લોયર, એડવોકેટ અને બેરિસ્ટર વચ્ચે શું છે તફાવત ? જાણો

લોયર, એડવોકેટ અને બેરિસ્ટર આ શબ્દો વારંવાર સાંભળવા મળે છે. પણ શું તમે જાણો છો આ ત્રણેય વચ્ચેનો તફાવત શું છે ? શું આ બધાના કાર્યો અલગ અલગ છે કે એક સમાન ? ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ત્રણેય શબ્દોનો અર્થ શું છે અને આ શબ્દો વચ્ચેનો તફાવત શું છે.

લોયર, એડવોકેટ અને બેરિસ્ટર વચ્ચે શું છે તફાવત ? જાણો
Advocate
Follow Us:
| Updated on: Sep 03, 2024 | 5:48 PM

તમે દરરોજ વકીલાતને લગતા ઘણા શબ્દો સાંભળતા હશો. જેમાંથી વકીલ, બેરિસ્ટર અને એડવોકેટ શબ્દો સૌથી સામાન્ય છે. હવે તમને સવાલ થતો હશે કે શું આ ત્રણેય શબ્દો એક જ છે ? ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ત્રણેય શબ્દોનો અર્થ શું છે અને આ શબ્દો વચ્ચેનો તફાવત શું છે.

લોયર

જે વ્યક્તિએ કાયદાની ડિગ્રી મેળવી હોય તેને લોયર કહી શકાય. જેમકે LLB અથવા LLMની ડિગ્રી મેળવી હોય તેને લોયર કહી શકાય. કોરસ્પોન્ડિંગ કોર્ષ દ્વારા પણ જો કાયદાની ડિગ્રી મેળવી હોય તો તે વ્યકિત લોયર ગણાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ IGNOU માંથી કાયદાની ડિગ્રી મેળવે છે, તો તે લોયર ગણાય છે.

લોયર માત્ર કોઈપણ વ્યક્તિને કાયદાકીય સલાહ આપી શકે છે, કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી. લોયર કોઈપણ લિગલ ફર્મ, લિગલ ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકે છે, પરંતુ કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી. આ ઉપરાંત લોયર કોઈપણ પ્રાઈવેટ કંપનીની લિગલ ટીમમાં કામ કરી શકે છે, પરંતુ કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી.

ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?
Skin Care : ક્યાં વિટામીનની ઉણપને કારણે દાદર થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી
આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે

એડવોકેટ

એડવોકેટ બનવા માટે તમારી પાસે HSC બાદ 5 વર્ષ અથવા તો બેચલર પછી 3 વર્ષની ફુલ ટાઈમ કાયદાની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત એડવોકેટ બનવા માટે તમારે AIBE (All India Bar Examination)ની પરીક્ષા પાસ કરવી પણ જરૂરી છે.

કાયદાનો અભ્યાસ કર્યા બાદ એડવોકેટ કોર્ટમાં વકીલાત કરી શકે છે. એટલે કે, તે કોઈ વ્યકિત માટે કોર્ટમાં કેસ લડી શકે છે. એડવોકેટ એટલે કે, સત્તાવાર વક્તા જેને કોઈના વતી બોલવાનો અધિકાર છે. એડવોકેટનો જે ડ્રેસ છે, તે ફક્ત એડવોકેટ જ પહેરી શકે છે, લોયર પહેરી શકતા નથી.

બેરિસ્ટર

બેરિસ્ટર પણ લોયર જ છે. આ બંને વચ્ચેનો તફાવત એટલો જ છે કે ભારતીય કોલેજોમાંથી કાયદાની ડિગ્રી મેળવનારને લોયર કહેવામાં આવે છે. તો જેમણે ઈંગ્લેન્ડની કોલેજોમાંથી વકીલાતની ડિગ્રી મેળવી છે તેમને બેરિસ્ટર કહેવામાં આવે છે. માત્ર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફરક છે. ભારતના ઘણા મહાન લોકોએ ઈંગ્લેન્ડમાંથી બેરિસ્ટરની પદવી મેળવી છે.

g clip-path="url(#clip0_868_265)">