Opposition Meeting: બિહારમાં વિપક્ષી એકતા પર શાહનવાઝ હુસૈનનું નિવેદન, કહ્યું- રાહુલ-ખડગે અને મમતાને મળશે માત્ર લિટ્ટી-ચોખા
બિહારની રાજધાની પટનામાં 23 જૂને પ્રસ્તાવિત બેઠક માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ સતત અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળ્યા બાદ બધાને 23 જૂને બિહાર આવવાનું આમંત્રણ આપી રહ્યા છે.
Delhi: એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ભાજપને (BJP) આગામી લોકસભા ચૂંટણીમાં હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓ એક થઈ રહી છે, આ માટે 23 જૂને પટનામાં એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ભાજપ આનો આનંદ માણી રહ્યુ છે. ભાજપના નેતા શાહનવાઝ હુસૈને આ એકતા પર ટોણો માર્યો છે. તેમણે કહ્યું કે નીતીશ કુમાર અન્ય રાજ્યોમાં વિવિધ પ્રકારની વાનગીઓ ચાખીને આવ્યા છે, તેથી તેમને અહીં લિટ્ટી ચોખા ખવડાવવા પડશે.
તેમણે આ એકતાને માત્ર ફોટો સેશન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિપક્ષી એકતા માટે ભેગા થયેલા નેતાઓ સરસ લંચ અને ડિનર કરશે, સારા સપના જોશે, પરંતુ તેમના બધા સપના અધૂરા રહી જશે.
નીતિશ કુમાર બધાને 23 જૂને બિહાર આવવાનું આમંત્રણ આપી રહ્યા છે
તેમણે કહ્યું કે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને મમતા બેનર્જી બિહાર આવી રહ્યા છે તે સારી વાત છે, પરંતુ તેમને અહીં માત્ર લિટ્ટી ચોખા મળશે. મળવું પણ જોઈએ, કારણ કે આ નેતાઓ વારંવાર બિહાર આવતા નથી. સપના પૂરા થશે નહી એટલે લિટ્ટી ચોખા બરાબર છે. બિહારની રાજધાની પટનામાં 23 જૂને પ્રસ્તાવિત બેઠક માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ સતત અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળ્યા બાદ બધાને 23 જૂને બિહાર આવવાનું આમંત્રણ આપી રહ્યા છે.
આ પણ વાંચો : Raw New Chief: IPS રવિ સિન્હાને RAW ચીફની જવાબદારી સોંપવામાં આવી, સામંત ગોયલનું લેશે સ્થાન
પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે આ મહાબેઠકની યજમાની કરવાના છે. વિપક્ષ આ બેઠક દ્વારા દેશને વિપક્ષી એકતાનું મજબૂત ચિત્ર બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ બેઠકમાં ભાજપ સિવાય દેશના તમામ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ આ મહાબેઠકને માત્ર ‘ફોટો સેશન’ ગણાવી રહ્યું છે. બિહાર સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના મજબૂત નેતા શાહનવાઝ હુસૈને આ બેઠકને લઈને મોટી ટિપ્પણી કરી છે.
સારા ગૃપ ફોટો પડાવવા માટે ઘણા સમયથી મીટીંગો ચાલી રહી છે
બેઠક પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, નીતિશ કુમાર સતત બીજા રાજ્યોમાં જઈ રહ્યા છે, તેઓ ત્યાં વિવિધ પ્રકારની વાનગીઓ ચાખીને આવ્યા છે, તેથી તેમને પણ અહીં લિટ્ટી ચોખા ખવડાવવા પડશે. પોતાના નિવેદનને આગળ વધારતા તેમણે કહ્યું કે આખરે રાહુલ, મમતા, કેજરીવાલ કે સ્ટાલિન કયા બિહારમાં આવતા હોય છે? આ બહાને આ બધા લોકો બિહાર ફરી લેશે, લિટ્ટી ચોખાનો સ્વાદ ચાખશે. તેમણે કહ્યું કે સારા ગૃપ ફોટો પડાવવા માટે ઘણા સમયથી મીટીંગો ચાલી રહી છે.