Breaking News : ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન લાગી ભીષણ આગ, 12 લોકો દાઝ્યા
હોળીના દિવસે એટલે કે આજે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પૂજારી સહિત પાંચ લોકો દાઝી ગયા હોવાની માહિતી છે. ભસ્મ આરતી વખતે અબીર-ગુલાલ ચઢાવવામાં આવતો હતો. દરમિયાન આગ લાગી ગઇ હતી.આ ઘટના બાદ દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલ તમામની સારવાર ચાલી રહી છે.
હોળીના દિવસે એટલે કે આજે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પૂજારી સહિત 12 લોકો દાઝી ગયા હોવાની માહિતી છે. ભસ્મ આરતી વખતે અબીર-ગુલાલ ચઢાવવામાં આવતો હતો. દરમિયાન આગ લાગી ગઇ હતી.આ ઘટના બાદ દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલ તમામની સારવાર ચાલી રહી છે.
ગર્ભગૃહમાં મુખ્ય પૂજારી અને 5 સહયોગી પૂજારી હાજર હતા
હોળીનો તહેવાર હોવાથી વહેલી સવારથી ઉજ્જૈન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી. ભસ્મ આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં એકઠા થયા હતા. મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન મુખ્ય પૂજારી અને 5 સહયોગી પૂજારી હાજર હતા. મહાકાલ મંદિરમાં ભસ્મ આરતિમાં મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવક મહેશ શર્મા અને ચિંતામન ગેહલોત અને અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
હોળીનો તહેવાર હોવાથી રંગો પણ ઉડાડવામાં આવી રહ્યા હતા. અન્ય કેટલાક લોકો પણ ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન હાજર હતા. આરતી દરમિયાન અચાનક જ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે મુખ્ય પૂજારી સહિત હાજર 12થી વધુ લોકો આગમાં દાઝી ગયા હતા.
Madhya Pradesh | People admitted to District Hospital in #Ujjain after a fire broke out in the ‘garbhagriha’ of Mahakal Temple during #bhasmaaarti. #Holi celebrations were underway here when the incident occurred. More details awaited. #TV9News pic.twitter.com/AQa7rBpRhO
— Tv9 Gujarati (@tv9gujarati) March 25, 2024
ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે કહ્યું કે ભસ્મ આરતી વખતે પણ ગુલાલનો ઉપયોગ કરવામાં આવે છે. ભસ્મ આરતી દરમિયાન આજે ગર્ભગૃહની અંદર કપૂર સળગાવવામાં આવ્યું હતું, જેના કારણે અંદર હાજર 12થી વધુ લોકો દાઝી ગયા હતા. તે લોકોને ઉજ્જૈનના વિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. સદનસીબે કોઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત નથી. હાલ તમામની હાલત સ્થિર છે અને ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે.
પ્રત્યક્ષદર્શીએ જણાવી આપવીતિ
એક સેવકે કહ્યું કે તેણે તેની આંખોથી જોયું હતુ તે સમયે મંદિરમાં હજારો ભક્તો હાજર હતા. બધા મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા. ઘાયલ સેવકે જણાવ્યું કે પાછળથી આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર કોઈએ ગુલાલ નાખ્યુ હતું. ગુલાલ દીવા પર પડ્યુ હતુ. ગુલાલમાં કપૂર હોવાના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. બીજી તરફ, ગર્ભગૃહની ચાંદીની દિવાલને રંગ અને ગુલાલથી બચાવવા માટે ત્યાં ફ્લેક્સ મૂકવામાં આવ્યા હતા. તેમાં પણ આગ ફેલાઈ હતી.