Vadodara માં મ્યુકોરમાઇકોસીસનો કહેર, આ રોગે છેલ્લા 24 કલાકમાં આટલા લોકોનો લીધો જીવ

| Updated on: Jun 14, 2021 | 8:35 AM

વડોદરાની SSG હોસ્પિટલમાં 208 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જ્યારે GMERS ગોત્રી હોસ્પિટલમાં 100 દર્દીઓ સારવાર હેઠળ છે. આવી સ્થિતિમાં ગત 24 કલાકના ડરાવનારા આંકડા સામે આવ્યા છે.

વડોદરામાં મ્યુકરમાઇકોસીસનો (Mucormycosis) કહેર સતત સામે આવી રહ્યો છે. મ્યુકરમાઇકોસીસની વાત કરીએ તો માત્ર વડોદરામાં જ રવિવારે એટલે કે છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓ મૃત્યુ પામ્યા. માત્ર વડોદરામાં જ મ્યુકરમાઇકોસીસે 24 કલાકમાં 5 દર્દીઓનો જીવ ભરખી લીધો. વડોદરા SSG હોસ્પીટલમાં 3 દર્દી અને GMERS ગોત્રી હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા 2 દર્દીઓએ મ્યુકરમાઇકોસીસના કારણે ગત 24 કલાકમાં અંતિમ શ્વાસ લીધા.

તમને જણાવી દઈએ કે હાલમાં વડોદરાની SSG હોસ્પિટલમાં 208 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જ્યારે GMERS ગોત્રી હોસ્પિટલમાં 100 દર્દીઓ સારવાર હેઠળ છે. આવી સ્થિતિમાં મૃત્યુના ડરાવનારા આંકડા સામે આવતા રહે છે. વાત કરીએ શનિવારની તો શનિવારે પણ SSG માં મ્યુકરમાઇકોસીસે 4 દર્દીઓનો જીવ લીધો હતો. અને આ આંકડો વધીને પછીના 24 કલાકમાં 5 થઇ જવાથી ડરનો માહોલ સર્જાયો છે.

એક બાજુ જ્યારે 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો ત્યારે બીજી તરફ ગત 24 કલાક દરમિયાન વધુ 3 દર્દીઓ દાખલ પણ થયા છે. આંકડા બતાવે છે કે વડોદરામાં મ્યુકરમાઇકોસીસે કેવો કહેર વર્તાવ્યો છે. આ 24 કાલક દરમિયાન 5 દર્દીઓ ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. તેમ છતાં મૃત્યુદરથી સૌ કોઈમાં ડર ફેલાયેલો જોવા મળે છે.

 

 

કોરોનાની બીજી લહેરમાં કોરોના ગ્રસ્ત અને સાજા થયેલા દર્દીઓમાં  મ્યુકરમાઇકોસિસ(Mucormycosis )ના કેસમાં જોવા મળ્યા હતા. જેમાં ગુજરાતમાં પણ આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળ્યો હતો. આ અગાઉ વડોદરાની સયાજી(Sayaji)  હોસ્પિટલમાં 10 જૂન સુધીમાં 446 દાખલ દર્દીઓને આ રોગની જરૂરી સારવાર આપવામાં આવી હતી અને રોગગ્રસ્તોમાં રોગના પ્રભાવને નિવારવા વિવિધ અવયવોની 710 સર્જરી કરવામાં આવી હતી. એક જ દર્દીમાં એક થી વધુ પ્રકારની સર્જરીઓ કરવાની આ રોગમાં જરૂર પડે છે.

 

આ પણ વાંચો: Ahmedabad: દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે, 2022 વિધાનસભાની ચૂંટણી સંદર્ભે નેતાઓ સાથે કરશે ચર્ચા

આ પણ વાંચો: Surendranagar: Amphotericin B ઈન્જેક્શનની કાળા બજારી કરતા 20 ઈન્જેક્શન સાથે 2ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">