Dubai Golden Visa : બોલિવૂડ કોમેડી એક્ટર રાજપાલ યાદવને મળ્યા ગોલ્ડન વિઝા, ચાહકોમાં ખુશીની લહેર-જુઓ Video

પ્રખ્યાત ભારતીય અભિનેતા રાજપાલ યાદવને તાજેતરમાં UAE દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા છે. આ વિઝા સાથે રાજપાલ યાદવ આગામી 10 વર્ષ સુધી UAEમાં રહી શકે છે. બોલિવૂડના ઘણા લોકો પાસે UAEના ગોલ્ડન વિઝા છે.

Dubai Golden Visa : બોલિવૂડ કોમેડી એક્ટર રાજપાલ યાદવને મળ્યા ગોલ્ડન વિઝા, ચાહકોમાં ખુશીની લહેર-જુઓ Video
Bollywood comedy actor Rajpal Yadav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 12:57 PM

મળતી માહિતી અનુસાર દુબઈ સરકારે આ સંદર્ભે દુબઈમાં એક ભવ્ય પાર્ટીનું પણ આયોજન કર્યું હતું, જેમાં રાજપાલ યાદવ અને મોટી સંખ્યામાં તેમના ચાહકો પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે UAE ખૂબ જ ખાસ લોકોને ગોલ્ડન વિઝા આપે છે, આ વિઝા સાથે રાજપાલ યાદવ આગામી 10 વર્ષ સુધી UAEમાં રહી શકે છે. દુબઈ સરકાર દ્વારા મળેલી આ ખાસ ભેટથી રાજપાલ યાદવ ખૂબ જ ખુશ છે અને તેણે UAEનો આભાર માન્યો છે! એટલું જ નહીં રાજપાલ યાદવના કરોડો ચાહકોમાં ખુશીની લહેર છે.

આ પણ વાંચો : Viral Video : રાજપાલ યાદવનો નાગિન ડાન્સ થયો વાયરલ, યુઝર્સે કહ્યું – ઓલ્ડ ઈઝ ગોલ્ડ !

આજનું રાશિફળ તારીખ 12-01-2025
55 દિવસમાં 120000 કરોડ... IPL કરતા 10 ગણી વધારે કમાણી
Gut Cleaning : સવારે ઉઠ્યા બાદ કરો આ 5 કામ, પેટ થશે બરાબર સાફ
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર સાથે જાહ્નવી કપૂર તિરુપતિ પહોંચી, જુઓ Photos
Vastu Tips : ઘરની દક્ષિણ દિશામાં રાખશો આ 5 વસ્તુઓ, તો થોડા દિવસોમાં થઈ જશો કંગાળ !
આ ગુજરાતી કંપનીનો શેર છે નોટ છાપવાનું મશીન, 21 ટકા વધ્યો સ્ટોકનો ભાવ

આ લોકો પાસે છે ગોલ્ડન વિઝા

શાહરૂખ ખાન સહિત કેટલાક પસંદગીના કલાકારો બાદ હવે પ્રખ્યાત કોમેડિયન રાજપાલ યાદવને પણ UAE દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. અત્યાર સુધી સલમાન ખાન, સંજય દત્ત, બોની કપૂર, સંજય કપૂર, અર્જુન કપૂર, જ્હાનવી કપૂર અને ખુશી કપૂર પાસે ગોલ્ડન વિઝા હતા.

UPના શાહજહાંપુર જિલ્લાના રહેવાસી

હવે આ યાદીમાં રાજપાલ પણ જોડાઈ ગયો છે. પોતાની ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો દ્વારા લોકોને હસાવનાર રાજપાલ યાદવ હવે કાયમી ધોરણે UAEના લોકોનું મનોરંજન કરી શકશે. રાજપાલ યાદવ શાહજહાંપુર જિલ્લાના કુદરા ગામના રહેવાસી છે. ગામમાં તેમનું પિતાનું ઘર છે.

(Credit Source : Rajpal naurang yadav)

એક્ટર 10 વર્ષ સુધી રહી શકશે

કહેવામાં આવી રહ્યું છે કે, 16 સપ્ટેમ્બરના રોજ દુબઈની ફોર્ચ્યુન એટ્રીયમ હોટેલમાં અબ્દુલ્લા ગ્રુપ દ્વારા આયોજિત એક ભવ્ય સમારોહમાં UAE સરકાર દ્વારા આ સન્માન આપવામાં આવ્યું હતું. રાજપાલ યાદવે આ અવસર પર UAE સરકારનો આભાર માન્યો અને કહ્યું કે, આ ખરેખર તેમના માટે એક મહાન સન્માનની વાત છે, જેણે તેમને ખાસ લોકોની શ્રેણીમાં લાવ્યા છે. તેમને કહ્યું કે હવે જો તેઓ ઈચ્છે તો આગામી 10 વર્ષ સુધી કોઈપણ વિવાદ વગર UAEમાં કાયમી રીતે રહી શકે છે.

ગોલ્ડન વિઝા મેળવવું ખૂબ જ મુશ્કેલ

તેમના પરિવાર માટે આ ગર્વની ક્ષણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, UAE ના ગોલ્ડન વિઝા મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. આ ખાસ કરીને એવા લોકોને આપવામાં આવે છે જેઓ ત્યાં કાયમી ધોરણે પોતાનો વ્યવસાય કરવા માંગે છે અથવા ત્યાંની સરકાર તમારાથી થોડો આર્થિક લાભ જુએ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">