આધાર DBT લિંક કેવી રીતે કરવું ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આપણા દેશમાં આધાર DBT દ્વારા વિવિધ યોજનાઓની રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ આ માટે તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ અને આધાર બેઝ્ડ DBT પણ એક્ટિવ હોવું જોઈએ, તો જ તમારા પૈસા બેંક ખાતામાં જમા થશે. ત્યારે આધાર DBT લિંક કેવી રીતે કરવું અને આધાર DBT લિંક છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકાય તે અંગે આ લેખમાં જાણીશું.

આધાર DBT લિંક કેવી રીતે કરવું ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
DBT Linking
Follow Us:
| Updated on: Jul 27, 2024 | 4:22 PM

આપણે બધા જાણીએ છીએ કે જો આપણે કોઈપણ પ્રકારની સરકારી યોજનાનો લાભ લેવો હોય, તો તે યોજના હેઠળ પ્રાપ્ત થતી રકમ DBT લિંક્ડ બેંક ખાતામાં જમા થાય છે. એવા ઘણા લોકો છે જેઓ જાણતા નથી કે તેમનું બેંક એકાઉન્ટ DBT લિંક છે કે નહીં. આ સિવાય ઘણા લોકોને DBT લિંક સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેની પણ જાણકારી પણ હોતી નથી. ત્યારે આ લેખમાં અમે તમને ઘરે બેઠા ઓનલાઈન આધાર DBT લિન્કિંગ કેવી રીતે કરી શકો અને DBT લિન્કિંગ છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકાય તે અંગે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીશું.

આપણા દેશમાં આધાર DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા વિવિધ યોજનાઓની રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ આ માટે તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ અને આધાર બેઝ્ડ DBT પણ એક્ટિવ હોવું જોઈએ, તો જ તમારા પૈસા બેંક ખાતામાં જમા થશે. DBT લિંકિંગ જેને NPCI આધાર સીડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આધાર DBT ચેક કરવા માટે તમે તમારા આધાર કાર્ડ નંબર તેમજ તમારા આધાર નંબરમાં આપેલા મોબાઈલ નંબર દ્વારા DBT ચેક કરી શકો છો. તમામ બેંક ખાતાધારકોને તેમના બેંક ખાતામાં આધાર NPCI સીડીંગ કરાવવું જરૂરી છે. જો બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય, તો સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી, જેમ કે એલપીજી ગેસ સબસિડી, મનરેગાનો લાભ, શિષ્યવૃત્તિ, સરકારી યોજનાના ભંડોળ વગેરે તમારા ખાતામાં ટ્રાન્સફર થશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

તેથી તમામ બેંક ખાતાધારકોએ તેમના ખાતાને આધાર સાથે DBT લિંક કરવું જરૂરી છે. અત્યાર સુધી આ પ્રક્રિયા બેંક દ્વારા થતી હતી. પરંતુ હવે ઘરે બેઠા તમે તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક કરવા માટે NPCI પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કરી શકો છો. તમે તમારું બેંક એકાઉન્ટ DBT લિંકિંગ સ્ટેટસ ઓનલાઈન પણ ચેક કરી શકો છો.

DBT લિંકિંગ શું છે ?

NPCI આધાર સીડિંગ એટલે કે DBT લિંકિંગ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા તમારો આધાર નંબર તમારા બેંક ખાતા સાથે લિંક કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી સબસિડી અને અન્ય લાભો સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય. આ પ્રક્રિયા પારદર્શિતા અને અસરકારકતા વધારવા માટે દાખલ કરવામાં આવી છે.

જો તમે પણ તમારા બેંક એકાઉન્ટનું DBT લિંક્ડ એકાઉન્ટ ચેક કરવા માંગતા હો, તો તમે તેને ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો, જેની તમામ માહિતી નીચે વિગતવાર જણાવવામાં આવી છે. જો તમારું એકાઉન્ટ DBT સાથે લિંક નહીં હોય તો સરકારી યોજનાઓના પૈસા તમારા ખાતામાં જમા નહીં થાય.

આધાર સીડીંગ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું ?

  • માય આધારની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
  • હોમ પેજ પર આપેલ લોગ ઈન બટન પર ક્લિક કરો
  • હવે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને OTP દ્વારા લોગ ઈન કરો
  • આ પછી ડેશબોર્ડમાં આપેલા આધાર સીડીંગ સ્ટેટસ બટન પર ક્લિક કરો
  • આ રીતે તમે તમારા આધાર સીડિંગની સ્થિતિ ચકાસી શકો છો

આ સિવાય તમે તમારી બેંકનું આધાર લિંકિંગ સ્ટેટસ પણ ચેક કરી શકો છો. આ માટે તમે તમારી બેંકના ઓનલાઈન બેંકિંગ પોર્ટલ, એપ અથવા ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરી શકો છો. જ્યાં તમને તમારા બેંક એકાઉન્ટમાં લોગ ઇન કરીને આધાર લિંકેજ સ્ટેટસ ચેક કરવાના વિકલ્પો મળી રહેશે.જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ અથવા તમારી બેંકના કસ્ટમર કેર સેન્ટરનો સંપર્ક કરી શકો છો.

