AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કિરુબાકરને જણાવ્યુ કે “સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી અથવા આસપાસ રહેતા લોકો માટે નથી”

ન્યાયમૂર્તિ કિરુબાકરને જણાવ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી અને આસપાસના વિસ્તારના લોકો માટે જ નથી. દેશમાં આવેલા જમ્મુ કશ્મીરથી લઈને તમિલનાડુ અને ગુજરાતથી લઈને મણિપુરના લોકો માટે પણ સુપ્રીમ કોર્ટ છે.

મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કિરુબાકરને જણાવ્યુ કે સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી અથવા આસપાસ રહેતા લોકો માટે નથી
Justice Kirubakaran (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 12:08 PM
Share

Delhi : તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ એન કિરુબાકરને ( Justice N Kirubakarn) અવલોકનમાં જણાવ્યુ હતું કે, “નવી દિલ્હીમાં અદાલતો અને ટ્રિબ્યુનલોનું સ્થાન એ નવી દિલ્હીથી દૂર દૂરના સ્થળોએ રહેતા લોકો માટે અન્યાય છે.” વધુમાં જણાવ્યું હતું કે, માત્ર તે જ અદાલતો કે જેઓ સુપ્રીમ કોર્ટની નજીક છે તે જ તે પહેલાં કેસ દાખલ કરે છે અથવા અપીલ કરે છે અને જે રાજ્યો દિલ્હીથી દુર છે તેમને આ માટે અન્યાય થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી અથવા આસપાસ રહેતા લોકો માટે જ નથી: ન્યાયમૂર્તિ કિરુબાકરન

ન્યાયમૂર્તિ કિરુબાકરને જણાવ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી (Delhi) અને આસપાસના વિસ્તારના લોકો માટે જ નથી. દેશના ઉત્તરમાં આવેલુ જમ્મુ કશ્મીરથી લઈને દક્ષિણમાં તમિલનાડુ અને પશ્વિમમાં ગુજરાતથી લઈને પુર્વમાં આવેલા મણિપુરના લોકો માટે સુપ્રીમ કોર્ટ છે. ન્યાય  મેળવવાના અધિકાર માટે ક્ષેત્રિય સુપ્રીમ કોર્ટની બેન્ચે લાંબા સમયથી ચાલી રહેલી માગ પર અવલોકન કર્યુ હતુંં. ઉપરાંત દેશના વિવિધ હિસ્સામાં ક્ષેત્રીય પીઠોનું ગઠન કરવા કેન્દ્ર સરકારના વિવિધ પ્રયાસોને સુપ્રીમ કોર્ટ (Supreme Court) નિરથર્ક ગણાવ્યા છે.

વધુ સંખ્યામાં ન્યાયધીશોની નિમણૂક કરવી જોઈએ

આ સાથે તેમણે કેન્દ્ર સરકારને ભારતના વિવિધ કાયદા પંચ અને સંસદીય બાબતોની સમિતિઓની (Committee on Parliamentary Affairs) ભલામણ મુજબ સુપ્રીમ કોર્ટની પ્રાદેશિક ખંડપીઠની સ્થાપના કરવા માટે નિર્દેશ કર્યો છે. જસ્ટિસ કિરૂબાકરન અનુસાર સુપ્રીમ કોર્ટના 34 જજો પૂરતા નથી અને વધુ સંખ્યામાં જજોની નિમણૂક કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ કિરૂબાકરનની નિવૃત્તિના એક દિવસ પહેલા આદેશમાં આ અવલોકનો કરવામાં આવ્યુ હતું.

ન્યાયમુર્તિ કિરૂબાકરન અને પોંગિયપ્પનની ખંડપીઠ દ્વારા અરજીની સુનાવણી 

તમને જણાવી દઈએ કે, કાર્તિક રંગનાથ દ્વારા એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, કાઉન્સિલ ઓફ તમિલનાડુ અને પોંડીચેરી, ચેન્નઈ (Chennai) દ્વારા કરવામાં આવેલા આદેશ વિરુધ્ધ અપીલ કરવા માટે તે દિલ્હીમાં આવેલા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો સંપર્ક કરવા માટે અસમર્થ છે. ત્યારે આ અરજીની (Petition) સુનાવણી કરતા ન્યાયમુર્તિ કિરૂબાકરન અને પોંગિયપ્પનની ખંડપીઠ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.

આ સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ કિરુબાકરને અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ફરિયાદ સાથે સહમતી દર્શાવી હતી કે પ્રાદેશિક બેંચની સ્થાપના ન થવાને કારણે ન્યાય મળવામાં વિલંબ થયો.

આ પણ વાંચો: Afghanistan Crises: અજિત ડોભાલને મળશે રશિયાના NSA નિકોલે પેત્રુશેવ, અફઘાનિસ્તાન મુદ્દે થશે ચર્ચા

આ પણ વાંચો: RBI Tokenization Rules : શું તમે CREDIT અથવા DEBIT CARD થી પેમેન્ટ કરો છો ? 1 જાન્યુઆરીથી કાર્ડની ચુકવણીની પદ્ધતિ બદલાશે, જાણો નવા નિયમ

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">