જો પરિવારમાં સભ્યોને વેક્સિન લેવાની બાકી હોય, ત્યારે કેવી રીતે રાખશો તેમનું ધ્યાન?

જો તમને વેક્સિન મળી ગઈ છે તો બેજવાબદાર વર્તન કરવું અયોગ્ય છે. તમને જાણ નહીં હોય પરંતુ વેક્સિન લેનારા પણ કોરોનાના વાહક બની શકે છે. આવી સ્થિતિમાં તમે પરિવારના લોકોના જીવ જોખમમાં મૂકી શકો છો.

જો પરિવારમાં સભ્યોને વેક્સિન લેવાની બાકી હોય, ત્યારે કેવી રીતે રાખશો તેમનું ધ્યાન?
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 11:20 AM

કોરોનાની સામે અત્યારે વિશ્વભરમાં એક જ હથિયાર માનવામાં આવી રહ્યું છે. અને એ છે વેક્સિન. ભારતમાં પણ વેક્સિન અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ સામે વેક્સિનની પણ અછત જોવા મળી રહી છે. એવામાં ઘણા લોકોને વેક્સિન લઇ લીધી છે તો સામે દેશની મોટી જનસંખ્યાને હજુ વેક્સિન લેવાની બાકી છે.

આવા સમયમાં પરિવારમાં ઘણા સભ્યોને વેક્સિન મળી ગઈ હોય છે તો ઘણાને વેક્સિન બાકી હોય છે. આવામાં વેક્સિન મળી ગઈ હોય તેમની બેદરકારી અન્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. કેમ કે તેઓ કોરોના પરિવાહક તો બની જ શકે છે. તો ચાલો જાણીએ કે જો પરિવારમાં સભ્યોને વેક્સિન લેવાની બાકી હોય તો તેમને વાયરસથી બચાવવા કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે?

ના રહો બેદરકાર

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ એન્ટિ-કોરોનાવાયરસ રસી ચેપ સામે સંપૂર્ણ રક્ષણ પૂરી પાડતી નથી, પરંતુ તે શરીરમાં સાર્સ કોવી-2 વાયરસના પ્રજનન દરને ઘટાડે છે.

આને કારણે વાયરસ ઝડપથી તેની સંખ્યામાં વધારો કરી શકતો નથી. પરિણામે દર્દી પર ગંભીર સ્થિતિમાં જવાનું કે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘટે છે. અને તેને વેન્ટિલેટર પર રાખવાની જરૂર નથી.

તે પણ શક્ય છે કે વેક્સિન લીધેલા લોકોને સંક્રમણ થઇ શકે છે પરંતુ તેમાં લક્ષણો વિકસતા નથી. આવી સ્થિતિમાં આ દર્દીઓ ઘરના તે સભ્યો માટે કોરોના પરિવાહક બની શકે છે.

સાવચેતીનાં પગલાં લેવાનું ચાલુ રાખો

વેક્સિન ના મળી હોય તેમને અને સાથે સાથે જે લોકોને કોવિડ -19 ની વેક્સિન મળી ગઈ છે તેઓએ પણ માસ્ક પહેરવું જોઈએ. સમય સમય પર સાબુથી હાથ ધોવા અને સામાજિક અંતરને જાળવી રાખવું જોઈએ.

વગર કામે ઘરની બહાર ના નીકળવું જોઈએ. જાહેર પરિવહનનો ઉપયોગ ખુબ જરૂરી હોય તો જ કરવો જોઈએ. આ ઉપરાંત વેક્સિન લીધેલા અને વેક્સિન ના લીધેલા લોકોએ પણ કોઈ જગ્યાએ હાથ લગાડ્યા બાદ હેન્ડ સેનિટાઇઝરથી સાફ કરવા જોઈએ. કેમ કે વેક્સિન લીધેલા લોકો પણ વાયરસના પરિવાહક બની શકે છે.

જ્યારે ઘરમાં કોઈને પણ ઠંડી-શરદી-તાવ જેવા લક્ષણો જોવા મળે ત્યારે ફળો અને શાકભાજી સહિત બહારથી લાવેલી દરેક વસ્તુને ધોઈને વાપરવી જોઈએ.

આ પણ વાંચો: ભારતીય કુર્તીને 2.5 લાખમાં વેચી રહી છે આ કંપની, લોકોએ મજેદાર કોમેન્ટ કરીને ઉડાવી મજાક, વાંચો

આ પણ વાંચો: મહામારી વચ્ચે મધ્યપ્રદેશમાં 3000 જુનિયર ડોકટરોનું સામૂહિક રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો

g clip-path="url(#clip0_868_265)">