ચારધામમાં રીલ્સ બનાવવા પર પ્રતિબંધ, મંદિર પાસે વિડીયોગ્રાફી કરનાર સામે પોલીસ કેસ કરાશે

|

May 16, 2024 | 6:53 PM

ચાર ધામ મંદિરોના પરિસરથી 50 મીટરની અંદર રીલ બનાવવા અથવા વિડીયોગ્રાફી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવે, અધિકારીઓને તેનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ચારધામમાં રીલ્સ બનાવવા પર પ્રતિબંધ, મંદિર પાસે વિડીયોગ્રાફી કરનાર સામે પોલીસ કેસ કરાશે

Follow us on

ઉત્તરાખંડ સરકારે આજે ગુરુવારે ચાર ધામ મંદિરના પરિસરની 50 મીટરની અંદર સોશિયલ મીડિયા માટેના રીલ બનાવવા અથવા મોબાઈલ વિડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના મુખ્ય સચિવ રાધા રાતુરીએ જણાવ્યું હતું કે, આનાથી તીર્થસ્થળો પર મુસાફરી વ્યવસ્થાપનમાં અવરોધ આવી રહ્યો છે. રતુરીએ કહ્યું કે વહીવટીતંત્ર એવા લોકો સામે પણ કેસ નોંધશે જેઓ ચારધામ યાત્રાને લઈને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.

રાજ્યના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, રાજ્યમાં ચારધામ યાત્રા સારી રીતે ચાલી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. રાજ્ય સરકારે શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થા કરી છે. પરંતુ, મંદિર પરિસરમાં રીલ બનાવવા કે વિડીયોગ્રાફી કરવાથી અન્ય ભક્તોને મુશ્કેલી પડી રહી હોવાનું જોવા મળ્યું છે. આ ઉપરાંત શ્રધ્ધાળુઓની આસ્થાને પણ ઠેસ પહોચી રહી છે. મુખ્ય સચિવે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે, ચાર ધામ મંદિર પરિસરની 50 મીટરની અંદર રીલ્સ બનાવવા અથવા વીડિયોગ્રાફી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

મુખ્ય સચિવે એમ પણ કહ્યું કે, કેટલાક લોકો રીલ્સ દ્વારા ભ્રમ ફેલાવી રહ્યા છે. જણાવ્યું હતું કે ભ્રામક માહિતી સાથે રીલ્સ બનાવવી એ ગંભીર ગુનો છે. જો તમે શ્રદ્ધા સાથે યાત્રા પર જઈ રહ્યા છો તો મંદિરો પાસે રીલ્સ બનાવવી ખોટું છે. આ પણ દર્શાવે છે કે તમે વિશ્વાસ માટે નથી આવી રહ્યા. તમે એવા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છો જેઓ તેમની આસ્થા માટે અહીં આવી રહ્યા છે. જ્યારે તેઓ ચારધામ મંદિરોમાં પૂજા કરવા આવતા હોય ત્યારે પણ રીલ્સ બનાવનારા તેમને હેરાન કરે છે.

આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે
શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?
IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે કહ્યું કે આ રાજ્ય સરકારનો ખૂબ જ સારો નિર્ણય છે. અમે લાંબા સમયથી આની માંગણી કરી રહ્યા હતા. છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. સમસ્યા એ છે કે આજકાલ ઘણા લોકો, ખાસ કરીને યુવાનોને ધાર્મિક સ્થળો પર રીલ્સ બનાવવાની આદત પડી ગઈ છે. જેના કારણે અન્ય યાત્રિકોને તો તકલીફ થાય છે પરંતુ ભક્તો અને પૂજારીઓની લાગણીને પણ ભારે ઠેસ પહોંચે છે.

અજેન્દ્ર અજયે કહ્યું કે ગયા વર્ષે અમે જોયું કે ઘણા લોકો કેદારનાથ મંદિરની અંદરથી વીડિયો અને તસવીરો અપલોડ કરી રહ્યા છે અને મંદિરની પવિત્રતાને અસર કરી રહ્યા છે. આથી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. જો કોઈ વ્યક્તિ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Next Article