ટોઇલેટ ફ્લશમાં બે બટન કેમ હોય છે? નાના બટનનો શું ઉપયોગ હોય છે?
14 Apr 2025
Pic Credit: Pexel
by: Mina Pandya
દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જે આપણે દરરોજ જોઈએ છીએ, પરંતુ તેનો ઉપયોગ આપણે જાણતા નથી હોતા.
આવી જ એક વસ્તુ છે ટોઇલેટ ફ્લશ બટન. આપણે તેને દરરોજ જોઈએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેના બે બટનો જુદા જુદા કેમ હોય છે?
તાજેતરમાં જ WIT નામની સંસ્થાએ એક સંશોધન બહાર પાડ્યું છે, જેમાં ચોંકવનારો ખુલાસો થયો છે કે લગભગ 85 ટકા લોકો હજુ પણ ટોઈલેટ ફ્લશમાં આપવામાં આવેલા બે બટનોનો સાચો ઉપયોગ જાણતા નથી.
તમને જણાવી દઈએ કે, WIT એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે સમગ્ર વિશ્વમાં પાણી બચાવવા અંગે જાગૃતિ લાવવાનું કામ કરે છે.
ઘણીવાર લોકો માને છે કે ટોઇલેટ ફ્લશના બંને બટનો એક જ કામ કરે છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે.
આ બે બટનો વાસ્તવમાં 'ડ્યુઅલ ફ્લશ સિસ્ટમ'નો ભાગ છે, જે ખાસ કરીને પાણી બચાવવાના આશયથી ડિઝાઈન કરાયા છે.
ટોઇલેટ ફ્લશ પરનું નાનું બટન 'હાફ ફ્લશ'(Half Flush) માટે છે, એટલે કે પેશાબ કર્યા પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. આમાં લગભગ 3 લિટર પાણી ખર્ચ થાય છે.
જ્યારે ટોઇલેટ ફ્લશ પરનું મોટું બટન 'ફુલ ફ્લશ' માટે છે. તેનો ઉપયોગ લેટ્રીન ગયા પછી કરવાનો હોય છે, કારણ કે તેમાં વધુ સફાઈની જરૂર પડે છે.તેમાં લગભગ 6 લિટર પાણી ખર્ચ થાય છે.