દિલ્હીનો લાલ કિલ્લો પહેલા હતો સફેદ, જાણો કેવી રીતે બદલાયો રંગ

લાલ કિલ્લો જોવા માટે દેશ જ નહીં વિદેશથી પણ લોકો આવતા હોય છે. પરંતુ આ ઐતિહાસિક સ્થળ સાથે સંકળાયેલો ઇતિહાસ કે તેના રસપ્રદ તથ્યો વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. આજે આ લેખમાં અમે તમને દિલ્હીના લાલ કિલ્લા વિશે કેટલીક અજાણી અને રસપ્રદ વાતો જણાવીશું, જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોવ.

દિલ્હીનો લાલ કિલ્લો પહેલા હતો સફેદ, જાણો કેવી રીતે બદલાયો રંગ
Red Fort
Follow Us:
| Updated on: Aug 15, 2024 | 7:51 PM

લાલ કિલ્લો ભારતના ઐતિહાસિક કિલ્લાઓમાંનો એક છે. લાલ કિલ્લાને ભારતના પ્રવાસીઓ માટે સૌથી આકર્ષક પર્યટન સ્થળ માનવામાં આવે છે. લાલ કિલ્લો જોવા માટે દેશ જ નહીં વિદેશથી પણ લોકો આવે છે. જે લોકો આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવા આવે છે, તેમાંથી મોટાભાગના લોકો તે સ્થાન સાથે સંબંધિત ઇતિહાસ અને રસપ્રદ તથ્યો વિશે જાણતા નથી. આજે આ લેખમાં અમે તમને દિલ્હીના લાલ કિલ્લા વિશે કેટલીક અજાણી અને રસપ્રદ વાતો જણાવીશું, જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોવ.

લાલ કિલ્લો બનાવવામાં લાગ્યા હતા 10 વર્ષ

ઉલ્લેખનીય છે કે, લાલ કિલ્લાને બનાવવામાં 10 વર્ષ લાગ્યા હતા એટલે કે આ કિલ્લાના નિર્માણમાં એક દાયકા જેટલો સમય લાગ્યો હતો. આ કિલ્લાનું નિર્માણ કાર્ય 1638માં શરૂ થયું હતું, જે વર્ષ 1648માં પૂર્ણ થયું હતું. આટલો સમય થવાનું કારણ પણ વાજબી છે, કારણ કે તે સમયે આજના જેવા મશીનો નહોતા અને સામગ્રી પણ મર્યાદિત હતી. તેને બનાવવામાં આટલો સમય લાગ્યો હોવા છતાં તે આજે પણ અડિખમ રીતે ઉભો છે.

મુઘલ સમ્રાટ શાહજહાંએ આ કિલ્લાની શાહી ડિઝાઇન બનાવવા માટે ઉસ્તાદ અહમદ લાહૌરીની પસંદગી કરી હતી, લાહૌરીએ આગ્રા સ્થિત તાજમહેલને પણ ડિઝાઈન કર્યો હતો અને મુઘલ કાળના પ્રખ્યાત આર્કિટેક્ટ હતા. પોતાના નામની જેમ જ ઉસ્તાદ અહેમદ પણ પોતાની કલ્પના શક્તિથી ભવ્ય ઈમારતો બનાવવામાં નિષ્ણાત હતા. તેમણે લાલ કિલ્લાના નિર્માણમાં તેમની તમામ સમજદારી અને કલ્પનાનો ઉપયોગ કર્યો અને તેને ખૂબ જ સુંદર અને ભવ્ય દેખાવ આપ્યો. આ જ કારણ છે કે લાલ કિલ્લાના નિર્માણના આટલા વર્ષો પછી પણ આ કિલ્લો તેની વિશાળતા અને સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતો છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

લાલ કિલ્લો એક સમયે હતો સફેદ કિલ્લો

બધા જાણે છે કે દિલ્હીનો લાલ કિલ્લો લાલ રંગનો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લાલ કિલ્લો એક સમયે સફેદ રંગનો હતો. લાલ કિલ્લાનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ કરાવ્યું હતું. ઈતિહાસમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે લાલ કિલ્લાનો રંગ એક સમયે સફેદ હતો. યમુના નદીના કિનારે બાંધવામાં આવેલા અષ્ટકોણ આકારના લાલ કિલ્લા પર 1856 સુધી એટલે કે લગભગ 200 વર્ષ સુધી મુઘલ વંશના સમ્રાટોનું શાસન હતું.

મુઘલ સલ્તનતના પતન પછી અંગ્રેજોએ આ કિલ્લામાં આર્મી હેડ ક્વાર્ટર બનાવ્યું હતું. અંગ્રેજોના નિયંત્રણમાં આવ્યા બાદ અંગ્રેજોએ કિલ્લામાં રાખેલો માલસામાન પણ લૂંટી લીધો હતો. કોહિનૂર હીરાને પણ અંગ્રેજોએ છીનવી લીધો હતો. આ હીરો શાહજહાં જે સિંહાસન પર બેસતા હતા તેમાં જડેલો હતો, કોહિનૂર સાથે લગાવેલું આ સિંહાસન ‘દીવાન-એ-ખાસ’નો એક ભાગ હતું. લાલ કિલ્લો મુઘલ કાળના સ્થાપત્ય, સર્જનાત્મકતા અને સુંદરતાનું અનોખું ઉદાહરણ છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર, આ ઐતિહાસિક ઈમારતના કેટલાક ભાગો ચૂનાના પથ્થરથી બનેલા હતા. જ્યારે તેમાં રહેલા સફેદ પથ્થરો ખરાબ થવા લાગ્યા એટલે સફેદ રંગ ફિક્કો પડવા લાગ્યો હતો અને કિલ્લાની સુંદરતા પર ઘણી હદે અસર થવા લાગી હતી. જેના કારણે અંગ્રેજોએ તેને લાલ રંગ કર્યો હતો. જેના કારણે તેને લાલ કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. જો કે આજે પણ મોટાભાગના લોકો માને છે કે આ કિલ્લો લાલ રંગનો છે, પરંતુ તેની વાસ્તવિકતા તેના લાલ રંગની નીચે છુપાયેલી છે.

આઝાદી બાદ ભારતીય સેનાએ કિલ્લા પર મેળવ્યો કબજો

લાલ કિલ્લાની અંદર મહેલો, મનોરંજન હોલ, શાહી ડાયનિંગ એરિયા, સ્નાનાગાર, ઇન્ડોર નહેરો, બગીચા અને મસ્જિદનો સમાવેશ થાય છે. સંકુલની અંદરની સૌથી પ્રખ્યાત રચનાઓમાં દિવાન-એ-આમ અને દિવાન-એ-ખાસનો સમાવેશ થાય છે, જે મોટાભાગની મુઘલ યુગની ઇમારતોમાં જોવા મળે છે. તો બિલ્ડિંગના બે મુખ્ય પ્રવેશદ્વાર લાહોરી ગેટ અને દિલ્હી ગેટ છે. લાહોરી ગેટ કિલ્લાનો મુખ્ય પ્રવેશદ્વાર છે, જ્યારે દિલ્હી ગેટ ઇમારતના દક્ષિણ છેડે આવેલો સાર્વજનિક પ્રવેશદ્વાર છે. લાલ કિલ્લાની ઊંચાઈ 75 ફૂટ છે.

1947માં ભારતને આઝાદી મળ્યા બાદ ભારતીય સેનાએ આ કિલ્લા પર કબજો મેળવ્યો હતો. ત્યાર બાદ તે સેનાનું કાર્યકાળ બન્યું હતું. 22 ડિસેમ્બર 2003ના રોજ લાલ કિલ્લો ભારતીય સેના દ્વારા પ્રવાસન વિભાગને સોંપવામાં આવ્યો હતો. 2007માં લાલ કિલ્લાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 1959 હેઠળ તેને મહત્વનું સ્મારક પણ જાહેર કરવામાં આવ્યું છે અને હવે તેનું સંચાલન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવે છે. લાલ કિલ્લામાં હવે સંગ્રહાલય છે, જે વિવિધ ઐતિહાસિક કલાકૃતિઓ પ્રદર્શિત કરે છે. તેમાં સુભાષ ચંદ્ર બોઝ મ્યુઝિયમ, 1857 મ્યુઝિયમ, યાદ-એ-જલિયાં, વિઝ્યુઅલ આર્ટ અને આઝાદી કે દિવાનેનો સમાવેશ થાય છે.

લાલ કિલ્લામાં ઉચ્ચ કક્ષાની કલા અને અદભૂત કાર્યશૈલી જોવા મળે છે. અહીંની કલાકૃતિઓ પર્શિયન, યુરોપિયન અને ભારતીય કલાનું સંશ્લેષણ છે, જેનું પરિણામ આગવી અને અનોખી શાહજહાની શૈલી હતી. આ શૈલી રંગ, અભિવ્યક્તિ અને સ્વરૂપમાં ઉત્તમ છે. લાલ કિલ્લો એ દિલ્હીનું એક મહત્વપૂર્ણ ઇમારત સંકુલ છે, જેમાં ભારતીય ઇતિહાસ અને તેની કળાઓનો સમાવેશ થાય છે. લાલ કિલ્લો સ્થાપત્ય પ્રતિભા અને શક્તિનું પ્રતીક છે.

આ કિલ્લાનું અસલી નામ શું હતું ?

લાલ કિલ્લાને શરૂઆતથી લાલ કિલ્લો નામ આપવામાં આવ્યું ન હતું. આ કિલ્લો પહેલા ‘કિલા-એ-મુબારક’ તરીકે ઓળખાતો હતો. ઈતિહાસમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે શાહજહાંએ પોતાની રાજધાની આગરાથી દિલ્હી ખસેડી ત્યારે આ કિલ્લો બનાવ્યો હતો. તે સમયે આ કિલ્લાનું નામ કિલા-એ-મુબારક હતું, બાદમાં તેનું નામ બદલીને લાલ કિલ્લો કરવામાં આવ્યું. લાલ કિલ્લાની અંદર દિવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ, મોતી મસ્જિદ, મયૂર સિંહાસન જેવી ઘણી સુંદર ઇમારતો છે.

દર વર્ષે સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન ફરકાવે છે રાષ્ટ્રધ્વજ

15 ઓગસ્ટ, 1947ની રાત્રે લાલ કિલ્લા પરથી પ્રથમ વખત દેશની આઝાદીની ઘોષણા કરવામાં આવી હતી. જવાહરલાલ નેહરુની આ જાહેરાતથી આખો દેશ ઉત્સાહિત થઈ ગયો અને લાલ કિલ્લો તેનો સાક્ષી હતો. 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ લાહોરી ગેટ પર ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. આ કિલ્લો દેશમાં આઝાદીનું મજબૂત પ્રતિક ગણાય છે. પરંપરા મુજબ વડાપ્રધાન દર વર્ષે સ્વતંત્રતા દિવસે અહીંથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે. લાલ કિલ્લો દેશના ગૌરવ અને સ્વતંત્રતાનું પ્રતિક છે.

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">