Raw New Chief: IPS રવિ સિન્હાને RAW ચીફની જવાબદારી સોંપવામાં આવી, સામંત ગોયલનું લેશે સ્થાન

વરિષ્ઠ IPS અધિકારી રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ સામંત ગોયલનું સ્થાન લેશે. ગોયલનો કાર્યકાળ 30 જૂને પૂરો થઈ રહ્યો છે. તેઓ ચાર વર્ષ સુધી આ પદ પર રહ્યા.

Raw New Chief: IPS રવિ સિન્હાને RAW ચીફની જવાબદારી સોંપવામાં આવી, સામંત ગોયલનું લેશે સ્થાન
IPS Ravi Sinha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 6:09 PM

Raw New Chief: વરિષ્ઠ IPS અધિકારી રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ સામંત ગોયલનું સ્થાન લેશે. ગોયલનો કાર્યકાળ 30 જૂને પૂરો થઈ રહ્યો છે. તેઓ ચાર વર્ષ સુધી આ પદ પર રહ્યા. કર્મચારી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ છત્તીસગઢના 1988 બેચના IPS અધિકારી સિન્હા (59)ની બે વર્ષના કાર્યકાળ માટે RAW સેક્રેટરી તરીકે નિમણૂકને મંજૂરી આપી છે.

હાલમાં તેઓ એજન્સીમાં સેકન્ડ-ઇન-કમાન્ડ છે

કહેવામાં આવ્યું છે કે રવિ સિન્હા પાડોશી દેશો અને ઓપરેશન્સમાં નિષ્ણાત છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગમાં તેમનો બે દાયકાથી વધુનો લાંબો કાર્યકાળ રહ્યો છે. હાલમાં તેઓ એજન્સીમાં સેકન્ડ-ઇન-કમાન્ડ છે. બઢતી પહેલા તેઓ ઓપરેશન વિંગની દેખરેખ રાખતા હતા. પડોશી દેશોના નિષ્ણાત ગણાતા સિન્હાની નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે પાકિસ્તાન રાજકીય અને આર્થિક રીતે અસ્થિર છે. વિદેશમાંથી શીખ ઉગ્રવાદને વેગ આપવામાં આવી રહ્યો છે અને પૂર્વોત્તરમાં હિંસાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સામંત ગોયલને બે વર્ષ માટે RAW ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

આઈપીએસ અધિકારી સિન્હાએ ભૂતકાળમાં જમ્મુ અને કાશ્મીર, પૂર્વોત્તર અને વિદેશમાં સેવા આપી છે. જૂન 2019 માં, સામંત ગોયલને બે વર્ષ માટે RAW ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી તેમને 2021 અને 2022 માં એક-એક વર્ષના બે એક્સટેન્શન આપવામાં આવ્યા હતા.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

સામંત ગોયલે બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવી હતી

જમ્મુ અને કાશ્મીર સંબંધિત બાબતોના નિષ્ણાત ગોયલે ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનના બાલાકોટમાં સર્જીકલ સ્ટ્રાઈકની યોજના બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આ સર્જિકલ સ્ટ્રાઈક પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવી હતી. આ હુમલામાં પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદે આત્મઘાતી હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : Rahul Gandhi Birthday: એક તરફ વિપક્ષી એકતા, બીજી તરફ રાહુલ-તેજસ્વી વચ્ચે અંતર, ડેપ્યુટી CMએ કોંગ્રેસના નેતાને ન આપી શુભેચ્છા

આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 40 જવાનો શહીદ થયા હતા. સેનાએ આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ હેઠળ, ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરી 2019 ના રોજ બાલાકોટમાં જૈશ આતંકવાદી તાલીમ કેમ્પને નષ્ટ કરી દીધો હતો. પાકિસ્તાનને પણ આ વાતની જાણ નહોતી. જ્યારે તેને ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર
g clip-path="url(#clip0_868_265)">