સવાલ-જવાબ: મહિલાને વેક્સિન લીધા પછી તાવ આવે તો શું તે બાળકને સ્તનપાન કરાવી શકે?
વેક્સિનને લઈને લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું મહિલાને વેક્સિન લીધા પછી તાવ આવે તો બાળકને સ્તનપાન કરાવવું જોઈએ? ચાલો આ વિશે શું કહેવું છે નિષ્ણાંતનું.
દેશમાં કોરોનાની બીજી લહેરનો આતંક હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે. તેમ છતાં હજુ 24 કલાકમાં 31 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે મૃત્યુના આંકડા પણ ગત 24 કલાકમાં 2,700 ના પાર રહ્યા. જોકે આ કોરોનાના આંકડા પાછલા કેટલાક દિવસોની સરખામણીમાં ઓછા છે. આવામાં વેક્સિન અભિયાન પણ શરુ છે. ઘણા લોકોને હવે વેક્સિન મળી રહી છે. આવા સમયે તમારા મનમાં પણ ઘણા પ્રશ્નો થતા હશે.
ગર્ભવતી મહિલાઓને પણ વેક્સિન લેવાની છૂટ આપવામાં આવી છે. અને બાળકને જન્મ આપ્યા બાદ પણ તેઓ વેક્સિન લઇ શકે છે આવા સમયે બાળકને લઈને તેમના મનમાં પણ પ્રશ્નો થતા હોય છે. આવી સ્થિતિમાં એક પ્રશ્ન છે કે શું મહિલાને વેક્સિન લીધા પછી તાવ આવે તો બાળકને સ્તનપાન કરાવવું જોઈએ? ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ આવા સવાલોના જવાબ એક વિશેષજ્ઞએ આપ્યા છે. તો ચાલો જાણીએ કે શું કહેવું છે તેમનું.
જો રસી લીધા પછી મહિલાને તાવ આવે, તો તે બાળકને સ્તનપાન કરાવી શકે છે?
ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં દિલ્હી સ્થિત ડોક્ટર અનુપમ પ્રકાશનું કહેવું છે ‘જો વેક્સિન લગાવ્યા બાદ કોઈ મહિલાને તાવ આવે છે તો ચિંતાની કોઈ વાત નથી. થોડા કલાકો કે એક દિવસમાં તાવ ઓછો થઇ જશે. આ દરમિયાન બાળકને સ્તનપાન કરાવવાનું કે ખવડાવવાનું બિલકુલ બંધ ના કરો. જો તાવ બે દિવસથી વધુ સમય સુધી રહે છે અથવા તાપમાનમાં વધારો થાય છે અને અન્ય સમસ્યાઓ પણ વધે છે, તો કોવિડ પરીક્ષણ કરાવો. તેમજ માસ્ક પહેરીને, હાથ ધોઈને બાળકને ખવડાવી શકો છો.
શું ત્રીજી લહેરમાં બાળકો પર વધુ અસર થશે?
ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવ્યા અનુસાર ડોક્ટર અનુપમ પ્રકાશ કહે છે ‘બાળકોમાં કોરોના સંક્રમણ મોટા લોકોના પ્રમાણમાં વધુ થાય છે. મૃત્યુ દર પણ ઓછો હોય છે. પ્રથમ અને બીજી લહેરમાં આપણે જોયું છે કે બાળકોમાં સંક્રમણનો બહુ પ્રભાવ રહ્યો નથી અને સંક્રમણનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળ્યું. ત્રીજી તરંગને ટાળવા માટે, સરકાર પણ ખૂબ સજાગ છે અને સંબંધિત માર્ગદર્શિકા બનાવી રહી છે. પ્રથમ અને બીજી લહેરથી ઘણું શીખવા મળ્યું છે. તેથી બાળકો વિશે ડરવાની જરૂર નથી, હા સાવચેત રહેવાની જરૂર છે.
આ પણ વાંચો: જો નથી ચૂકવી શકતા ક્રેડિટ કાર્ડનું બિલ તો શું થશે? ડરવાની જરૂર નથી, જાણો તમારા આ અધિકાર
આ પણ વાંચો: જો પરિવારમાં સભ્યોને વેક્સિન લેવાની બાકી હોય, ત્યારે કેવી રીતે રાખશો તેમનું ધ્યાન?