ગામના પાદરેથી વિદેશી ધરતી પર હોટ ફેવરિટ બનેલા દેશી સિંગલ બેડની જાણો વિશેષતા અને કિંમત
દોરડાવાળો સામાન્ય ખાટલો (Single Beds) 1 લાખ રુપિયામાં વેચાઈ છે. તમે પણ વિચારી રહ્યા હશો કે લાખોમાં વેચાતા આ દોરડાના ખાટલામાં શું ખાસ છે. આવો તમને જણાવીએ શું છે આ દેશી ખાટલાની ખાસિયત.
આ ડબલબેડના જમાનમાં ખાટલામાં સુવાની મજા વિસરાતી જાય છે અને ખાસ વાત એ છે કે ઈન્ડિયામાં લોકો ખાટલા વેચી ડબલ બેડ તરફ વળ્યા છે એવામાં વિદેશમાં આ ખાટલાની કિમત એટલી છે કે તમે વિચારી પણ નહીં શકો કે ખરેખર આ ખાટલાને એટલી કિમતમાં વેચવામાં આવે છે, કે તમને એવું થશે કે એવું તો શું વિશેષ છે આમાં? જો વાત કરવામાં આવે આ ખાટલાની તો તાજેતરમાં આ ખાટલાને 1000, 2000,કે 5000 માં નહીં પરંતુ 1 લાખમાં વેચવામાં આવી રહ્યા છે.
અહીં લાખોમાં ખાટલા ઉપલબ્ધ છે
આ ખાટલા અમેરિકન ઓનલાઈન શોપિંગ વેબસાઈટ Etsy પર વેચવામાં આવી રહ્યા છે અને અહિંયા એવા ઘણા બધા દેશી ખાટલા ઉપલબ્ધ છે. વેબસાઈટ દ્વારા આ ખાટલાને આપવામાં આવેલ નામ પણ ખૂબ જ રસપ્રદ છે. કદાચ આ જ કારણ છે કે તેની કિંમત આસમાને પહોંચી છે.
વેબસાઈટે આ દેશી ખાટને ‘ઈન્ડિયન ટ્રેડિશનલ બેડ વેરી બ્યુટીફુલ ડેકોર’ નામ આપ્યું છે. તેના ડિસ્ક્રીપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે તે સંપૂર્ણપણે હેન્ડમેડ છે. તેને બનાવવા માટે શણના દોરડા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આની કિંમતની વાત કરીએ તો આ વેબસાઇટ અનુસાર, તેની કિંમત 1,12,213 રૂપિયા છે.
આ પણ વાંચો: વિદેશ પ્રવાસ દરમિયાન જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તરત જ કરો આ કામ, નહીં તો થશે મોટું નુકસાન
નામને કારણે, લાખોમાં છે કિંમત!
આ ઉપરાંત પણ ઘણા બધા દેશી ખાટલા આ વેબસાઈટ પર વેચવામાં આવી રહ્યા છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આટલી કિમત હોવા છતાં પણ લોકો તેને ખરીદી રહ્યા છે, આ માટે જુઓ આ સાઇટનો સ્ક્રીનશોટ જેમાં માત્ર 4 જ ખાટલા વધ્યા છે. અહિંયા માત્ર એક ખાટલો નથી પરંતુ આવા અનેક દેશી ખાટલા છે જેની કિંમત 70 હજારથી લઈને લાખ સુધીની છે.
આવી સ્થિતિમાં, જો તમે પણ એન્ટિક કોટ્સ ખરીદવા માંગતા હો, તો તમે આ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. જો કે, આ પલંગની કોઈ ચોક્કસ વિશિષ્ટતા નથી. તે માત્ર આપણી પરંપરા છે અને સમય જતાં તેનું સ્થાન ડબલ બેડ અને પલંગ એ લીધું છે. ઉપરાંત, તે હાથથી બનાવવામાં આવે છે, તેથી જ તેની કિંમત આટલી મોટી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…