14 APRIL 2025
જણાવી દઈએ કે, આ સ્કીમનું NAV ₹437.78 છે અને તેનું AUM ₹27,730 કરોડ છે. જે લોકોએ આ સ્કીમમાં 32 વર્ષ પહેલા રોકાણ કર્યું હશે તેઓ આજે કરોડપતિ બની ગયા હશે. SBI લોન્ગ ટર્મ ઈક્વિટી ફંડે 32 વર્ષમાં વાર્ષિક 16.43%નું રિટર્ન આપ્યું છે.
SBIની સ્કીમ ફાઇનાન્શિયલ,હેલ્થકેર, એનર્જિ, ટેક્નોલોજી અને મેટલ્સ સેક્ટરમાં રોકાણ કરે છે. તેના ટોપ હોલ્ડિંગ્સની વાત કરીએ તો,તેમાં Reliance Industries, HDFC Bank, Bharti Airtel, ICICI Bank અને Hexaware Technologiesનો સમાવેશ થાય છે.
32 વર્ષોમાં આ સ્કીમે 16.43%નું વાર્ષિક રિટર્ન આપ્યું છે. ટૂંકમાં જોઈએ તો, દર વર્ષે રોકાણ ડબલ થયું છે. જો કોઇ રોકાણકારે માત્ર 3 વર્ષ માટે આ સ્કીમમાં 10,000 રૂપિયાની પ્રતિ માસ SIP ચાલુ કરી હોત તો આજે તેની પાસે કુલ 4.6 લાખ રૂપિયા હોત.
SBI લોન્ગ ટર્મ ઈક્વિટી ફંડ ટેક્સમાં તો રાહત આપે જ છે પણ તેની સાથે-સાથે આપણે એક લોન્ગ ટર્મ વેલ્થ પણ બનાવી શકીએ છીએ. આ ફંડનો ટ્રેક રેકોર્ડ ખુબ જ સારો છે તેમજ તેનું મેનેજમેન્ટ પણ પાક્કાપાયાનું છે.