AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New York News : ન્યૂયોર્કમાં મોટો અકસ્માત, કોન્સર્ટ માટે વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી જતા 2ના મોત, 40થી વધુ ઘાયલ

ન્યુ યોર્ક સ્ટેટ પોલીસ લેફ્ટનન્ટ કર્નલ રિચાર્ડ એલએ જણાવ્યુ હતુ કે કોમર્શિયલ બસમાં ફાર્મિંગડેલ હાઈસ્કૂલના 40 વિદ્યાર્થીઓ અને ચાર પુખ્ત વયના લોકો હતા, જેમાં મૃત્યુ પામેલા બે લોકોની ઓળખ 43 વર્ષીય જીના પેલેટિયર અને 77 વર્ષીય બીટ્રિસ ફેરારી તરીકે કરી હતી. આ સાથે ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા . ત્યારે આ ઘટનાને લઈને ન્યૂયોર્ક ગવર્નરે પણ ચીંતા વ્યક્ત કરી હતી

New York News : ન્યૂયોર્કમાં મોટો અકસ્માત, કોન્સર્ટ માટે વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી જતા 2ના મોત, 40થી વધુ ઘાયલ
Major accident in New York
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 11:36 AM
Share

ન્યૂયોર્ક સિટીથી લગભગ 75 માઈલ ઉત્તરે આવેલા ઓરેન્જ કાઉન્ટીમાં ઈન્ટરસ્ટેટ 84 પર બેન્ડ કેમ્પના કાર્યક્રમ માટે જતી બસ પલટી જતાં ઓછામાં બે વ્યક્તિના મોત થયા છે જેમાં ઓછામાં ઓછા 48 વિદ્યાર્થીઓ ઘાયલ થયા ગયા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ ઘટના એટલી ભયાનક હતી કે તે અકસ્માતને જોનારા લોકો પણ દંગ રહી ગયા હતા.

ન્યુ યોર્કમાં મોટો અકસ્માત

ન્યુ યોર્ક સ્ટેટ પોલીસ લેફ્ટનન્ટ કર્નલ રિચાર્ડ એલએ જણાવ્યુ હતુ કે કોમર્શિયલ બસમાં ફાર્મિંગડેલ હાઈસ્કૂલના 40 વિદ્યાર્થીઓ અને ચાર પુખ્ત વયના લોકો હતા, જેમાં મૃત્યુ પામેલા બે લોકોની ઓળખ 43 વર્ષીય જીના પેલેટિયર અને 77 વર્ષીય બીટ્રિસ ફેરારી તરીકે કરી હતી. આ સાથે ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, એમ એમ્પ્રેસ ઇએમએસના વાઇસ પ્રેસિડેન્ટ અને સીઓઓ ડેનિયલ મિનર્વાએ જણાવ્યું હતું.

કોન્સર્ટમાં જતી બસનો સર્જાયો અકસ્માત, 2ના મોત

મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં ડઝનબંધ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.હાઈસ્કૂલના પ્રવક્તાએ પુષ્ટિ કરી હતી કે બસ લોંગ આઈલેન્ડ પર ફાર્મિંગડેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને બેન્ડ કેમ્પ માટેના કોન્સર્ટમાં લઈ જઈ રહી હતી. શાળાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બસ ગ્રીલી, પેન્સિલવેનિયા તરફ જતી હતી.

ફાર્મિંગડેલ હાઈસ્કૂલના પ્રવક્તા જેક મેન્ડલિંગરે સીએનએનને જણાવ્યું હતું કે, “અમને જાણ કરવામાં આવી હતી કે બેન્ડ કેમ્પ માટે ગ્રીલી, PA તરફ જતી બસનો ભંયકર અકસ્માત થયો છે.” “પોલીસ તેમજ જિલ્લા વહીવટીતંત્ર ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પહોચ્યું હતુ “

ન્યૂ યોર્કના ગવર્નરે ચીંતા વ્યક્ત કરી

ગુરુવારે બપોરે એક નિવેદનમાં, ફાર્મિંગડેલ સ્કૂલ ડિસ્ટ્રિક્ટે જણાવ્યું હતું કે બસ પેન્સિલવેનિયામાં બેન્ડ કેમ્પ પ્રોગ્રામ માટે જતી છ બસમાંથી એક હતી.પોલીસ ગુરુવારે સાંજે બસ અકસ્માત અંગે નિવેદન બહાર પાડ્યુ હતુ. શાળાના પ્રવક્તાએ જણાવ્યું કે બસ બેન્ડ કેમ્પ કોન્સર્ટ માટે જઈ રહી હતી.

એરિયલ તસવીરો પૂર્વ અને પશ્ચિમ તરફના રસ્તાઓ વચ્ચે, જંગલની વચ્ચે પેસેન્જર બસ અકસ્માતના કારણે ખાબકી હતી. અકસ્માત સ્થળ પર ઇમરજન્સી કર્મચારીઓ જોઇ શકાય છે અને હાઇવે પર મેડિકલ હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યું હતું. રાજ્ય પોલીસે જણાવ્યું હતું કે I-84 એક્ઝિટ 15A પર બંધ કરવામાં આવ્યું હતું, અને ઉમેર્યું હતું કે “ઇન્ટરસ્ટેટ 84 વેસ્ટબાઉન્ડ કેટલાક કલાકો સુધી બંધ રહેવાની ધારણા છે.”

ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે તેમને આ ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી અને ન્યૂ યોર્ક સ્ટેટ પોલીસ અને ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટી એન્ડ ઇમરજન્સી સર્વિસિસના સભ્યો ઘટનાસ્થળે પ્રતિસાદ ટીમોને મદદ કરી રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">