Video : અંકલેશ્વર બાદ દાહોદ સરહદી બોર્ડર પાસેથી ઝડપાયું 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ, કંપનીનો માલિક ગુજરાતી હોવાનો ખુલાસો !
ગુજરાતમાં ફરી એક ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર બાદ દાહોદ સરહદી બોર્ડર નજીક આવેલી કંપનીમાં ડીઆરડીની ટીમે દરોડા પાડ્યા છે. જ્યાંથી 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ ઝડપાયુ છે.
ગુજરાતમાં ફરી એક ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર બાદ દાહોદ સરહદી બોર્ડર નજીક આવેલી કંપનીમાં ડીઆરડીની ટીમે દરોડા પાડ્યા છે. જ્યાંથી 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ ઝડપાયુ છે. મધ્ય પ્રદેશના મેઘનગર GIDCમાં દવા બનાવતી કંપનીમાં સેન્ટ્રલ ડીઆરડીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. 112 કિલો MD ડ્રગ્સ સહીત ચાર ઇસમોની ધરપકડ કરાઈ છે.
168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ ઝડપાયુ
દાહોદ અને મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તાર તેમજ આદિવાસી સમાજની વસ્તી ધરાવતા ટ્રાયબલ પટ્ટામાં પણ MD ડ્રગ્સ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. દિલ્હીની DRI એજેન્સીની MPના જી.આઈ.ડી.સી વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દાહોદના બે અને વડોદરાનો 1 સહીત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે.
કંપનીનો માલિક ગુજરાતી હોવાનો ખુલાસો !
મેઘનગર ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 168 કરોડનું 112 કિલો MD મેફ્રોડોન ડ્રગનો જથ્થો ઝડપાયો હતો. પાઉડર ફોર્મ, કેપ્સુલ ફોર્મ તેમજ ઇન્જેક્શન ફોર્મમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતુ. આ કંપનીનો માલિક ગુજરાતનો હોવાનું સામે આવ્યુ છે. કુલ ચાર લોકો પર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. દાહોદના પિતા અને પુત્ર ઓપરેટર હેલ્પર તરીકે કામ કરતા હતા. સંચાલકના 4 દિવસના રિમાન્ડ ત્રણને જુયુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.