New York News : ન્યૂયોર્કમાં વરસાદને કારણે આવ્યું પૂર, શહેરમાં લગાવવામાં આવી ઈમરજન્સી, જુઓ Video
Flood In New York: ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે શહેરમાં અચાનક આવેલા પૂરને કારણે કટોકટીની સ્થિતિ લાદી દીધી છે. તંત્રએ લોકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર મુસાફરી ન કરવા જણાવ્યું છે. નેશનલ વેધર સર્વિસના હવામાનશાસ્ત્રી ડોમિનિક રામુન્નીએ કહ્યું કે મેટ્રોની આસપાસની સ્થિતિ અત્યંત જોખમી છે. અહીં ખૂબ વરસાદ પડી રહ્યો છે.
ભારે વરસાદને કારણે અચાનક આવેલા પૂર બાદ, શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્કમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પૂરના કારણે શહેરના માર્ગો અને રાજમાર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સંપૂર્ણપણે પડી ભાંગી છે.
નેશનલ વેધર સર્વિસે શુક્રવાર સવાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં 2 ઇંચ (5.08 સે.મી.) થી વધુ વરસાદની જાણ કરી છે. જો કે આગામી થોડા કલાકોમાં વધુ 2 ઈંચ વરસાદ પડવાની સંભાવના છે.
ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલે કટોકટીની સ્થિતિ જાહેર કરી
ગવર્નર કેથી હોચુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર કટોકટીની સ્થિતિ જાહેર કરી. તેણીએ કહ્યું, “હું સમગ્ર પ્રદેશમાં થઈ રહેલા વરસાદને કારણે ન્યુ યોર્ક સિટી, લોંગ આઇલેન્ડ અને હડસન વેલીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી રહી છું. કૃપા કરીને સુરક્ષિત રહેવા માટે પગલાં લો અને યાદ રાખો કે ક્યારેય પૂરવાળા રસ્તાઓમાંથી મુસાફરી ન કરો.”
I am declaring a State of Emergency across New York City, Long Island, and the Hudson Valley due to the extreme rainfall we’re seeing throughout the region.
Please take steps to stay safe and remember to never attempt to travel on flooded roads.
— Governor Kathy Hochul (@GovKathyHochul) September 29, 2023
કેથી હોચુલે ન્યુ યોર્કવાસીઓને હવામાન અપડેટ્સ અને સમયપત્રક તપાસવા અને સાવચેતી રાખવા વિનંતી કરી.
એક એરપોર્ટ ટર્મિનલ બંધ
ન્યૂ યોર્ક સિટીની સબવે સિસ્ટમ પૂરને કારણે અટકી ગઈ હતી અને લાગાર્ડિયા એરપોર્ટ પરનું એક ટર્મિનલ પણ બંધ કરવામાં આવ્યું હતું. સબવે વિભાગે એક નિવેદન બહાર પાડીને શહેરના રહેવાસીઓને મર્યાદિત ટ્રેન કનેક્ટિવિટીની ચેતવણી આપી હતી.
A state of emergency as major floods due to extreme rains afflicted Williamsburg, Brooklyn, New York City. pic.twitter.com/UjmASSux9E
— Aldrich (@observer888888) September 29, 2023
ન્યૂયોર્કના લોકોને મોકલવામાં આવ્યો હતો ઈમરજન્સી મેસેજ
એક રિપોર્ટ અનુસાર નેશનલ વેધર સર્વિસના હવામાનશાસ્ત્રી ડોમિનિક રામુન્નીએ કહ્યું કે મેટ્રોની આસપાસની સ્થિતિ અત્યંત જોખમી છે. અહીં ખૂબ વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાંચો : Toronto News: વાહનની ટક્કરથી 10 વર્ષની બાળકીનું મોત, પોલીસ કરી રહી છે તપાસ
અગાઉ, શુક્રવારે બપોરે કેટલાક ન્યૂ યોર્કવાસીઓના ફોન પર ફ્લેશ પૂરની ચેતવણી જાહેર કરતી ઇમરજન્સી એલર્ટ મોકલવામાં આવી હતી. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “આ એક ખતરનાક સ્થિતિ છે. આવી સ્થિતિમાં મુસાફરી કરવાનું ટાળો.”
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો