ત્રીજી લહેરને હરાવવા માટેના 7 ઉપાય, જાણો કેવી રીતે વેક્સિનેશનને વધુ અસરકારક બનાવી શકાય

બીજી લહેર બાદ ત્રીજી લહેરનો ભય હજુ તોળાઈ રહ્યો છે. વિશ્વના અનેક દેશોના ઉદાહરણથી ભારતને જો ત્રીજી લહેરથી બચાવવો હોય તો ઝડપથી 64 કરોડ લોકોને વેક્સિન આપવાના વિકલ્પો વિશે વિચારવું પડશે.

ત્રીજી લહેરને હરાવવા માટેના 7 ઉપાય, જાણો કેવી રીતે વેક્સિનેશનને વધુ અસરકારક બનાવી શકાય
વેક્સિનેશન (File Image)
Gautam Prajapati

|

Jun 14, 2021 | 9:31 AM

વેક્સિન લીધા બાદ પણ કેટલાક લોકોને કોવિડના લક્ષણો હોઈ શકે છે, પરંતુ તેને આઇસીયુમાં ખસેડવો પડે તેવી સ્થિતિ ભાગ્યે જ આવે છે. જ્યારે કેટલાક દેશોમાં ત્રીજી લહેર બીજી લહેર કરતા ભયાનક રહી છે, ત્યારે વૈશ્વિક અનુભવે ફરી એકવાર સાબિતી આપી છે કે વેક્સિન જ મોટી રક્ષા છે. આજે ભારત પાસે આગોતરા પ્લાનિંગથી ત્રીજી લહેર સામે વિજય મેળવવાનો અત્યારે વિકલ્પ અને સમય છે.

વિશ્વના અનેક દેશોના ઉદાહરણથી ભારતને જો ત્રીજી લહેરથી બચાવવો હોય તો ઝડપથી 64 કરોડ લોકોને વેક્સિન આપવાના વિકલ્પો વિશે વિચારવું પડશે. આ લહેરથી બચવા માટે કેટલાક ખાસ 7 પગલા જણાવવામાં આવ્યા છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ત્રીજી લહેરથી બચવા માટે આ 7 પગલા આવશ્યક છે.

1. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે વહેલી તકે શ્રેષ્ઠ ભાવે ભારતીય અને વિદેશી વેક્સિન ખરીદવી જોઈએ. અહેવાલમાં જણાવ્યું છે કે ખાનગી હોસ્પિટલો ભારતીય ઉત્પાદકોને વેક્સિન માટે વિનંતીઓ કરી રહી છે. આવામાં રસીકરણને ઝડપથી વિસ્તૃત કરવા માટે સરકારે ગુણવત્તાયુક્ત વિદેશી વેક્સિન મેળવવા માટે પણ તમામ પ્રયત્નો કરવા જોઈએ.

2. રાજ્ય સરકારો સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે આ વેક્સિન આપી રહી છે તેમજ ખાનગી હોસ્પિટલમાં તેની કિંમત અલગ છે. સરકારો ખરીદી અને વિતરણ થકી વેક્સિનમાં બિનજરૂરી મધ્યસ્થીઓને દૂર કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ ફ્રન્ટ લાઈન વર્કર્સ માટે વેક્સિન ખરીદવા અને વિતરણ માટે ઉત્તમ કાર્ય કર્યું હતું.

3. કોઈ પણ વેક્સિન 10 દિવસથી વધુ સમય માટે સરકારી અથવા ખાનગી હોસ્પિટલના રેફ્રિજરેટરમાં રાખવી જોઈએ નહીં. તેને જરૂરી લોકોને ઝડપથી આપી શકાય જેથી તેઓ આ રોગથી બચી શકે. સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોએ દર 10 દિવસે વેક્સિનના આંકાડા સરકારોને આપવા જોઈએ. જેથી વેક્સિનનો ઉપયોગ અને વેક્સિનના વ્યય પર કામ થઇ શકે. જો કોઈ હોસ્પિટલ 10 દિવસમાં તેનો સ્ટોક વાપરવા સક્ષમ નથી તો તેને અન્ય હોસ્પિટલમાં આપી દેવી જોઈએ જેથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે. તેમજ આ થકી સંગ્રહખોરી પણ દુર થઇ શકશે.

4. તબીબી દેખરેખ હેઠળ વેક્સિનેશનને 24 × 7 સેવા બનાવી દેવી જોઈએ. સમય આગળ વધી રહ્યો છે. આપણે ઘરે, કે ડ્રાઈવ થ્રુ વેક્સિન આપવાની ક્ષમતા વિકસાવવાની જરૂર છે. અડધી રાત્રે પણ વેક્સિનેશનનું કામ કરવાનો આ સમય છે.

અહેવાલમાં જાનાવ્યા અનુસાર કોલકાતાની ટ્રેઇન નર્સોએ સુરક્ષિત રીતે એક મિનીટમાં 7 લોકોને વેક્સિન આપીને ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બેરોજગાર છોકરીઓને થોડા અઠવાડિયાની ટ્રેનીંગથી આ શીખવી શકાય એમ છે.

5. ખાનગી સમાચાર સંસ્થાન અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારોએ ફ્રી રસીકરણમાં મોટી અને નાની ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સનો સમાવેશ કરવો જોઇએ. સરકારી હોસ્પિટલોમાં 2-3 લાખ નર્સો જ નોકરી કરે છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેનાથી અનેક ઘણી નર્સ કામ કરે છે. પરિસ્થિતિ અનુસાર વેક્સિનેશન માટે હોસ્પિટલો 5% જ સ્ટાફને ફાળવવા માટે સક્ષમ હોય છે.

ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં વેક્સિન મળી રહે અને જરૂરિયાતમંદને ફ્રીમાં વેક્સિન મળી રહે તે માટે સરકાર તેમજ સેવાભાવી સંસ્થાઓએ આગળ આવવાની જરૂર છે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં વધુ પૈસા આપીને વેક્સિન લેવા અસક્ષમ માણસોને પણ વેક્સિન મળી રહે તે માટે NGO પણ રાહત અને મદદ આપી શકે એમ છે. નાના શહેરોમાં પણ રજિસ્ટર્ડ નર્સિંગ હોમ અને ક્લિનિકનો ઉપયોગ કરીને વેક્સિનેશન કાર્યક્રામ આગળ ધાપાવવો ખુબ જરૂરી છે.

6. ગરીબોમાં રસીકરણ એ મોટો પ્રશ્ન પણ છે. જ્યારે ઘણા લોકો તો શહેરોની ઝુંપડપટ્ટીમાં રહે છે. આવી સ્થિતિમાં તેમને વેક્સિન મળી રહે તે માટે સરકાર અને સંસ્થાઓએ ફંડ થકી પણ તેમની મદદ કરવી જોઈએ અને વેક્સિન પ્રોગ્રામ ચલાવવા જોઈએ.

મોટાભાગની કંપનીઓ તેના કર્મચારીઓના પરિવારને વેક્સિન અપાવી શકે છે. મોટાભાગની ગૃહિણીઓ તેમના ઘરના નોકર, ડ્રાઈવર અને તેમના પરિવારને વેક્સિન અપાવી શકે છે. લોકડાઉનને કારણે શહેરી ગરીબોને પડેલી મુશ્કેલીઓ અંગે જાગૃતિ લાવવી જોઈએ.

7. કાર્યસ્થળો, જાહેર પરિવહન અને મનોરંજનના સ્થાનો પર જો વેક્સિન પ્રમાણપત્રો ફરજીયાત હોય તો વેક્સિન સુવિધા પણ ઉપલબ્ધ કરાવી શકાય તેવી યોજના બનાવવી જોઈએ.

છેલ્લા દોઢ વર્ષ બધા ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ખૂબ જ મુશ્કેલ હતા. ઘણા લોકોને તેમણે તેમની આંખ સામે દમ તોડતા જોયા છે. હવે ત્રીજી લહેર પહેલા ચેતવાનો સમય છે. જેથી કરીને આવો ભયંકર સમય ફરી ના જોવો પડે.

આ પણ વાંચો: Vadodara માં મ્યુકોરમાઇકોસીસનો કહેર, આ રોગે છેલ્લા 24 કલાકમાં આટલા લોકોનો લીધો જીવ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati