Ajit Doval: ભારતના ‘જેમ્સ બોન્ડ’ અજીત ડોભાલના ચાહક થયા અમેરિકી રાજદૂત, કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય સંપત્તિ’

|

Jun 14, 2023 | 2:22 PM

ભારતમાં અમેરિકાના રાજદૂતે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વિશે કહ્યું છે કે આજે ઉત્તરાખંડના એક ગામડાનો છોકરો રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સંપત્તિ બની ગયો છે.

Ajit Doval: ભારતના જેમ્સ બોન્ડ અજીત ડોભાલના ચાહક થયા અમેરિકી રાજદૂત, કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય સંપત્તિ
Image Credit source: Google

Follow us on

New Delhi: ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારતના NSA માત્ર રાષ્ટ્રીય જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સંપત્તિ બની ગયા છે. આ દરમિયાન એરિકે ઉત્તરાખંડથી આવતા અજીત ડોભાલની ગ્રામીણ પૃષ્ઠભૂમિનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે ભારત અને અમેરિકાના સંબંધો વિશે પણ વાત કરી હતી.

આ પણ વાચો: Third World War: ચીનના હુમલાની આશંકા વચ્ચે અમેરિકા તાઈવાનમાંથી અમેરિકન નાગરિકોને બહાર કાઢવાની કરી રહ્યું છે તૈયારી

યુનાઇટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ (ICET)માં બોલતા, ગારસેટ્ટીએ વધુમાં કહ્યું કે, જ્યારે હું યુએસ અને ભારત વચ્ચેના પાયાને જોઉં છું, ત્યારે મને તે ખૂબ જ મજબૂત લાગે છે. તે સ્પષ્ટ છે કે આ કારણે ભારતીયો અમેરિકનોને પ્રેમ કરે છે અને અમેરિકનો ભારતીયોને પ્રેમ કરે છે.

ભારતના ક્યા રાજ્યમાં એકપણ સાપ નથી, જાણીને ચોંકી જશો
તાજમહેલ જે જમીન પર બન્યો છે ત્યાં પહેલા શું હતું? કોની હતી જમીન જાણો
મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમમાં રોકાણ કર્યું હોત તો તમે આજે કરોડપતિ હોત
દિગ્ગજ અભિનેતાની પત્નીએ દીકરાના નામે 17 લાખનું દાન કર્યુ, જુઓ ફોટો
'અનુપમા'ના એક એપિસોડ માટે રૂપાલી ગાંગુલી કેટલો ચાર્જ લે છે, જાણો
ટોઇલેટ ફ્લશમાં બે બટન કેમ હોય છે? નાના બટનનો શું ઉપયોગ હોય છે?

તેમણે ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ અને ફાઈનાન્શિયલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પ્રગતિની પ્રશંસા કરી હતી, અમેરિકી રાજદૂતે કહ્યું કે જ્યારે હું તેમને જોઉં છું, ત્યારે લાગે છે કે આપણે વિશ્વને હચમચાવી દીધું છે. જેમાં, ગામમાં ચા વેચનારને સરકાર તરફથી જે પૈસા મળે છે તે સીધા તેના ફોનમાં જાય છે.

લોકો 4G, 5G અને 6G વિશે વાત કરે છે પરંતુ…

એરિકે કહ્યું કે તેણે તાજેતરમાં ભારતના નેતાઓનાના એક ગ્રુપ સાથે રાત્રિભોજન કર્યું હતું. રાત્રિભોજનમાં એક નેતાએ કહ્યું, આપણે 4G, 5G અને 6G વિશે બધી વાતો સાંભળીએ છીએ, પરંતુ અહીં ભારતમાં આપણી પાસે તેના કરતા વધુ શક્તિશાળી છે, ગુરુજી. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે ગુરુજી શબ્દના ઉપયોગનો અર્થ શું છે.

NSA અજીત ડોભાલ પણ તેમના અમેરિકન સમકક્ષને મળ્યા હતા

ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન મંગળવારે તેમના ભારતીય સમકક્ષ ડોભાલને મળ્યા હતા. બંને વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચેના પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. યુએસ સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત, અમેરિકન ઉદ્યોગના ઘણા નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પણ સુલિવાન સાથે ભારત આવ્યું છે.

ભારતની મુલાકાતે આવેલા સુલિવાન વિદેશ મંત્રી એસ જયશંકર અને ભારત સરકાર સાથે જોડાયેલા અન્ય લોકોને મળશે. અમેરિકન સમકક્ષને મળતા પહેલા અજિત ડોભાલે અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન વચ્ચે બેઠક યોજી હતી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે સહયોગ, સૈન્ય અને એરોસ્પેસમાં વપરાતી ટેકનોલોજી અંગે ચર્ચા કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article