Viral Video : શ્વાન અને બકરીના બચ્ચાની મિત્રતાનો આ વીડિયો જોઇ આપ પણ કહેશો વાહ !
Viral Video : સોશિયલ મીડિયા પર વાયરલ કેટલાક વીડિયો લોકોના દિલ જીતી લે છે ત્યારે શ્વાન બકરીના બચ્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને અનેક લોકોના દિલ જીતી રહ્યો છે.

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા રહે છે. વાયરલ વીડિયોમાં કેટલાક વીડિયો તો એવા હોય છે જે આપણા દિલ જીતી લે છે. ત્યારે અત્યારે બકરીના બચ્ચા અને શ્વાનનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે કે જે લોકોના દિલ જીતી રહ્યો છે. વીડિયોમાં શ્વાન બકરીના બચ્ચાને દૂધ પીવડાવી રહ્યુ છે. વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. અને તેઓ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા યૂઝરે વીડિયો કર્યો શેર
આપને જણાવી દઇએ કે @buitengebieden નામના યૂઝરે આ વીડિયો પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં સોશિયલ મીડિયા યૂઝરે ગુડબાય પણ લખ્યુ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે શ્વાન બોટલથી બકરીના બચ્ચાને દૂધ પીવડાવી રહ્યુ છે. વીડિયોમાં દેખાઇ છે કે શ્વાનના મોઢામાં દૂધની બોટલ છે અને તે બોટલથી તે બકરીના બચ્ચાને દૂધ પીવડાવી રહ્યુ છે. બકરીનું બચ્ચુ ખૂબ આરામથી દૂધ પી રહ્યુ છે.
Good boy.. pic.twitter.com/z0XOBBSmxd
— Buitengebieden (@buitengebieden_) July 3, 2021
હજારો લોકોએ વીડિયોને કર્યો પસંદ
સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતા અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રતિક્રિયા આપતા અન્ય સોશિયલ મીડિયા યૂઝરે લખ્યુ કે આ કમાલ વીડિયો છે, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યુ કે આવા નજારા ખૂબ જ ઓછા જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે આ વીડિયો હજારો લોકો દ્વારા રીટ્વિટ કરાયો છે સાથે જ હજારો લોકોએ આ વીડિયોને લાઇક પણ કર્યો છે. આપને જણાવી દઇએ કે ન માત્ર ટ્વિટર પરંતુ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.