત 3 સંસદ સભ્યો ચૂંટાશે. સંસદના સભ્યો કોઈપણ ધર્મના હોઈ શકે છે.

દેશમાં બનતી નાની મોટી પરંતુ મહત્વની ઘટનાને લગતા વિવિધ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Next Article