Jamnagar Rain : કાલાવડ તાલુકામાં સતત 3 દિવસથી ભારે વરસાદ ! અનેક ગામોના નદી- નાળા છલકાયા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે જામનગરના કાલાવડ તાલુકામાં સતત 3 દિવસથી ભારે વરસાદ વરસતા અનેક ગામના નદી નાળા છલકાઈ ગયા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે જામનગરના કાલાવડ તાલુકામાં સતત 3 દિવસથી ભારે વરસાદ વરસતા અનેક ગામના નદી નાળા છલકાઈ ગયા છે. તાલુકાના ટોડા, ભંગડા, માછરડાં, સનાળા, ફગાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદના કારણે પાકને નુકસાન !
ગ્રામ્ય વિસ્તારમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જેના પગલે અનેક ગામોના ચેકડેમો છલકાયા છે. આ સાથે જ સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. માછરડા ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે ટોડા ગામનો ચેકડેમ ઓવરફલો થયો છે. ભારે વરસાદના કારણે ખેતરમાં પડેલી મગફળીના પાથરાળા પલળી ગયા છે. તેમજ ભારે વરસાદના કારણે કપાસના પાકને નુકસાનની ભીંતિ છે.
Latest Videos