મ્યાનમાર-થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પાછળનું કારણ આ ફોલ્ટ છે, જાણો કેવી રીતે સર્જાઈ વિનાશની સ્થિતિ

|

Mar 28, 2025 | 7:20 PM

Myanmar-Thailand Earthquake : મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપે થાઇલેન્ડની રાજધાની બેંગકોક સુધી તબાહી મચાવી છે. 28 માર્ચે, મ્યાનમારમાં 7.7 અને 6.4 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા, જેનું કેન્દ્રબિંદુ શહેરથી માત્ર 16 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં સાગાઈંગ નજીક હતું. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે મ્યાનમારમાં ભૂકંપનું કારણ શું છે? સરળ ભાષામાં કારણ સમજો.

મ્યાનમાર-થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પાછળનું કારણ આ ફોલ્ટ છે, જાણો કેવી રીતે સર્જાઈ વિનાશની સ્થિતિ

Follow us on

મ્યાનમાર અને થાઇલેન્ડની રાજધાની બેંગકોક ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. અહેવાલ મુજબ, 28 માર્ચે, મ્યાનમારમાં 7.7 અને 6.4 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા, જેનું કેન્દ્ર સાગાઇંગ શહેરથી માત્ર 16 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં સાગાઇંગ નજીક સ્થિત હતું. ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર નોંધાઈ હતી અને તેના આંચકા થાઈલેન્ડના બેંગકોક સુધી અનુભવાયા હતા, જેના કારણે લોકો ગભરાઈને રસ્તા પર નીકળી આવ્યા હતા.

ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમાર હોવાનું કહેવાય છે. ભૂકંપથી થયેલા નુકસાનની માહિતી હજુ સુધી મળી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા ફોટા અને વીડિયો તેની તીવ્રતા દર્શાવે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે મ્યાનમારમાં ભૂકંપનું કારણ શું છે?

ભૂકંપ કેમ આવે છે?

મ્યાનમારમાં ભૂકંપ પાછળનું કારણ જાણવા માટે, આપણે પહેલા સમજવું જોઈએ કે ભૂકંપ શા માટે આવે છે. પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર ટકેલ છે. આ પ્લેટો ધીમે ધીમે આગળ વધે છે, પરંતુ જ્યારે તેઓ એકબીજા સાથે અથડાય છે અથવા એક બીજાની ઉપર કે નીચે સરકે છે, ત્યારે મુક્ત થતી ઊર્જા ભૂકંપના તરંગો ઉત્પન્ન કરે છે. આ તરંગો ભૂકંપનું કારણ બને છે.

આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?

મ્યાનમારમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર સાગાઈંગ હતું. ભૂકંપની દ્રષ્ટિએ આ સ્થળ ખૂબ જ સંવેદનશીલ છે. આ એવી જગ્યાએ છે, જ્યાં ભારત અને બર્માની ટેક્ટોનિક પ્લેટોની સીમા આવેલી છે. ફોલ્ટ લાઇન લગભગ 1200 કિલોમીટર લાંબી છે. આ જ કારણ છે કે મ્યાનમારમાં ભૂકંપનો લાંબો ઇતિહાસ રહ્યો છે. અવારનવાર ત્યાં ભૂકંપ આવતા રહે છે. સાગાઈંગમાં ટેક્ટોનિક પ્લેટોની સતત હિલચાલ ચાલુ રહે છે, પરંતુ આ વખતે ભૂકંપની તીવ્રતા વધુ રહી છે. ગગનચૂંબી ઇમારતો ધરાશાયી થવાના અને માર્ગ વ્યવહારના પુલો તૂટી પડવાના વીડિયો પણ સોશિયલ મીડિયા થકી સામે આવ્યા છે.

 ધરતીકંપનો વિનાશ

ભૂકંપથી થયેલા જાનમાલને નુકસાનનો સંપૂર્ણ અહેવાલ હજુ આવવાનો બાકી છે, પરંતુ નિષ્ણાતોએ સંભાવના વ્યક્ત કરી છે જ્યાં ભૂકંપ આવ્યો તે સ્થળ ફોલ્ટ લાઇનની ઉપર હોવાથી જાનમાલને નુકસાન વધુ થશે. જો તમે ઇતિહાસના પાના ફેરવશો તો તમને ખબર પડશે કે અહીં અગાઉ પણ 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ1946માં આવ્યો હતો. ત્યારબાદ 2012માં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપ સમયે ટેક્ટોનિક પ્લેટ કેટલી ખસે છે ?

વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા એ પણ શોધવાનો પ્રયાસ કર્યો છે કે ધરતીકંપનું કારણ બને છે તે પૃથ્વીની નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટ કેટલી ખસી જાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દર વર્ષે પ્લેટોમાં હલનચલન થાય છે. તે એક વર્ષમાં 11 મીમી થી 18 મીમી ખસે છે.

ખતરો કેટલો વધશે તે ચોક્કસ કહી શકાય નહીં. આનું કારણ એ છે કે પ્લેટો પરનો તણાવ સમય સાથે વધે છે. જ્યારે આ તણાવ અચાનક મુક્ત થાય છે, ત્યારે ભૂકંપ આવે છે. નિષ્ણાતો કહે છે કે દર વર્ષે 18 મીમી સુધીનો ફેરફાર એક મોટી હિલચાલ લાવે છે. આનો અર્થ એ થાય કે ઘણી બધી ઉર્જા સંગ્રહિત થાય છે, ઉર્જા ભૂકંપના તરંગોના સ્વરૂપમાં મુક્ત થઈ શકે છે અને મોટો ભૂકંપ આવે છે. મ્યાનમારમાં પણ કંઈક આવું જ બન્યું.

ભૂકંપને લગતા અન્ય સમાચાર જાણવા માટે આપ અમારા ભૂકંપ ટોપિક પર ક્લિક કરો. 

Next Article