Aadhar Card Charges: આધાર ઇશ્યુ કરનારી સત્તાધિકારી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ તાજેતરમાં ઓથેન્ટિકેશન કિંમતમાં ઘટાડો કર્યો છે. સરકારી સંસ્થાઓએ તેમના માળખાકીય સુવિધાઓનો લાભ ઉઠાવવા તેમજ લોકોને તેમની વિવિધ સેવાઓ અને લાભો દ્વારા લોકોને સરળતા પૂરી પાડવા માટે રૂ. 20 થી ઘટાડીને રૂ. 3 કરી દીધા છે.
NPCI-IAMAI દ્વારા આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં UIDAI ના સીઈઓ સૌરભ ગર્ગે જણાવ્યું હતું કે નાણાકીય ટેકનોલોજી ક્ષેત્રમાં આધારનો લાભ લેવાની અપાર સંભાવના છે.
આ ઇવેન્ટ દરમિયાન, તેમને વધુમાં જણાવ્યુ હતું કે એજન્સીઓ અને સંસ્થાઓ વધુ સારી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારી રીતે પ્રગતી કરી શકે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે 20 રૂપિયા પ્રતિ ઓથેંટિકેશનથી ઘટાડીને 3 રૂપિયા કરી દીધા છે.
તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શક્તિનો ઉપયોગ કરવા માટે રાજ્ય દ્વારા બનાવવામાં આવેલી સંસ્થાઓ સક્ષમ હોવી જોઈએ.જેનો ઉપયોગ લોકોને સન્માન સાથે જીવન સરળ બનાવવા માટે કાર્યરત હોવી જોઈએ.
અત્યાર સુધીમાં, 99 કરોડથી વધુ eKYC પ્રક્રિયાઓ થઈ છે જે આધાર સિસ્ટમનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં UIDAI એ કેટલાક ફેરફારોની જાહેરાત કરી હતી, જે અંતર્ગત કાર્ડધારકો કે જેમણે પોતાનો મોબાઇલ નંબર નોંધાવ્યો નથી તેઓ તેમના આધાર કાર્ડ એન્ટિટીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જજ માટે વકીલોના નામની ભલામણ કરી
આ પણ વાંચો: Bhawanipur Bypoll: ભવાનીપુરમાં ભાજપ-ટીએમસી વિવાદ, કલમ 144 છતાં દુકાનો ખુલ્લી, ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો