એવો જ એક દેશદ્રોહી ચહેરો છે દહેરાદૂનના એક કાશ્મીરી વિદ્યાર્થી કે ઐસિર રાશિદ કે જેને હવે તેની સંસ્થાએ સસ્પેન્ડ કરી દીધો છે. હાલમાં આ વિદ્યાર્થી ઉત્તરાખંડથી બહાર છે.
મળતી માહિતી મુજબ દહેરાદનની એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરતા આ કાશ્મીરી વિદ્યાર્થી રાશિદે પોતાનો એક વૉટ્સએપ કર્યો હતો. આ મૅસેજમાં પુલવામા આતંકી હુમલા બાદ વાયરલ થયો હતો.
પુલવામા હુમલા બાદ કરાયેલા આ WHATSAPP મૅસેજમાં રાશિદે લખ્યુ હતું, ‘આજે તો રિયલ PUBG થઈ ગયું.’ આ મૅસેજ આગની જેમ પ્રસરી ગયો અને સંસ્થાના તંત્રને આ વાતની જાણ થતા જ તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાયો.
આ પ્રકારના મૅસેજ બાદ સંસ્થાના વિદ્યાર્થીઓ અને અન્ય સંગઠનોએ સંસ્થા બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યો. લોકો આ કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ કરવાની માંગણી કરી રહ્યા છે. જોકે મામલો ઉગ્ર થતા આ વિદ્યાર્થીએ પોતાના મૅસેજ માટે માફી માંગી લીધી છે.
[yop_poll id=1469]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 4:09 am, Sat, 16 February 19