હું એકલો શું કરું કહેનારે PM મોદીમાંથી પ્રેરણા લેવી, તેમણે એકલા હાથે બધુ કર્યું ! ગુજરાત CMએ વડાપ્રધાન માટે કહી આ વાત

હું એકલો શું કરું કહેનારે PM મોદીમાંથી પ્રેરણા લેવી, તેમણે એકલા હાથે બધુ કર્યું ! ગુજરાત CMએ વડાપ્રધાન માટે કહી આ વાત

| Updated on: Oct 14, 2024 | 1:17 PM

સીએમ એ કહ્યું આજે એક સારો સમન્વય છે. તેમણે કહ્યું કે વીજળી, પાણી અને રોડ- રસ્તા માટે હું ઉભો છું. ગુજરાત મહારાષ્ટ્ર થી છુટુ પડ્યું પછી ક્યાં સ્ટેજ પર હતું અને અત્યારે ક્યાં સ્ટેજ પર લાવી શક્યા છીએ. આજે સૌથી મોટો રિનયુએબલ એનર્જી પાર્ક કચ્છ માં તૈયાર થઈ રહ્યો છે.

વિકાસ સપ્તાહ અંતર્ગત ગુજરાતમાં અનેક નવા કામોનું ખાધ મુહુર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યારે આ અંતર્ગત ગુજરાતમાં 2000 કરોડ ના કામો નું લોકપર્ણ થવાનું છે. રાજ્યના ગૃહ વિભાગનો 72 કરોડના ખર્ચે 2 પ્રોજેકટ નું લોકાર્પણ થશે, જ્યારે 38 કરોડના ખર્ચે 1 પ્રોજેકટનું થશે ખાત મુર્હુત કરવા જઈ રહ્યા છે. ગૃહ વિભાગના કુલ 3 પ્રોજેકટના 110 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત CM અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

વીજળી, પાણી અને રોડ- રસ્તાની સ્થિતિ સુધરી

સીએમ એ કહ્યું આજે એક સારો સમન્વય છે. તેમણે કહ્યું કે વીજળી, પાણી અને રોડ- રસ્તા માટે હું ઉભો છું. ગુજરાત મહારાષ્ટ્ર થી છુટુ પડ્યું પછી ક્યાં સ્ટેજ પર હતું અને અત્યારે ક્યાં સ્ટેજ પર લાવી શક્યા છીએ. આજે સૌથી મોટો રિનયુએબલ એનર્જી પાર્ક કચ્છ માં તૈયાર થઈ રહ્યો છે. આયોજન બદ્ધ રીતે ઉત્તર ગુજરાત કચ્છ ને સૌરાષ્ટ્રનું પાણી પહોંચ્યું છે

PMએ એકલા હાથે બધુ કરી બતાવ્યું

આ સમયે ગુજરાત CMએ પીએમ મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું મારે એકલા ને શુ? હું એકલો શું કરી શકું છું અને કેવી રિતે કરી શકું છું? આ બધા બોલતા જ હોય છે આપણા બધા માટે પ્રેરણા છે કે pm નરેન્દ્ર મોદી. તે વ્યક્તિએ એકલા જ બધુ કર્યું છે.

એશિયા નું સૌથી મોટું રિવર ફ્રન્ટ ગુજરાત માં થશે

રિવરફ્રન્ટ અમદાવાદ માં જોયો એ પહેલા શુ હતું કેવું હતું એ કેટલાયે જોયું છે? અમારા જેવા મુખ્યમંત્રી એ પણ જોયું હશે અને ફોરેન વિઝીટ પણ કરી છે પણ પોલિટિકલ વહીલ ની જરૂર છે. ઝુંપડા ના રહેતા લોકો ને ખૂબ સારી જગ્યા સ્થળાંતર કરાયું હતું પછી વિકાસ થયો છે. આખા એશિયા નું સૌથી મોટું રિવર ફ્રન્ટ ગુજરાત માં થવાનું છે

g clip-path="url(#clip0_868_265)">