AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: ઉતરાખંડના ચકરાતામાં અકસ્માત, ગાડી ખીણમાં પડતા 12થી વધુના મોત, 5 ઈજાગ્રસ્ત

Uttarakhand road accident અકસ્માતની માહિતી મળ્યા બાદ, ચકરાતા એસડીએમ, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.

Uttarakhand: ઉતરાખંડના ચકરાતામાં અકસ્માત, ગાડી ખીણમાં પડતા 12થી વધુના મોત, 5 ઈજાગ્રસ્ત
UTTRAKHAND ACCIDENT
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 1:27 PM
Share

ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં બાયલા ગામથી વિકાસનગર જઈ રહેલું એક વ્હીકલ ખાઈમાં પડી ગયું હતું. તેમાં 19 લોકો સવાર હતા. વાહનમાં સવાર 19 પૈકી 13ના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જ્યારે બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ગ્રામજનો બચાવ અને રાહત કાર્યમાં જોડાયા છે. ઉતરાખંડનો આ અત્યંત દુર્ગમ વિસ્તાર હોવાના કારણે રેસ્ક્યુ ટીમને પણ સમય લાગી રહ્યો છે. બીજી તરફ માર્ગ અકસ્માતની માહિતી મળ્યા બાદ, ચકરાતા એસડીએમ, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે જ્યારે વિપક્ષના નેતા પ્રીતમ સિંહ અકસ્માત સ્થળે પહોચશે.

પ્રાપ્ત સમાચાર મુજબ, માર્યા ગયેલા અને ઈજાગ્રસ્ત તમામ લોકો એક જ ગામના રહેવાસી હતા. અકસ્માતનું પ્રાથમિક કારણ પુરપાટ ઝડપે આવતા વાહનની બેફામગતી હોવાનું કહેવાય છે. હાલ અકસ્માતના કારણની ચોક્કસ તપાસ કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કાર્ય હજુ ચાલુ છે. ઉત્તરાખંડના ચકરાતામાં રવિવારે એક દર્દનાક અકસ્માત થયો. ચકરાતાના દૂરના વિસ્તાર તુની રોડ પર સવારે 10 વાગ્યે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, ચકરાતાના ભરમ ખાટના બાયલા ગામથી વિકાસનગર જતી યુટિલિટી વાનનો ઉપર કાબુ ગુમાવતા, બાયલા-પિંગુવા રોડ પાસે ઉંડી ખીણમાં પડી હતી.

પ્રાથમિક માહિતી મુજબ કારમાં 16 લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. પોલીસ-પ્રશાસનને જાણ કરવામાં આવી છે. હાલ સ્થાનિક લોકો દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દહેરાદૂનથી એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે ગઈ છે.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ દહેરાદૂન જિલ્લાના ચકરાતા ખાતે બુલહદ-બિલા રોડ પર માર્ગ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરીને વધુ તીવ્ર બનાવવા અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા જણાવ્યું છે.

13 મૃતદેહ મળી આવ્યા ખીણમાંથી 13 મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ-પ્રશાસનની ટીમો સ્થળ પર હાજર છે. સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. માહિતી મળતાં જ દહેરાદૂનથી એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની રાહત ટીમ ઘટનાસ્થળે ગઈ હતી. ચકરાતાના એસડીએમ સૌરભ અસ્વાલે જણાવ્યું કે ચકરાતા અને તુની તાલુકાની રેવન્યુ ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. દેહરાદૂનના ડીએમ ડો. આર રાજેશ કુમારે જણાવ્યું કે એસડીએમ અને એડીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. દેહરાદૂનથી ડોક્ટરોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડીએમએ કહ્યું કે, ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવશે. સરકાર દ્વારા મૃતકો અને ઘાયલોને આર્થિક મદદ કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ પણ  વાંચોઃ Harmanpreet Kaur: ભારતીય કેપ્ટને બોલ અને બેટથી ધમાલ મચાવી, લાંબી સિક્સરનો વરસાદ, વિરોધી ટીમ સહિત આખી દુનિયા જોતી રહી

Follow Us
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">