કેદીઓને જામીન પર છુટવામાં થતા વિલંબને ટાળવા સુપ્રિમ કોર્ટ શોધ્યો રસ્તો, હવે જામીન અંગેનો આદેશ સીધો જ જેલ સત્તાવાળાને પહોચાડવા સિસ્ટમ વિકસાવાશે

દોષિતોને જામીન મળ્યા પછી જેલમુક્તિમાં થઈ રહેલા વિલંબ અંગે સુપ્રિમકોર્ટે (supreme court) સુઓમોટો રીટ દાખલ કરી હતી. જેના પર આજે 17 જુલાઈના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં, સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે, જામીન અંગેના આદેશ સીધા જ જેલ સત્તાવાળાઓ સુધી પહોચાડવા માટે સિસ્ટમ વિકાસવાશે. જેનાથી કેદીઓને જામીન પર મુક્ત થવામા વિલંબ ના થાય.

કેદીઓને જામીન પર છુટવામાં થતા વિલંબને ટાળવા સુપ્રિમ કોર્ટ શોધ્યો રસ્તો, હવે જામીન અંગેનો આદેશ સીધો જ જેલ સત્તાવાળાને પહોચાડવા સિસ્ટમ વિકસાવાશે
સુપ્રીમ કોર્ટ

સુપ્રિમ કોર્ટના ( supreme court ) મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમણાએ, શુક્રવારે કહ્યુ હતુ કે, જામીન અંગેના આદેશ સીધા જેલ સત્તાવાળા સુધી પહોચે તે માટે સિસ્ટમ વિકસીત કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે જામીન અંગેના આદેશની પ્રમાણિત નકલની રાહ જોવામાં કેદીઓને મુક્ત કરવામાં વિલંબ ના થાય. જામીન અંગેના આદેશ સુરક્ષિત ડિજિટલ ટ્રાન્સમિશન માટે સિસ્ટમ રજૂ કરવા સુપ્રિમ કોર્ટે કહ્યું છે.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ( CJI ) એન વી રમણાએ, કહ્યુ કે, આપણે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરાઈ રહ્યો હોય તેવા સમયમાં છીએ. અમે એએસટીઆઆર- આસ્ક એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ નામની યોજના પર વિચાર કરી રહ્યા છીએ. જેનો હેતુ સંબધિત જેલ સત્તાવાળાઓને કોઈ પણ વિલંબ વિના જ જામીન અંગેના આદેશ પહોચાડવાનો છે.

મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સર્વોચ્ચ અદાલતના મહાસચિવને આ યોજના અંગેની દરખાસ્ત રજૂ કરવા નિર્દેશ કર્યો છે. જેનું પાલન થઈ શકે છે અને એમ પણ કહ્યું હતું કે એક મહિનામાં તેનો અમલ થઈ શકે. કોર્ટે તમામ રાજ્યોને દેશભરની જેલોમાં ઇન્ટરનેટ કનેક્શનની ઉપલબ્ધતા અંગે જવાબ રજૂ કરવા પણ જણાવ્યું છે. કારણ કે આ ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા વિના જેલને આવા આદેશો મોકલી શકાતા નથી. આ સાથે અદાલતે વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેને આ પ્રકારની સુવિધાના અમલીકરણમાં જરૂરી સહાય માટે એમેકસ ક્યુરી તરીકે નિમણૂક કરી છે.

તાજેતરમાં જ, 13 જુલાઇએ સુપ્રીમ કોર્ટે જામીન પર દોષિતોને મુક્ત કરવામાં વિલંબ અંગે સુઓમોટો રીટ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આગ્રા સેન્ટ્રલ જેલમાં બંધ 13 કેદીઓને તાત્કાલિક વચગાળાના જામીન આપી દીધા હતા. આઠમી જુલાઈના રોજ આ આદેશ અપાયો હતો પરંતુ કેદીઓ જામીન ઉપર જેલની બહાર આવી શક્યા નહોતા. કારણ કે જેલ સત્તાવાળાઓ કહી રહ્યા છે કે તેમને પોસ્ટ દ્વારા આદેશની પ્રમાણિત નકલ મળી નથી. ગુનો કર્યા સમયે, કેદીઓ કિશોર હોવા છતાં, આરોપીઓએ 14 થી 20 વર્ષ જેલમાં પસાર કર્યા હતા.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati