Earthquake: પાપુઆ ન્યુ ગિનીમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, તિબેટમાં પણ ધરતી ધ્રૂજી

|

Apr 03, 2023 | 6:33 AM

Earthquake in Tibet : તિબેટના શિજાંગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર હાલ સુધી પ્રાપ્ત થયા નથી.

Earthquake: પાપુઆ ન્યુ ગિનીમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, તિબેટમાં પણ ધરતી ધ્રૂજી

Follow us on

પાપુઆ ન્યુ ગિનીના મોરેસ્બી અને તિબેટના શિજાંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તિબેટના શિજાંગમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. આ ભૂકંપ તિબેટના શિજાંગમાં રાત્રે 1.12 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિમીની ઉંડાઈએ હતું. આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર હાલ સુધી પ્રાપ્ત થયા નથી.

તો બીજી બાજુ અગાઉ પાપુઆ ન્યુ ગિનીના મોરેસ્બીમાં પણ ભૂકંપ આવ્યો હતો. ભારતીય સમય અનુસાર રાત્રે 11.34 મિનિટે પાપુઆ ન્યુ ગિનીના મોરેસ્બીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 80 કિમીની ઊંડાઈએ હતું.

પાકિસ્તાની ક્રિકેટર મોડેલ સાથે ગેમ રમતો જોવા મળ્યો
Jioના 70 દિવસના પ્લાને મચાવી હલચલ ! 105GB ડેટા સાથે મળી રહ્યું ઘણુ બધું
શિવલિંગ પર બિલિપત્ર સીધુ ચઢાવવું જોઈએ કે ઊંધુ? આ જાણી લેજો
Blood Infection Symptoms : લોહીમાં ઇન્ફેકશન હોય તો શરીરમાં કેવા લક્ષણ દેખાય ?
આ છે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ભેગા મળીને પણ ખરીદી નહીં શકે
રોહિત શર્માની પત્નીનું સ્પોર્ટસ સાથે ખાસ કનેક્શન છે,જુઓ ફોટો

આ પણ વાંચોઃ ઈન્ડોનેશિયામાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા

ભૂકંપથી ઇન્ડોનેશિયાની સરહદથી લગભગ 100 કિલોમીટર પૂર્વમાં ન્યૂ ગિની ટાપુ પરનો વિસ્તાર હચમચી ગયો હતો. આ વર્ષની શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરીના અંતમા પૂર્વીય પાપુઆ ન્યુ ગિનીના એક દ્વીપસમૂહનો કેટલોક ભાગ, દૂરસ્થ ન્યુ બ્રિટનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપ કેવી રીતે આવે છે?

સામાન્ય રીતે સમજી લો કે ઉપરથી શાંત દેખાતી ધરતીની અંદર હંમેશા ઉથલ-પાથલ ચાલતી રહે છે. પૃથ્વીની અંદર હાજર પ્લેટો એકબીજા સાથે અથડાતી રહે છે, જેના કારણે દર વર્ષે ભૂકંપ આવે છે. ધરતીકંપનું વિજ્ઞાન સમજતા પહેલા આપણે પૃથ્વીની નીચે હાજર પ્લેટોની રચનાને સમજવી પડશે. ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાત અને ખાનગી યુનિવર્સિટીમાં શિક્ષક ડૉ. ગુંજન રાય કહે છે કે, આપણી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. જ્યારે આ પ્લેટો એક બીજા સાથે અથડાય છે, ત્યારે જે ઊર્જા બહાર નીકળે છે તેને ભૂકંપ કહેવાય છે.


ડૉ. રાયના જણાવ્યા અનુસાર પૃથ્વીની નીચે હાજર આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે. આ દરમિયાન કોઈ પ્લેટ, અન્ય કોઈ પ્લેટ પાસેથી ખસી જાય છે અથવા તો કોઈ પ્લેટની નીચેથી સરકી જાય છે. આ દરમિયાન પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે.

ધરતીકંપનું કેન્દ્રબિંદુ શું છે?

પૃથ્વીની સપાટીની નીચેનું સ્થાન, જ્યાં ખડકો અથડાય છે અથવા તૂટી જાય છે, તેને ભૂકંપનું કેન્દ્ર અથવા ફોકસ કહેવામાં આવે છે. તેને હાઇપોસેન્ટર પણ કહેવામાં આવે છે. આ કેન્દ્રમાંથી જ ધરતીકંપની ઉર્જા તરંગોના રૂપમાં કંપનોના સ્વરૂપમાં ફેલાય છે. આ કંપન એ જ રીતે થાય છે જે રીતે શાંત તળાવમાં પત્થરો ફેંકવાથી તરંગો ફેલાય છે.

વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો ધરતીકંપના કેન્દ્રને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા પૃથ્વીની સપાટીને કાપી નાખે છે તે સ્થળને ભૂકંપનું કેન્દ્ર કહેવાય છે. નિયમો અનુસાર પૃથ્વીની સપાટી પરની આ જગ્યા ભૂકંપના કેન્દ્રની સૌથી નજીક છે.