મફતમાં આધાર અપડેટ કરાવવાની તારીખ ફરી લંબાવાઈ, હવે આ તારીખ સુધી મળશે ફ્રી સેવા

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ મફત આધાર અપડેટિંગ સુવિધા માટે સમયમર્યાદા લંબાવી છે. શનિવારે UIDAIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપતી એક પોસ્ટ શેર કરી છે. આવી સ્થિતિમાં યુઝર્સને ભવિષ્યમાં પણ ફ્રી આધાર અપડેટ સર્વિસ મળતી રહેશે.

મફતમાં આધાર અપડેટ કરાવવાની તારીખ ફરી લંબાવાઈ, હવે આ તારીખ સુધી મળશે ફ્રી સેવા
Aadhar Image Credit source: Getty Images
Follow Us:
| Updated on: Sep 14, 2024 | 7:55 PM

આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે. જો તમે હજુ સુધી મફતમાં આધાર અપડેટ નથી કર્યું, તો હવે તમે ભવિષ્યમાં પણ આ સેવાનો લાભ લઈ શકો છો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ મફત આધાર અપડેટિંગ સુવિધા માટે સમયમર્યાદા લંબાવી છે. શનિવારે UIDAIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપતી એક પોસ્ટ શેર કરી છે. આવી સ્થિતિમાં યુઝર્સને ભવિષ્યમાં પણ ફ્રી આધાર અપડેટ સર્વિસ મળતી રહેશે.

અંતિમ તારીખ 14 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે

UIDAI એ શનિવારે માહિતી આપી હતી કે 14 સપ્ટેમ્બર, 2024ના રોજ સમાપ્ત થતા મફત આધાર અપડેટની સમયમર્યાદા હવે 3 મહિના સુધી લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં તમે 14 ડિસેમ્બર, 2024 સુધી આ સેવાનો લાભ મેળવી શકો છો. UIDAIએ તમામ આધાર કાર્ડ ધારકોને તેમના 10 વર્ષ કે તેથી વધુ જૂના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવાની સલાહ આપી હતી.

આ માટે સંસ્થાએ મફત આધાર અપડેટ કરવાની સુવિધા શરૂ કરી હતી, જેની સમયમર્યાદા ભૂતકાળમાં ઘણી વખત લંબાવવામાં આવી છે. UIDAI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મફતમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવવાની માહિતી શેર કરી છે. હવે 14મી સપ્ટેમ્બરના બદલે 14મી ડિસેમ્બર સુધી આ સુવિધાનો લાભ લઈ શકાશે.

એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો
Green Spinach : ગ્રીન પાલક પોષક તત્વોનો છે ખજાનો, જાણો કેટલા હોય છે વિટામીન
રોટલી વધારે બની ગઈ છે ? બનાવો રોટલીની સ્વાદિષ્ટ કટલેટ
આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ

સુવિધા માત્ર ઓનલાઈન અપડેટ પર જ મળશે

નોંધનીય છે કે UIDAIએ યુઝર્સને જાણ કરી છે કે મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા માત્ર ઓનલાઈન માટે જ છે. આવી સ્થિતિમાં તમે My Aadhaar પોર્ટલ અથવા UIDAI ની સત્તાવાર વેબસાઇટ દ્વારા મફતમાં આધાર અપડેટ કરી શકો છો. તો આધાર કેન્દ્ર પર આધાર અપડેટ કરવા પર મફત આધારની સુવિધા મળશે નહીં. તમને જણાવી દઈએ કે બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માટે તમારે આધાર કેન્દ્ર પર જવું જરૂરી છે.

આ રીતે મફતમાં આધાર અપડેટ કરો

  • આધારને મફતમાં અપડેટ કરવા માટે, પહેલા UIDAI વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ
  • હોમપેજ પર માય આધાર પોર્ટલ પર જાઓ, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને લોગિન કરો
  • તમારી વિગતો તપાસો અને જો બધી વિગતો સાચી હોય તો પછીના બોક્સ પર ટિક કરો
  • જો તમારી માહિતી ખોટી હોય તો ડ્રોપ-ડાઉન મેનૂ પર જાઓ અને તમારા ઓળખ દસ્તાવેજો પસંદ કરો
  • આ પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે
  • છેલ્લે તમને 14 અંકનો URN નંબર મળશે, જેના દ્વારા તમે આધાર અપડેટ કરવાની પ્રક્રિયાને ટ્રેક કરી શકો છો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">