મુસાફરોની સલામતી અને ટ્રેનની સ્પીડ બમણી કરવા રેલવે વિભાગ લેશે મોટુ પગલુ, ટ્રેનનું આગમન-પ્રસ્થાન ઓટોમેટિક બનાવાશે

ઉત્તર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિજય શર્માએ જણાવ્યું હતું કે ટ્રેનના આગમન અને પ્રસ્થાનના તમામ કામમાં મેન્યુઅલ વર્કને નાબૂદ કરી હવે ઓટોમેટિક બનાવવામાં આવશે. આ કાર્ય તમામ સિગ્નલિંગ ઈન્સ્ટોલેશનને વીજળીકરણ માટે યોગ્ય બનાવશે.

મુસાફરોની સલામતી અને ટ્રેનની સ્પીડ બમણી કરવા રેલવે વિભાગ લેશે મોટુ પગલુ, ટ્રેનનું આગમન-પ્રસ્થાન ઓટોમેટિક બનાવાશે
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 6:08 PM

ભારતમાં હજુ પણ કેટલીક ટ્રેનના રુટ એવા છે જે પરંપરાગત (Traditional) સિગ્નલવાળા છે. જોકે આજના સમયમાં મોટાભાગના રુટ આધુનિક ઈલેક્ટ્રોનિક મલ્ટી સિગ્નલિંગ કલર લાઈટ (Electronic multi signaling color light) યુક્ત થઈ ગયા છે, ત્યારે હવે આ પરંપરાગત સિગ્નલની પદ્ધતિને ઓટોમેટિક સિગ્નલ (Automatic signal) પદ્ધતિથી બદલવામાં આવશે. જેથી ટ્રેનનું આગમન અને પ્રસ્થાન ઓટોમેટિક થશે.

ફલોદી-જેસલમેર રેલવે વિભાગે ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર વિભાગનો એકમાત્ર બાકી રહેલો વિભાગ છે, જે પરંપરાગત સેમાફોર સિગ્નલિંગથી સજ્જ છે. હવે આ પરંપરાગત સિગ્નલિંગનું સ્થાન આજના સમયના આધુનિક ઈલેક્ટ્રોનિક મલ્ટી સિગ્નલિંગ કલર લાઈટ સિગ્નલો લેશે. રેલવેનું માનવું છે કે આમ કરવાથી ટ્રેનની સાથે મુસાફરોની સુરક્ષામાં પણ વધારો થશે.

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો

જૂની સિગ્નલિંગ સિસ્ટમ યોગ્ય નથી રહી

જુની સિગ્નલિંગ સિસ્ટમમાં લોકો પાઈલટને આગલા સ્ટેશન પર જવાના અધિકાર તરીકે બોલ ટોકન આપવામાં આવે છે. સ્ટેશનો પર કોઈ ટ્રેક સર્કિટ નથી અને ટ્રેનના આગમન અને પ્રસ્થાનની સુવિધાના સ્વચાલિત અહેવાલ માટે કોઈ ડેટા લોગર પણ નથી. આ સિગ્નલિંગ સિસ્ટમ આધુનિક વિદ્યુતીકરણ માટે પણ યોગ્ય નથી. જણાવી દઈએ કે આ સિગ્નલિંગ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ રેલવેના બ્રોડગેજ રેલ વિભાગો પર સેમાફોર સિગ્નલિંગ સાથેનો એકમાત્ર બાકીનો વિભાગ છે.

મેન્યુઅલ વર્ક નાબૂદ કરીને ઓટોમેટિક કામ થશે

તેમણે કહ્યું કે તમામ સ્ટેશનો પર બે ટ્રેનોને એકસાથે આગમન અને પ્રસ્થાનની સુવિધા આપવામાં આવશે, જેનાથી સ્ટેશનો પર ક્રોસિંગનો સમય ઘટશે. આ ઉપરાંત ઉચ્ચ ઉપલબ્ધતાવાળા ડિજિટલ એક્સલ કાઉન્ટર્સ સાથે ટોકનલેસ બ્લોક પેનલ્સની જોગવાઈ પણ કરવામાં આવશે, જે ટોકન મેળવવા અને આપવા માટે લાગતો સમય બચાવશે તેમજ ટ્રેનની કામગીરીને વધુ સુરક્ષિત અને સુરક્ષિત બનાવશે.

મુસાફરોની સલામતી માટે નિર્ણય

મલ્ટિ-સિગ્નલ કલર લાઈટ સિગ્નલિંગ સાથેનું નવું આધુનિક ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ ઈન્સ્ટોલ કરવામાં આવશે. સુરક્ષાના દૃષ્ટિકોણથી ઉત્તર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિજય શર્માએ આ નિર્ણય લીધો છે. નવી સિગ્નલિંગ સિસ્ટમ સાથે યાર્ડમાં ટ્રેનોની મહત્તમ સ્પીડ પણ હાલની 50 કિમી પ્રતિ કલાકની સ્પીડથી વધારીને 100 કિમી પ્રતિ કલાક કરવામાં આવશે.

મેન્યુઅલ વર્ક દુર થશે

ટ્રેનના આગમન અને પ્રસ્થાનના તમામ કામમાં મેન્યુઅલ વર્ક દૂર કરવામાં આવશે અને તેને ઓટોમેટિક કરવામાં આવશે. આ કાર્ય તમામ સિગ્નલિંગ ઈન્સ્ટોલેશનને વીજળીકરણ માટે યોગ્ય બનાવશે. આમ નવી સિગ્નલિંગ સિસ્ટમની જોગવાઈથી સુરક્ષામાં અનેકગણો વધારો થશે અને ટ્રેનનો રનિંગ ટાઈમ પણ ઘટશે.

આ પણ વાંચો : શિક્ષક કે પંડિત ? મંત્રના ટોનથી ગણિત ભણાવતા શિક્ષકનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ ‘ ફેમિલીના પ્રેશરમાં શિક્ષક બની ગયા કે……’

આ પણ વાંચો : બાઈક સ્ટાર્ટ કરવા આ યુવતીએ લગાવ્યુ ગજબનુ દિમાગ ! પણ બ્રેક ન લાગતા દીદીના હાલ થયા બેહાલ, જુઓ VIDEO

g clip-path="url(#clip0_868_265)">