DBT આધાર લિંકેજ સ્ટેટસ બતાવે છે કે કઈ યોજનાઓ અને બેંક ખાતાઓ તમારા આધાર નંબર સાથે તમારા નામે લિંક છે. DBT આધાર લિંકેજ સ્ટેટસ ચેક કરવા માટે તમારે તમારા આધાર નંબર અને OTPની જરૂર પડશે. વધુમાં તમારે તમારા બેંક એકાઉન્ટમાં લોગ ઈન કરવા માટે તમારી નેટ બેંકિંગ અથવા એપ્લિકેશન લોગ ઈન વિગતો આપવાની પણ જરૂર પડી શકે છે.

આધાર સીડીંગ ઓનલાઈન કેવી રીતે કરવું ?

  • આ માટે તમારે NPCIની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે
  • ત્યાં ગયા પછી તમારે કન્ઝ્યુમર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી તમારી સામે કેટલાક નવા ઓપ્શન ખુલશે
  • જ્યાં તમારે Bharat Aadhaar Seeding Enabler (BASE)ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે
  • જ્યાં તમારે આધાર નંબર, બેંકનું નામ અને એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે અને સીડીંગ ઇન સીડીંગ એન્ડ ડી-સીડીંગના વિકલ્પ પર ક્લિક કરો
  • આ પછી તમારે નીચે આપેલી માહિતી વાંચીને ટિક કરવાનું રહેશે
  • આ પછી તમારે કેપ્ચા એન્ટર કરવાનો રહેશે અને Proceed પર ક્લિક કરવું પડશે
  • આ પછી તમારી વિનંતી NPCI થી સીધી તમારી બેંકને મોકલવામાં આવશે, ત્યાર બાદ આધાર સીડીંગ થઈ જશે.

બેંક શાખા દ્વારા આધાર સીડીંગ

તમારી નજીકની બેંક શાખાની મુલાકાત લો જ્યાં તમારું ખાતું છે અને DBT લિંકિંગ વિશે માહિતી મેળવો. બેંક શાખામાં ઉપલબ્ધ આધાર-બેંક લિંકેજ ફોર્મ મેળવો અને તેને કાળજીપૂર્વક ભરો. ફોર્મમાં તમારો આધાર નંબર, ખાતાની વિગત અને અન્ય જરૂરી માહિતી ભરીને બેંક કર્મચારીને સબમિટ કરો. ત્યાર બાદ બેંક કર્મચારી તમારા દસ્તાવેજો તપાસશે અને તમારા ખાતાને આધાર સાથે લિંક કરશે.

DBT લિંકિંગના ફાયદા

  • આધાર DBT લિંકિંગનો મુખ્ય ફાયદો એ છે કે તમારે યોજના માટે તમારા બેંક ખાતા માટે અલગ ફોર્મ ભરવાની જરૂર નથી. એકવાર તમે તમારા ખાતા સાથે આધાર લિંક કરી લો પછી તમે તે જ ખાતામાં સીધા જ યોજનાનો લાભ મેળવી શકો છો.
  • આધાર DBT લિંકિંગ કરીને તમે ઝડપથી અને સુરક્ષિત રીતે પૈસા પ્રાપ્ત કરી શકો છો. પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે અને તમારે ચેક અથવા રોકડની રાહ જોવાની જરૂર નથી.
  • DBT લિંકિંગ હોવાથી સરકારી સબસિડી જેવી કે LPG ગેસ સબસિડી, શિષ્યવૃત્તિ, મનરેગાનો લાભ વગેરે સીધા તમારા આધાર-લિંક્ડ બેંક ખાતામાં જમા થાય છે.
  • DBT આધાર લિંકિંગ તમારા એકાઉન્ટની સુરક્ષાને મજબૂત બનાવે છે. આ પ્રક્રિયાથી સરકારી ચૂકવણીમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધે છે, જેનાથી લાભાર્થીઓની ઓળખમાં છેતરપિંડી અને ભૂલોની શક્યતા ઓછી થાય છે.
  • પૈસા સીધા બેંક ખાતામાં જમા થતા હોવાથી સમય અને મહેનતની બચત થાય છે અને વચેટિયાઓની ભૂમિકા દૂર થાય છે. આમ, DBT આધાર લિંકિંગ કરવાના ઘણા ફાયદા છે જે તમને વધુ સગવડ, સુરક્ષા અને નાણાકીય લાભ આપે છે.

આ પણ વાંચો બાંગ્લાદેશ સરકાર સામે અનામત આંદોલન બાદ વધુ એક પડકાર ! જાણો શું છે ઓપરેશન ‘હન્ટ ડાઉન’

g clip-path="url(#clip0_868_265)">