Online માધ્યમ માટે કોચિંગ ક્લાસિસ સહમતી વિના વિદ્યાર્થીઓને દબાણ કરી શકે નહીં-ગ્રાહક આયોગ
દિલ્લીની એક ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા કોચિંગ ક્લાસીસ ચલાવતી સંસ્થાઓને માટે લાલબત્તી ચિંધવા રુપ ચુકાદો આપ્યો છે. કોચિંગ ક્લાસીસ ચલાવતા સંચાલકો વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસીસ માટે મજબૂર ના કરી શકે, એ માટે મહત્વનો નિર્દેશ આયોગ દ્વારા કરવામાં આવ્યો છે. ફિઝીકલ ક્લાસીસ માટે એડમીશન મેળવ્યુ હોય અને તેને ઓનલાઈ કોચીંગ આપવાનો એકતરફી નિર્ણય કરી શકાય નહીં. […]
દિલ્લીની એક ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા કોચિંગ ક્લાસીસ ચલાવતી સંસ્થાઓને માટે લાલબત્તી ચિંધવા રુપ ચુકાદો આપ્યો છે. કોચિંગ ક્લાસીસ ચલાવતા સંચાલકો વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસીસ માટે મજબૂર ના કરી શકે, એ માટે મહત્વનો નિર્દેશ આયોગ દ્વારા કરવામાં આવ્યો છે. ફિઝીકલ ક્લાસીસ માટે એડમીશન મેળવ્યુ હોય અને તેને ઓનલાઈ કોચીંગ આપવાનો એકતરફી નિર્ણય કરી શકાય નહીં.
કોવિડ19 રોગચાળા દરમિયાન ઓનલાઈન ક્લાસીસ માટે વિદ્યાર્થીઓને અનેક ક્લાસીક સંચાલકો દ્વારા મજબૂર કરવામાં આવ્યા હતા. આ સ્થિતીને લઈ એક વિદ્યાર્થીએ ફિઝીકલ ક્લાસીસ માટે એડમીશન લીધુ હોવા છતાં ઓનલાઈન ક્લાસીસ માટે મજબૂર કરવાને લઈ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં પહોંચ્યો હતો. જેના પર આયોગે ચુકાદો આપ્યો હતો કે, ઓન લાઈન કલાસીસ માટે વિદ્યાર્થીઓને મજબૂર કરી શકાય નહી.
સહમતી વિના ઓનલાઈન ક્લાસીસ ફરજીયાત ના કરી શકાય
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દિલ્લી દ્વારા હુકમ કરવા સાથે કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓની પૂર્વ મંજૂરી હોવી જરુરી છે. હુકમ કરતા ટાંક્યુ હતુ કે, “પક્ષો વચ્ચે તે એક નિર્વિવાદ હકીકત છે કે સંસ્થામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આપવામાં આવેલ કોચિંગ નિઃશંકપણે ‘ફિઝિકલ ક્લાસ’ માટે હતું. ઓનલાઈન મોડ માટે નહીં. રોગચાળો કોવિડ-19નો ફાટી નીકળવો અભૂતપૂર્વ હતો. ઓનલાઈન કોચિંગને અસર કરવા માટે, ઓપીનો એકપક્ષીય નિર્ણય હતો. ફરિયાદી પાસેથી ઓપી દ્વારા કોઈ સંમતિ માંગવામાં આવી ન હતી. આમ, ફરિયાદીની સંમતિ સિવાય ઓપી ફિઝીકલ વર્ગોની જગ્યાએ ઓનલાઈન ક્લાસીસની ફરજ પાડી શકે નહીં.”
ફરીયાદ પક્ષે ફી પરત કરવા માંગ કરી હતી
ફરીયાદીએ પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે સાત મહિના લાંબા કોચિંગ ક્લાસ માટે ફી ચુકવી હતી. જે ફીની રકમ 1,16,820 રુપિયા હતીય જોકે આ દરમિયાન કોરોના કાળ આવ્યો હતો અને ફિઝીકલ ક્લાસીસ બંધ થઈ ગયા હતા. જેને લઈ ફરિયાદ કરનારે ફીની રકમ પરત કરવા માટે રજૂઆત કરી હતી. શરુઆતમાં ક્લાસીસ સંચાલક દ્વારા ફીની રકમ પરત કરવા માટે સહમતી આપી હતી. બાદમાં ઓનલાઈન ક્સાસીસમાં સામેલ થવા માટે વિકલ્પ પસંદ કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ.
જોકે ઓનલાઈન ક્લાસીસ જોઈન કરવા એ મુશ્કેલ ભર્યા બન્યા હતા. ફરિયાદીએ બતાવ્યુ હતુ કે, ઈન્ટરનેટની સમસ્યા., ટેકનિકલ સમસ્યા અને શિક્ષણની ગુણવત્તાને લઈ ફરિયાદ ઉઠી હતી. જેને લઈ ફરિયાદીએ ઓનલાઈન ક્લાસીસમાં હિસ્સો લેવો મુશ્કેલ હોવાની રજૂઆત કરી હતી. આ માટે તેમણે ફી ની રકમ પણ પરત કરવા માટે માંગ કરી હતી. વધુમાં, આ કિસ્સામાં એવું પણ જોવામાં આવ્યું હતું કે આ આદેશનું કોઈપણ ઉલ્લંઘન ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 ની કલમ 27 દ્વારા જોગવાઈ મુજબ ભારે શિક્ષાત્મક નુકસાન અને કેદ અથવા દંડની સજાને પાત્ર હશે.