Maharashtra: 6 કરોડ વર્ષ પહેલા રચાયેલ બેસાલ્ટ ખડકનો આધારસ્તંભ મળી આવ્યો, જાણો આ પાછળનું વૈજ્ઞાનીક કારણ

|

Jul 04, 2021 | 2:08 PM

યાવતમાલ જિલ્લામાંથી 6 કરોડ વર્ષ પહોલા ડાયનાસોર અને અન્ય પ્રાણીઓ રહેતા હતા એ વખતનો બેસાલ્ટ પથ્થરનો ખડક મળી આવ્યો છે. મહારાષ્ટ્રમાં યવતમાલ પહેલા મુંબઈ, કોલ્હાપુર અને નાંદેડમાં આ પ્રકારના ખડકો મળી આવ્યા છે.

Maharashtra: 6 કરોડ વર્ષ પહેલા રચાયેલ બેસાલ્ટ ખડકનો આધારસ્તંભ મળી આવ્યો, જાણો આ પાછળનું વૈજ્ઞાનીક કારણ
મહારાષ્ટ્રમાંથી 6 કરોડ વર્ષ પહેલા રચાયેલ બેસાલ્ટ ખડકનો આધારસ્તંભ મળ્યો

Follow us on

મહારાષ્ટ્રના યાવતમાલ જિલ્લાના એક ગામમાં રોડ નીર્માણના કાર્ય દરમિયાન 6 કરોડ વર્ષ પહેલા જ્વાળામુખીના લાવાથી રચાયેલ બેસાલ્ટ પથ્થરનો એક આધારસ્તંભ મળી આવ્યો છે. આ માહિતિ દેશના એક અગ્રણી ભૂસ્તરશાસ્ત્રી દ્વારા આપવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા મળતી વિગત અનુસાર આ દુર્લભ આધારસ્તંભ જિલ્લાના વાણી-પંધકવાડા વિસ્તારના શિબલા-પારદી ગામે ગત સપ્તાહે મળી આવ્યો હતો.

પર્યાવરણવિદ અને ભૂસ્તરશાસ્ત્રી પ્રોફેસર સુરેશ ચોપને કહ્યું કે, તે એક દુર્લભ પ્રાકૃતિક પથ્થર છે જેને ‘કોલમર બેસાલ્ટ’ કહેવામાં આવે છે. આ ખડક 6 કરોડ વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં જ્વાળામુખી ફાટ્યો હતો તેના લાવામાંથી રચાયો હતો. સાથે જ તેમણે જણાવ્યું કે, યાવતમાલ જિલ્લાનો વાણી વિસ્તાર ભૌગોલિક દૃષ્ટિએ ખૂબ પ્રાચીન છે. આ જ વિસ્તારમાંથી તેમને 20 કરોડ વર્ષ જૂનો સ્ટ્રોમેટોલાઇટ (Stromatolite) અને 60 લાખ વર્ષ જુના શંખના જીવાશ્મ અવશેષો મળી આવ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે, આ સ્તંભ જ્યાંથી મળી આવ્યો છે ત્યાં 6 કરોડ વર્ષ પહોલા ડાયનાસોર અને અન્ય પ્રાણીઓ રહેતા હતા.

નવા મળી આવેલા આ ખડક બાબતે વિગતવાર વાત કરતા તેમણે જણાવ્યું કે, 7 કરોડ વર્ષો પહેલા મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં એક મહાસાગર હતો. પરંતુ 6 કરોડ વર્ષો પહેલા ક્રેટીસીયસ (Cretaceous) સમયગાળાના અંતમાં પૃથ્વી પર ભૂસ્તરશાસ્ત્રીય ઘટનાઓ બનતી હતી. આજના પશ્ચિમી ઘાટમાંથી ગરમ લાવા યવતમાલ જિલ્લા અને મધ્ય વિદર્ભમાં સ્થિત પ્રદેશમાં વહેવા લાગ્યો હતો. જેને ડેક્કન ટ્રેપ (Deccan Traps) તરીકે ઓળખવામાં આવે છે. આ જ્વાળામુખી મધ્ય ભારતમાં 5 લાખ ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયો હતો. અને મહારાષ્ટ્રમાં 80 ટકા ખડકો બેસાલ્ટ ઇગ્નેય ખડકો છે.

AC કયા ટેમ્પરેચર પર ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? જાણો અહીં
IPL ક્રિકેટર રજત પાટીદારની અટકનો ઈતિહાસ જાણો
Plant in pot : કેમ ચંદનના ઝાડને સાપનું ઘર કહેવામાં આવે છે ? જાણો
સ્વપ્ન સંકેત: ગંગા દેખાય કે ગીતા... સપનામાં આ 6 વસ્તુઓ જોવી શુભ છે, મળે છે આ સંકેત
આજનું રાશિફળ તારીખ : 27-04-2025
ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન

મહત્વનું છે કે, આપણા દેશમાં કર્ણાટકનું સેન્ટ મેરી આઈલેન્ડ આ પ્રકારના સ્તંભાકાર બેસાલ્ટ માટે પર્યટક સ્થળ તરીકે પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં યવતમાલ પહેલા મુંબઈ, કોલ્હાપુર અને નાંદેડમાં આ પ્રકારના ખડકો જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો: એવું તો શું થયું કે આ બાળકીનું શરીર બદલાઈ રહ્યું છે પથ્થરમાં, જાણો સમગ્ર વિગત

 

આ પણ વાંચો: Viral Video : શ્વાન અને બકરીના બચ્ચાની મિત્રતાનો આ વીડિયો જોઇ આપ પણ કહેશો વાહ !