Toronto News: વાહનની ટક્કરથી 10 વર્ષની બાળકીનું મોત, પોલીસ કરી રહી છે તપાસ
Toronto News: થોર્નહિલમાં (Thornhill) બાળકીને એક વાહને ટક્કર મારી હતી. આ અકસ્માત સાંજે સાડા પાંચ વાગ્યે થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ સ્ટીલ્સ એવન્યુ વેસ્ટ અને બાથર્સ્ટ સ્ટ્રીટ ખાતે મુલેન ડ્રાઈવ પર એક કોમર્શિયલ વાહને બાળકીને ટક્કર મારી હતી. આ ઘટનામાં બાળકીનું મૃત્યુ થયું છે. યોર્ક રિજન પોલીસના જણાવ્યા મુજબ વાહનનો ડ્રાઈવર યુવતીને વાહન સાથે અથડાયા બાદ ઘટનાસ્થળે જ ઊભો રહ્યો હતો.
Toronto News: ટોરોન્ટો (Toronto) નજીક એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષની બાળકીનું મોત થયું હતું. એવું કહેવાય છે કે થોર્નહિલમાં (Thornhill) બાળકીને એક વાહને ટક્કર મારી હતી. આ અકસ્માત સાંજે સાડા પાંચ વાગ્યે થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ સ્ટીલ્સ એવન્યુ વેસ્ટ અને બાથર્સ્ટ સ્ટ્રીટ ખાતે મુલેન ડ્રાઈવ પર એક કોમર્શિયલ વાહને બાળકીને ટક્કર મારી હતી.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પીડિતને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. યોર્ક રિજન પોલીસના જણાવ્યા મુજબ વાહનનો ડ્રાઈવર યુવતીને વાહન સાથે અથડાયા બાદ ઘટનાસ્થળે જ ઊભો રહ્યો હતો.
પોલીસ કરી રહી છે તપાસ
પરંતુ જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું કે શું તે ડિલિવરી વાન હતી જેણે બાળકીને ટક્કર મારી હતી, તો પોલીસે સ્પષ્ટપણે કંઈ કહ્યું ન હતું. પોલીસે માત્ર એટલું જ કહ્યું હતું કે અકસ્માતમાં કોમર્શિયલ વાહન સામેલ હતું. મીડિયા સાથે વાત કરતા સ્ટાફ સાર્જન્ટ સ્ટીફન યાને કહ્યું કે, આ સમયે તેમની પાસે અકસ્માતમાં સામેલ વાહન કે ડ્રાઈવરની સંપૂર્ણ વિગતો નથી. તેમને કહ્યું કે વધુ તપાસ બાદ જ આરોપી ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
As a parent, there are no words to express my sadness and condolences for the family and friends of the 10-year-old girl tragically struck and killed in Vaughan tonight. You are all in my prayers. https://t.co/2Ralih80Zm
— Doug Ford (@fordnation) September 28, 2023
(Tweet: Doug Ford twitter)
અકસ્માતની માહિતી મળતાં જ પ્રીમિયર ડગ ફોર્ડે પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો. ફોર્ડે લખ્યું, માતા-પિતા તરીકે, પીડિત છોકરીના પરિવાર અને મિત્રો પ્રત્યે દુઃખ અને સંવેદના વ્યક્ત કરવા માટે તેમની પાસે શબ્દો નથી. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના તમારા બધાની સાથે છે.
આ પણ વાંચો: Pakistan News: બલૂચિસ્તાનમાં મોટો વિસ્ફોટ, 50થી વધુ લોકોના મોત, 30 ઘાયલ
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો