એવું તો શું થયું કે આ બાળકીનું શરીર બદલાઈ રહ્યું છે પથ્થરમાં, જાણો સમગ્ર વિગત
5 મહિનાની લેક્સીને આ આનુવંશિક વિકાર લાગુ પડ્યો છે. જેમાં શરીરની અંદરનું માંસ અને કોષો ધીમે ધીમે અદૃશ્ય થવા લાગે છે અને તેની જગ્યાએ હાડકા તેમનું સ્થાન લઈ લે છે.

UK: 5 મહિનાની બાળકીને એવી બીમારી થઈ છે કે, તેનું શરીર સમય સાથે પથ્થર બનવા લાગ્યું છે. આ બાળકીને ફાઈબરોડિસ્પ્લેશિયા ઓસિફિકન્સ પ્રોગ્રેસિવા (FOP) નામની એક દુર્લભ બીમારી થઈ હોવાનું સામે આવ્યું છે. જે 20 લાખ લોકોમાંથી કોઈ એક વ્યક્તિને થાય છે. આ અસાધ્ય રોગને લીધે બાળકી પથ્થર બની રહી છે.
આ દુર્લભ બીમારીથી પીડાતી બાળકીનું નામ લેક્સી છે. લેક્સીને આ આનુવંશિક વિકાર લાગુ પડ્યો છે. જેમાં શરીરની અંદરનું માંસ અને કોષો અદૃશ્ય થવા લાગે છે. શરીરમાં હાડકા આ કોષ અને સ્નાયુઓનું સ્થાન લેવા લાગ્યા છે. આ બાળકીના માતા-પિતા એપ્રિલ મહિનામાં તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા. જ્યાં એક્સ-રે ( X-ray ) કરાવ્યા બાદ સામે આવ્યું કે, લેક્સીના પગ અને અંગુઠામાં ડબલ જોઈન્ટ છે.
ડોક્ટરોએ એમ પણ કહ્યું હતું કે બાળક કદાચ ચાલીને ચાલશે નહીં. માતાપિતાએ ઇન્ટરનેટ પર આ રોગ વિશે ઘણું વાંચ્યું અને ફરીથી પોતાના બાળકને નિષ્ણાત પાસે લઈ ગયા. ત્યાં ડોક્ટર્સ દ્વારા તેના તમામ આનુવંશિક પરીક્ષણો કરવામાં આવ્યા હતા. પરીક્ષણો બાદ સામે આવ્યું કે તેને ફાઈબરોડિસ્પ્લેશિયા ઓસિફિકન્સ પ્રોગ્રેસિવા (Fibrodysplasia Ossificans Progressiva) નામની દુર્લભ બીમારી છે.
લેકસીના માતા-પિતાએ UKના શ્રેષ્ઠ ડોક્ટર્સને કન્સલ્ટ કર્યું તેઓએ પણ નીવેદન આપ્યું કે, તેમણે પોતાની કારકિર્દીમાં આ પ્રકારનો કિસ્સો કયારેય પણ જોયો નથી. આ રોગના પરિણામે શરીરમાં હાડપિંજરની બહાર પણ હાડકાંનો વિકાસ થવા લાગે છે અને તે ધીમે ધીમે સ્નાયુઓ અને કોષોની જગ્યા પર સ્થાન લઈ લે છે. જેના કારણે લેક્સીને ઈન્જેક્શન પણ નથી લગાવી શકાતું. તેણી અન્ય બાળકોની જેમ પોતાના દાંતોનો ઉપયોગ કરવામાં પણ સક્ષમ નહિ રહે.
આ પણ વાંચો: Maharashtra: પાલઘરના ભારત કેમિકલ્સમાં થયો વિસ્ફોટ, ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