મહિલાઓ બુરખો પહેરીને મતદાન કરવા જઈ શકે, શું છે નિયમ ? ચૂંટણી કમિશનરે આપ્યો જવાબ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો દ્વારા કેટલાક સવાલ કરવામાં આવ્યા હતા. જેમાં એક સવાલ એ પણ હતો કે, મહિલાઓ બુરખો પહેરીને મતદાન કરવા જઈ શકે ? તેના માટે શું નિયમ છે. આના પર ચૂંટણી કમિશનરે જવાબ આપ્યો હતો.

મહિલાઓ બુરખો પહેરીને મતદાન કરવા જઈ શકે, શું છે નિયમ ? ચૂંટણી કમિશનરે આપ્યો જવાબ
Election Rules
Follow Us:
| Updated on: Oct 15, 2024 | 6:47 PM

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ચૂંટણી પંચ બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જેમાં મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર આ 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. જ્યારે ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટે 13 અને 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. જ્યારે 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો દ્વારા કેટલાક સવાલ કરવામાં આવ્યા હતા. જેમાં એક સવાલ એ પણ હતો કે, મહિલાઓ બુરખો પહેરીને મતદાન કરવા જઈ શકે ? તેના માટે શું નિયમ છે. આના પર ચૂંટણી કમિશનરે જવાબ આપ્યો હતો.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, આ માટે ચૂંટણીના નિયમોની કલમ 35માં મતદારની ઓળખ અને કલમ 34માં મહિલા મતદારોની ઓળખ માટેના નિયમો આપવામાં આવેલા છે, જે મુજબ અધિકારી કોઈપણ મતદારની ઓળખ માટે તેની તપાસ કરી શકે છે, પરંતુ સાંસ્કૃતિક પાસાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

Water Reminder : શરીર માટે પાણી અમૃત, આ 9 ટિપ્સ તમને પાણી પીવાની પાડશે આદત
Blood Sugar Patients : શું ડાયાબિટીસમાં રોટલી અને ભાત એક સાથે ખાવા જોઈએ?
જાણો કોણ છે બિગ બોસ 18નો પ્રથમ કેપ્ટન, જુઓ ફોટો
તોફાની સદી ફટકાર્યા બાદ સંજુ સેમસનને મળી કેપ્ટનશીપ
નોનવેજ કરતા પણ વધુ લાભદાયક છે આ કઠોળ
નસકોરા બંધ કરવાના ઘરેલુ ઉપચાર, જાણો અહીં

આ ઉપરાંત દરેક મતદાન મથક પર ચૂંટણી પંચ દ્વારા અલગ-અલગ અધિકારીઓ તૈનાત કરવામાં આવે છે. આમાં એક ફર્સ્ટ ઓફિસર પણ છે, જેનું કામ એવા મતદારોને ઓળખવાનું છે કે જેના પર કોઈ પ્રકારની શંકા હોય. આ ચૂંટણી અધિકારી કોઈને પણ તેનું ID બતાવવા માટે કહી શકે છે અને તેમની ઓળખ ચકાસવા માટે કહેવામાં આવી શકે છે.

તાજેતરમાં હૈદરાબાદ લોકસભા મતવિસ્તારમાં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે બીજેપી ઉમેદવાર માધવી લતા ચૂંટણી દરમિયાન બુરખો હટાવીને ઘણી મહિલા મતદારોના આઈડી ચેક કર્યા હતા. જે બાદ હોબાળો થયો હતો અને તેમના વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જો કોઈ ઉમેદવારને કોઈ શંકા હોય તો તે ચૂંટણી અધિકારીઓને તેની ફરિયાદ કરી શકે છે. મતદાન મથક પર આ પ્રકારનું ચેકિંગ કરવાનો અધિકાર નિયમો અનુસાર, ચૂંટણી અધિકારી અથવા પોલિંગ એજન્ટનો છે. ઉમેદવાર તપાસ કરી શકતા નથી.

ખેડામાં રોગચાળો વકર્યો, અનેક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી
ખેડામાં રોગચાળો વકર્યો, અનેક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી
CM ભૂપેન્દ્ર પટેલે નવી ટેક્સટાઈલ પોલીસી કરી લોન્ચ
CM ભૂપેન્દ્ર પટેલે નવી ટેક્સટાઈલ પોલીસી કરી લોન્ચ
Viral Video : ચોરી કરવા માટે અપનાવી અનોખી રીત
Viral Video : ચોરી કરવા માટે અપનાવી અનોખી રીત
વસો પંથકમાં નરાધમે 4 બાળકી અને 1 સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
વસો પંથકમાં નરાધમે 4 બાળકી અને 1 સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
દાહોદ સરહદી બોર્ડર પાસેથી ઝડપાયું 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ
દાહોદ સરહદી બોર્ડર પાસેથી ઝડપાયું 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ
સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ
સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ
કાલાવડ પંથકમાં સતત 3 દિવસથી ભારે વરસાદ ! અનેક ગામોના નદી- નાળા છલકાયા
કાલાવડ પંથકમાં સતત 3 દિવસથી ભારે વરસાદ ! અનેક ગામોના નદી- નાળા છલકાયા
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
g clip-path="url(#clip0_868_265)">