International Literacy Day : આ રાજ્ય છે શિક્ષણમાં મોખરે, અહીંના પુરુષોએ તો કેરળને પણ છોડ્યુ પાછળ !
08 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે આજે અમે તમને જણાવીશુ કે કેરળ સહિત કયા પાંચ રાજ્યો શિક્ષણમાં મોખરે છે અને કયા રાજ્યોમાં સાક્ષરતાની ટકાવારી ખૂબ ઓછી છે.
International Literacy Day : આજે સમગ્ર વિશ્વમાં સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ, ભારત હજુ પણ સાક્ષરતાની દ્રષ્ટિએ ઘણું પાછળ છે અને જેના પર સરકાર (Government) પણ કામ કરી રહી છે. જ્યારે પણ સાક્ષરતાની વાત આવે છે ત્યારે કેરળનું નામ સૌથી પહેલા આવે છે કે કારણ કે ત્યાં સૌથી વધુ સાક્ષરતા ટકાવારી છે. પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે એક બાબતમાં કેરળ પણ આ રાજ્યથી પાછળ છે.
સાક્ષરતા દિવસના દિવસે આજે તમને જણાવીશું કે ભારતમાં સાક્ષરતાની સ્થિતિ (Literacy) શું છે અને જુદા જુદા રાજ્યમાં શિક્ષણની સ્થિતિ શું છે, તેમજ જાણીશું કે ક્યુ રાજ્ય શિક્ષણમાં મોખરે છે.
કયું રાજ્ય સૌથી વધુ શિક્ષિત છે?
વર્ષ 2011 ના સરકારી આંકડા મુજબ ભારતની સાક્ષરતા ટકાવારી 74.0 છે એટલે કે અહીં 74 ટકા લોકો સાક્ષર છે. જ્યારે રાજ્યોની વાત કરીએ તો, કેરળ 93.9 ટકા સાથે સાક્ષરતામાં પ્રથમ ક્રમે છે. જ્યારે કેરળ બાદ લક્ષદ્વીપમાં 92.3 ટકા, મિઝોરમમાં 91.6 ટકા, ત્રિપુરામાં 87.8 ટકા અને ગોવામાં 87.4 ટકા સાક્ષરતા નોંધાઈ છે.જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનો સાક્ષરતા દર 78.03 ટકા નોંધાયો છે.
કેરળ કયા કિસ્સામાં પાછળ છે ?
એકંદરે સાક્ષરતામાં કેરળ (Kerala) રાજ્ય પ્રથમ ક્રમે છે, પરંતુ પુરુષ સાક્ષરતાની દ્રષ્ટિએ કેરળ બીજા ક્રમે છે. લક્ષદ્વીપ પુરુષ સાક્ષરતામાં પ્રથમ ક્રમે છે, જ્યાં 96.1 ટકા પુરુષો સાક્ષર છે અને આ બાબતમાં કેરળ બીજા સ્થાને છે, જ્યાં 96.0 ટકા પુરુષો સાક્ષર છે. આ સિવાય મિઝોરમમાં 93.7 ટકા, ગોવામાં 92.8 અને ત્રિપુરામાં 92.2 ટકા લોકો સાક્ષર છે.
સાથે જ મહિલાઓની વાત કરીએ તો કેરળમાં 92.0 ટકા મહિલાઓ સાક્ષર છે અને કેરળ પ્રથમ નંબરે છે. કેરળ બાદ મિઝોરમ, (Mizoram) લક્ષદ્વીપ, ત્રિપુરા, આંદામાન-નિકોબારનો સમાવેશ થાય છે.
સૌથી ઓછી સાક્ષરતા ધરાવતા રાજ્યો
સરકારી આંકડાઓ અનુસાર, ભારતમાં બિહારમાં (Bihar) સૌથી ઓછા સાક્ષર લોકો છે. બિહારમાં સાક્ષરતા ટકાવારી 63.8 ટકા છે. ઉપરાંત બિહાર બાદ અરુણાચલ પ્રદેશમાં 67.0 ટકા, રાજસ્થાનમાં 67.1, ઝારખંડમાં 67.6, આંધ્ર પ્રદેશમાં 67.7 ટકા નોંધાઈ છે. ઉપરાંત બિહારમાં 73.4 ટકા પુરુષો સાક્ષર છે. જ્યારે મહિલા શિક્ષણમાં રાજસ્થાન (Rajasthan) તળિયે છે, જ્યાં માત્ર 52.7 ટકા મહિલાઓ સાક્ષર છે.
આ પણ વાંચો: 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની કવાયત, પાંચ રાજ્યોનાં ચૂંટણી પ્રભારીની જાહેરાત