બે દિવસ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન, 11,000થી વધુ નેતા લેશે ભાગ, 2047 સુધીની બ્લુ પ્રિન્ટ કરાશે રજૂ
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ સિવાય ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારી, ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, તમામ સાંસદ અને ધારાસભ્ય, તમામ પ્રદેશ પદાધિકારી, તમામ જિલ્લા પંચાયતના સભ્ય, નગરપાલિકાઓના અધ્યક્ષ અને તમામ જિલ્લાધ્યક્ષ, મહામંત્રી અને મંડલ અધ્યક્ષ પણ સામેલ થશે.
લોકસભા ચૂંટણી પહેલા આજથી ભારતીય જનતા પાર્ટીનું બે દિવસનું મંથન છે. દિલ્હીના ભારત મંડપમમાં આજે અને આવતીકાલે રાષ્ટ્રીય અધિવેશન આયોજિત કરવામાં આવ્યુ છે. જણાવી દઈએ કે બપોરે 3 વાગ્યે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અધિવેશનની શરૂઆત કરશે. બેઠકમાં બે પ્રસ્તાવ લાવવામાં આવશે. સાથે જ રામમંદિર, મહિલા અનામત, ખેડૂત અને યુવાઓ માટે કામ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.
અધિવેશન બેઠક પહેલા સવારે 11 વાગ્યાથી રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક થવાની છે, જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. ભાજપના આ અધિવેશનમાં 11,500 નેતા ભાગ લેશે. લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ પાર્ટી માટે 370 સીટ જીતવા અને એનડીએ ગઠબંધન માટે 400થી વધારે સીટ જીતવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. અધિવેશનનું સમાપન વડાપ્રધાન મોદીના સંબોધનથી થશે.
ભાજપના અધિવેશનમાં આ નેતાઓ થશે સામેલ
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ સિવાય ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારી, ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, તમામ સાંસદ અને ધારાસભ્ય, તમામ પ્રદેશ પદાધિકારી, તમામ જિલ્લા પંચાયતના સભ્ય, નગરપાલિકાઓના અધ્યક્ષ અને તમામ જિલ્લાધ્યક્ષ, મહામંત્રી અને મંડલ અધ્યક્ષ પણ સામેલ થશે.
રાષ્ટ્રીય અધિવેશનમાં રાજકીય પ્રસ્તાવ સિવાય આર્થિક અને સામાજિક વિષયો પર પણ પ્રસ્તાવ લાવવામાં આવશે. ભાજપ રાષ્ટ્રીય અધિવેશન સ્થળ ભારત મંડપમમાં મોદી સરકારની સિદ્ધીઓ અને કામ પર આધારિત એક મોટુ પ્રદર્શન લગાવવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના વિચારને દર્શાવવામાં આવ્યો છે.
2047 સુધી વિકસિત ભારતની મુકવામાં આવશે બ્લુપ્રિન્ટ
બેઠકને લઈ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પાર્ટી પોતાના રાષ્ટ્રીય સત્રોને અત્યંત લોકશાહી ઢબે આયોજિત કરે છે. અમે સમય પર પાર્ટીની ચૂંટણી કરાવીએ છીએ અને ક્ષેત્રીય અને સ્થાનિક સ્તર પર કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ ભાજપ માટે 370 પ્લસ સીટ અને ભાજપના નેતૃત્વવાળી એનડીએ માટે 400 પાર સીટ મેળવવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યુ છે. બેઠક દરમિયાન ભાજપ નેતા આગામી ચૂંટણી સંબંધિત ચર્ચા કરશે અને 2047 સુધી વિકસિત ભારતની બ્લૂપ્રિન્ટનું પ્રદર્શન કરશે. જેપી નડ્ડા ઉદ્ઘાટન ભાષણ આપશે અને આગામી દિવસ વડાપ્રધાનના સંબોધન સાથે બેઠક પૂર્ણ થશે.