Greece Forest Fire: ગ્રીસના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે સર્જાયો વિનાશ, ન્યૂયોર્ક કરતા પણ મોટો વિસ્તાર બળીને થઈ ગયો ખાખ

ગ્રીસના (Greece Forest Fire) વિવિધ પ્રાંતોમાં આગ તબાહી મચાવી રહી છે. તોફાની પવનો વચ્ચે ગ્રીસના લોકો જંગલની આગ સામે લડી રહ્યા છે. આ દરમિયાન યુરોપિયન સંઘ સમર્થિત કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસે 29 ઓગસ્ટ જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વીય ગ્રીસમાં 11 દિવસથી સળગતી જંગલમાં લાગેલી આગને કારણે ન્યૂયોર્ક સિટી કરતા મોટા વિસ્તારનો નાશ થયો છે. આગ ઓલવવા માટે વિમાનો અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.

Greece Forest Fire: ગ્રીસના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે સર્જાયો વિનાશ, ન્યૂયોર્ક કરતા પણ મોટો વિસ્તાર બળીને થઈ ગયો ખાખ
Greece Forest Fire
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 9:53 PM

ગ્રીસના (Greece Forest Fire) વિવિધ પ્રાંતોમાં આગ તબાહી મચાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી જંગલની આગ લાગેલી છે. ગ્રીસના લોકો જંગલની આગ સામે લડી રહ્યા છે. ગયા અઠવાડિયે યુરોપની સૌથી ભયંકર આગમાં ઉત્તરપૂર્વના એવરોસ અને એલેક્ઝે પ્રદેશોમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા ગયા હતા. આગ ઓલવવા માટે વિમાનો અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. આગના કારણે તાપમાનમાં પણ વધારો થયો છે.

11 દિવસ સુધી જંગલમાં લાગેલી આગથી મોટા વિસ્તારનો થયો નાશ

તોફાની પવનો વચ્ચે ગ્રીસના લોકો જંગલની આગ સામે લડી રહ્યા છે. આ દરમિયાન યુરોપિયન સંઘ સમર્થિત કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસે 29 ઓગસ્ટ કહ્યું હતું કે ઉત્તરપૂર્વીય ગ્રીસમાં 11 દિવસથી સળગતી જંગલમાં લાગેલી આગને કારણે ન્યૂયોર્ક સિટી કરતા મોટા વિસ્તારનો નાશ થયો છે.

તૂફાની પવન અને ગરમ હવામાનને કારણે એલેક્ઝાન્ડ્રોપોલિસ શહેરની નજીકથી શરૂ થયેલી આગ ઝડપથી એવરોસ પ્રદેશમાં ફેલાઈ ગઈ. આગે લીલીછમ હરિયાળીને સળગેલી ધરતીમાં ફેરવી દીધી છે. આ સાથે જનજીવનને પણ અસર થઈ છે. લોકોના ઘર અને આજીવિકાને પણ માઠી અસર થઈ છે.

IAS ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
19 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે રાશા, જુઓ ફોટો
આ છે ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન, જુઓ ફોટો
શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો 2025 માટે બાબા વૈંગાની કરેલી 10 ડરામણી ભવિષ્યવાણીઓ
Bel Patra Benefits : સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાના ફાયદા છે ચોંકાવનારા, આ લોકો માટે છે અમૃત સમાન, જાણો
Career : શું તિબેટના લોકો ભારતમાં IAS-IPS બની શકે છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પરની એક પોસ્ટમાં કોપરનિકસ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસે નકશા દ્વારા દર્શાવ્યું હતું કે ભીષણ આગથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 808.7 ચોરસ કિલોમીટર (312.2 ચોરસ માઈલ)નો વિસ્તાર નાશ પામ્યો છે.

યુરોપીયન ભૂમિ પર સૌથી મોટી આગ: કોપરનિકસ EMS

કોપરનિકસ EMSએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે આ વિશાળ આગ ઘણા વર્ષોમાં યુરોપિયન ભૂમિ પરની સૌથી મોટી આગ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગમાં મોત પામેલા લોકોમાંથી એક સિવાયના તમામ લોકો અનિયમિત સ્થળાંતર કરનારા હતા, જેઓ પોલીસથી બચીને તુર્કી પાર કરીને જંગલમાં રહેતા હતા. આગ એટલી બધી તબાહી મચાવી રહી છે કે અધિકારીઓને આશંકા છે કે આગ ઓલવાઈ ગયા પછી વધુ મૃતદેહો મળી શકે છે.

આ પણ વાંચો: US News : કોરોનાએ ફરી માથું ઊંચકતા દુનિયાની ચિંતામાં થયો વધારો, અમેરિકામાં કોરોના કેસોને લઈ હાહાકાર, એડવાઈઝરી કરાઇ જાહેર

આગ ઓલવવા માટે વિમાનો અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે

જંગલો, ઔદ્યોગિક કેન્દ્રો અને રજાના ઘરોને બચાવવાના પ્રયાસો વચ્ચે એથેન્સને દક્ષિણ શહેર કોરીન્થ સાથે જોડતા હાઈવે પર ઈવેક્યુએશન કામગીરી બુધવારે ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. આ અભિયાનમાં પ્લેન અને હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !
પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !
ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ
ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ
દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV
દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV
બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ
બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત
બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો
બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો
ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે
ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે
નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત
નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">