અમેરિકામાં છેલ્લા 170 વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર મંગળવારે જ કેમ થાય છે ?

અમેરિકામાં છેલ્લા 170 વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણી મંગળવારે જ થાય છે. તેની શરૂઆત 1840ના દાયકામાં થઈ હતી. વર્ષ 1845માં યુએસ કોંગ્રેસે એક કાયદો બનાવ્યો હતો, જેના હેઠળ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નવેમ્બરના પ્રથમ સપ્તાહનો મંગળવાર નક્કી કરવામાં આવ્યો હતો.

અમેરિકામાં છેલ્લા 170 વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર મંગળવારે જ કેમ થાય છે ?
us presidential election
Follow Us:
| Updated on: Oct 23, 2024 | 5:13 PM

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ નજીક છે. રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બરે યોજાશે. એ દિવસ મંગળવાર છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકામાં છેલ્લા 170 વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણી મંગળવારે જ થાય છે. તેની શરૂઆત 1840ના દાયકામાં થઈ હતી. વર્ષ 1845માં યુએસ કોંગ્રેસે એક કાયદો બનાવ્યો હતો, જેના હેઠળ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નવેમ્બરના પ્રથમ સપ્તાહનો મંગળવાર નક્કી કરવામાં આવ્યો હતો.

1845માં ચૂંટણી માટેનો દિવસ નક્કી કરતા પહેલા અમેરિકાના દરેક રાજ્યને કોઈપણ દિવસે ચૂંટણી યોજવાની મંજૂરી આપવામાં આવી હતી. તેઓ તેમની અનુકૂળતા અને સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર ચૂંટણીની તારીખ નક્કી કરી શકતા હતા.

નવેમ્બરમાં મંગળવાર જ કેમ નક્કી કરવામાં આવ્યો ?

1840 પહેલા દેશની સીટો પર અલગ-અલગ દિવસે મતદાન થતું હતું. એ જમાનામાં કોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશનની બહુ સગવડ નહોતી. આવી સ્થિતિમાં એક સીટના મતદાનને કારણે બીજી સીટના વોટિંગ પર અસર પડે કે મતદારોને પ્રભાવિત કરી શકાય તેવો ભય ન હતો. જો કે, 1840 પછી રેલ, રોડ, ટેલિગ્રાફ વગેરે શરૂ થતાં અલગ-અલગ દિવસે મતદાનથી મતદારોને પ્રભાવિત કરી શકાય છે તેવી ભીતિ વધી હતી. આને રોકવા માટે સમાન ચૂંટણીની તારીખની જોગવાઈ કરવામાં આવી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મહિનો અને દિવસ નક્કી કરતી વખતે ઘણા પાસાઓ પર વિચાર કરવામાં આવ્યો અને પછી નિર્ણય લેવામાં આવ્યો કે નવેમ્બર મહિનો ચૂંટણી માટે શ્રેષ્ઠ રહેશે. કારણ કે અમેરિકામાં લગભગ તમામ પાક નવેમ્બર પહેલા લેવામાં આવે છે. એક રીતે ખેડૂતો તેમના કામમાંથી મુક્ત થઈને મતદાન કરવા જઈ શકે છે. ત્યાં સુધી વધારે ઠંડી પણ નથી પડતી. તેથી નવેમ્બર મહિનો ચૂંટણી માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવતો હતો.

જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મહિનો નક્કી કર્યા પછી દિવસ પસંદ કરવાનો વારો આવ્યો, ત્યારે વીક એન્ડ પર ચૂંટણી યોજવાની ચર્ચા થઈ, પરંતુ ઘણા અમેરિકનોને શનિવાર-રવિવારે પ્રવાસ કરવાનું પસંદ નથી. તેથી સપ્તાહના અંતે ચૂંટણી યોજવાનો વિચાર છોડી દેવામાં આવ્યો હતો. રવિવારે વધુ એક સમસ્યા હતી. તે દિવસે મોટાભાગના લોકો ચર્ચમાં જતા હતા.

સોમવારનો દિવસ બાકી એટલા માટે રાખ્યો કે, ત્યારે લાંબા અંતર પર મતદાન મથકો બનાવવામાં આવતા હતા. તેથી મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે લાંબો અંતર કાપવું પડતું હતું. તેથી વીક એન્ડ બાદ મતદારો સોમવારે પ્રવાસ કરીને બીજા દિવસે મત આપી શકે, તેથી મંગળવારે ચૂંટણી યોજવાનું નક્કી કરાયું હતું. ત્યારથી અત્યાર સુધી મંગળવારે જ ચૂંટણી યોજાઈ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">