સમર્થન કરવા બદલ સંજય રાઉતે વિપક્ષી પાર્ટીઓનો આભાર માન્યો, કહ્યું- રડવા કરતા લડવું સારું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાંડુપમાં સંજય રાઉતના (Sanjay Raut) બંગલામાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, ED દ્વારા વસૂલ કરાયેલા નાણાં વિશે રાઉત (Sanjay Raut) પાસેથી સાચી માહિતી ન મળવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, રાઉત 8 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં છે.

સમર્થન કરવા બદલ સંજય રાઉતે વિપક્ષી પાર્ટીઓનો આભાર માન્યો, કહ્યું- રડવા કરતા લડવું સારું
Sanjay Raut (File Image)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Aug 05, 2022 | 10:20 PM

શિવસેનાના (Shivsena) નેતા અને સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) ધરપકડ બાદ ઘણા વિરોધ પક્ષોએ તેમના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. હવે રાઉતે પત્ર લખીને તમામ પક્ષોનો આભાર માન્યો છે. આ પત્રમાં રાઉતે કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), તૃણમૂલ કોંગ્રેસ (TMC), આમ આદમી પાર્ટી, DMK, CPI, CPIM સહિત તમામ પક્ષોનો આભાર માન્યો છે, જેમણે તેમના માટે અવાજ ઉઠાવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં જ્યારે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને તેમની સામે દુર્ભાવનાપૂર્ણ રીતે કાર્યવાહી કરી રહી છે, ત્યારે તમામ પક્ષો અને તેમના નેતાઓએ તેમનું સમર્થન કર્યું છે. જેના માટે તે તેમનો આભાર માને છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઉતે એમ પણ લખ્યું છે કે બાળાસાહેબ ઠાકરેએ તેમને શીખવ્યું હતું કે રડવા કરતાં લડવું વધુ સારું છે. આવા મુશ્કેલ સમયમાં જેમણે પણ અમારી અને અમારી પાર્ટીની તરફેણમાં સંસદની અંદર અને બહાર સમર્થન દર્શાવ્યું, બધાનો આભાર. રાઉતે લખ્યું છે કે દરેકની પ્રાર્થનાથી તે જલ્દી જ વિજયી બનશે.

રાઉત 8 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં

તમને જણાવી દઈએ કે પાત્રા ચોલ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ભાંડુપમાં સંજય રાઉતના બંગલામાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDએ સાડા 11 લાખ રૂપિયાની વસૂલાત કરી હતી. તેના વિશે 9 કલાકની લાંબી પૂછપરછ બાદ પણ સાચી માહિતી ન મળતાં રવિવારે રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, રાઉત 8 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં છે. EDની કાર્યવાહી પર રાઉતે કહ્યું હતું કે તે ઝૂકશે નહીં.

સમય અને ધીરજ સૌથી મહાન યોદ્ધા

રાઉતે પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સમય અને ધીરજ સૌથી મોટા યોદ્ધા છે. બાળાસાહેબ ઠાકરેના જ્ઞાન, ઉદ્ધવ ઠાકરેના સમર્થન, મારા પરિવાર અને મારા પ્રિયજનોના આશીર્વાદથી અમે આવનારા સમયમાં જીતીશું. રાઉતે એમ પણ લખ્યું છે કે બાળાસાહેબ ઠાકરેએ તેમને શીખવ્યું હતું કે રડવા કરતાં લડવું વધુ સારું છે. જેમણે પણ સંસદની અંદર અને બહાર આવા મુશ્કેલ સમયમાં અમને અને અમારી પાર્ટી માટે સમર્થન દર્શાવ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati