ગુલાબ, શાહીન બાદ વધુ એક વાવાઝોડુ દેશે દસ્તક, જાણો ક્યા ક્યા વિસ્તારમાં કરી શકે છે નુકસાન
જ્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજી પણ આ પ્રદેશ પર સક્રિય હતું. ચક્રવાત ગુલાબ 26 સપ્ટેમ્બરે ઉત્તર આંધ્ર પ્રદેશમાં લેન્ડફોલ કર્યું હતું. બાદમાં, તોફાન અરબી સમુદ્રમાં પ્રવેશ્યા અને તીવ્ર ચક્રવાત શાહીનમાં પરિણમ્યા હતા.
દેશમાં જલ્દી જ એક વાવાઝોડુ દસ્તક દેવાનું છે. હવામાન વિભાગ (Met Department) અનુસાર ચોમાસા બાદ આ વર્ષે બંગાળની ખાડી (Bay of Bengal)માં પહેલું ચક્રવાત થોડા દિવસોમાં વિકસિત થઈ શકે છે. અહીં ચક્રવાત (Cyclone) ડિસેમ્બરના પહેલા અઠવાડીયામાં ભારતના પૂર્વ તટથી ટકરાઈ શકે છે. અનેક મોસમ મોડલ આ ચક્રવાતના સંકેત આપી રહ્યા છે.
લો પ્રેશર એરિયા બનવાની રાહ જોવી પડશે
ભારતીય હવામાન વિભાગે (IMD) જણાવ્યું હતું કે 29-30 નવેમ્બરની આસપાસ દક્ષિણ અંદામાન સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ વિકસિત થવાની સંભાવના છે. IMD (India Meteorological Department)ના વડા મૃત્યુંજય મહાપાત્રા (Mrutyunjay Mohapatra)એ જણાવ્યું હતું કે હવામાન મોડલ સૂચવે છે કે આ નીચા દબાણની સિસ્ટમ કોઈક પ્રકારના ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. વધુ સ્પષ્ટ જાણકારી માટે અમારે પહેલા નીચા દબાણ બનવા માટે થોડા દિવસ રાહ જોવી પડશે.
છેલ્લું વાવાઝોડું ગુલાબ ચક્રવાત હતું
આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં બંગાળની ખાડી (Bay Of Bengal) પર કોઈ ચક્રવાતી તોફાન બન્યું નથી. ખાડી પર આવું છેલ્લું વાવાઝોડુ સપ્ટેમ્બરના અંતમાં ગુલાબ (Gulab) વાવાઝોડુ હતું. જ્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજી પણ આ પ્રદેશ પર સક્રિય હતું. ચક્રવાત ગુલાબ 26 સપ્ટેમ્બરે ઉત્તર આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)માં લેન્ડફોલ કર્યું હતું. બાદમાં તોફાન અરબી સમુદ્રમાં પ્રવેશ્યા અને તીવ્ર ચક્રવાત શાહીનમાં પરિણમ્યા હતા.
યુરોપિયન અને અમેરિકન મોડલ પણ પુષ્ટિ થયેલ છે
અત્યાર સુધી યુરોપિયન વેધર મોડલ (ECMWF) આગાહી કરે છે કે ચક્રવાત દસ્તક આપશે. તે ઉત્તર કિનારે આંધ્ર પ્રદેશ તરફ આગળ વધશે અને પછી ઓડિશા, ઝારખંડ અને બંગાળ તરફ જશે. જો કે યુએસ જીએફએસ મોડલ આગાહી કરે છે કે ચક્રવાત ઉત્તર આંધ્ર પ્રદેશ નજીકના દરિયામાં ફરી આવશે અને બંગાળ તરફ આગળ વધશે.
આ પણ વાંચો: ચાલબાજ ચીનના દેવાની જાળમાં વધુ એક દેશ ફસાયો, દેશના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે ડ્રેગનનો કબજો
આ પણ વાંચો: OMG! જમીન નીચે કબરમાં દફનાવેલી 800 વર્ષ જૂની મમી જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા !
આ પણ વાંચો: કૃષિ વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું મકાઈના દાણા કાઢવાનું મશીન, ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે આર્શિવાદરૂપ