Dang Rain : સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ, નયનરમ્ય વાતાવરણના દ્વશ્યો આવ્યા સામે, જુઓ Video
ડાંગના સાપુતારામાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે કેટલા સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થઈ છે. નદી - નાળામાં પાણીની આવક થતા સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ હોય તેવા દ્વશ્યો સર્જાયા હતા.
ડાંગના સાપુતારામાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે કેટલા સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થઈ છે. નદી – નાળામાં પાણીની આવક થતા સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ હોય તેવા દ્વશ્યો સર્જાયા હતા. ત્યારે આજે ફરી એક વાર સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ સાપુતારામાં નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું છે. ચોમાસા દરમિયાન સાપુતારામાં ઘણા સમય સુધી વરસાદ સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યુ હતુ.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.