Himachal Pradesh: હિમાચલ જતા પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી, ચંદીગઢ-મનાલી હાઈવે 20 કલાક બાદ ખોલવામાં આવ્યો
ભારે વરસાદને (Heavy Rain) કારણે છેલ્લા બે દિવસમાં 6 લોકોના મોત થયા છે, એક યુવક ગુમ હોવાનું કહેવાય છે અને 10 લોકો ઘાયલ થયા છે. વરસાદના પ્રકોપનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પહાડો પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે.
Himachal Pradesh Landslide: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને (Heavy Rain) કારણે છેલ્લા બે દિવસમાં 6 લોકોના મોત થયા છે, એક યુવક ગુમ હોવાનું કહેવાય છે અને 10 લોકો ઘાયલ થયા છે. વરસાદના પ્રકોપનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પહાડો પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જેના કારણે કિરાતપુરથી મનાલી ફોર લેન હાઈવે બ્લોક થઈ ગયો હતો, જેમાં ઓછામાં ઓછા 5,000 વાહનો ફસાઈ ગયા હતા અમે જામ લાગ્યો હતો. જોકે સાંજ સુધીમાં 20 કલાકની મહેનત બાદ હાઇવે એક બાજુથી ખુલ્લો કરવામાં આવ્યો છે. સાથે જ પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહે કરવામાં આવી છે.
પર્યટન વિભાગે એડવાઈઝરી જાહેર કરી
હિમાચલ પ્રદેશના પર્યટન વિભાગે એક એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું હતું કે રાજ્યના ભાગોમાં ભારે વરસાદને કારણે પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગ પ્રવાસીઓને રાજ્યમાં પ્રવાસનું આયોજન કરતી વખતે તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવા વિનંતી કરે છે. પ્રવાસી મુસાફરી કરતા પહેલા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઇટની મુલાકાત લઈને પરિસ્થિતિ વિશે માહિતી મેળવવી જોઈએ.
#WATCH हिमाचल प्रदेश: मंडी में भारी बारिश के कारण भूस्खलन हुआ है, जिससे चलते मंडी-मनाली रोड बाधित है। pic.twitter.com/nBzvh7zgCE
— ANI_HindiNews (@AHindinews) June 26, 2023
પહાડી વિસ્તારોની નજીક ન જવા માટે ચેતવણી આપવામાં આવી
વિભાગ કહે છે કે પ્રવાસીઓને જણાવ્યા મૂજબના રૂટને અનુસરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ટ્રાફિક ક્લિયર થઈ શકે છે. આ ઉપરાંત, રાજ્યમાં પહેલાથી જ પ્રવાસીઓને નદીઓ અને પહાડી વિસ્તારોની નજીક ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. તમામ પ્રવાસીઓએ તેમના પર્યટન સ્થળોએ જતા પહેલા રસ્તાની સ્થિતિ વિશે પણ માહિતી એકત્રિત કરવી જોઈએ.
આ પણ વાંચો : વહેણમાં વહી કાર, પર્વતો પરથી થયુ ભૂસ્ખલન, રસ્તાઓ પર ચક્કાજામ, પ્રવાસીઓ ફસાયા
પર્યટન વિભાગનું કહેવું છે કે પ્રવાસીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના મોબાઈલ ફોનમાં GPS ફંક્શન હંમેશા એક્ટિવ રહે, જેથી તેમના પ્રવાસ દરમિયાન તેમનું લોકેશન ટ્રેક કરી શકાય. વરસાદ અને ધુમ્મસની સ્થિતિમાં વાહન ચલાવવાનું ટાળો. આ ઉપરાંત સ્થાનિક લોકો અને પ્રવાસીઓને પહાડોને અડીને આવેલા રસ્તાઓ પર ન રહેવાની સલાહ આપવામાં આવી છે કારણ કે ભૂસ્ખલનનું જોખમ વધારે છે.