તમે પેપર કપમાં ચા પીવો છો ? તો તમે વંધ્યત્વનો શિકાર બની શકો છો, જાણો કેમ આવું થાય છે

Paper Cups and Infertility છેલ્લા કેટલાક સમયથી વંધ્યત્વની સમસ્યા સતત વધી રહી છે. ખરાબ જીવનશૈલી આનું મોટું કારણ છે, પરંતુ શું તમે જાણો છો કે પેપર કપમાં ચાનું પાણી પણ તમને વંધ્યત્વનો શિકાર બનાવી શકે છે. તેનો સતત ઉપયોગ હોર્મોન્સ પર પણ અસર કરે છે.

તમે પેપર કપમાં ચા પીવો છો ? તો તમે વંધ્યત્વનો શિકાર બની શકો છો, જાણો કેમ આવું થાય છે
tea in paper cupImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 1:30 PM

પહેલા ચા કાચના કે ધાતુના કપમાં પીવાતી હતી. ધીમે ધીમે તેનુ સ્થાન પ્લાસ્ટિકના કપે લીધુ, પરંતુ હવે કાગળના કપમાં ચા પીવામાં આવી રહી છે. ઓફિસ હોય કે રેસ્ટોરન્ટ, બધે જ પેપર કપમાં જ ચા પીરસવામાં આવે છે. પરંતુ પેપર કપનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે સારો નથી. IIT ખડગપુર દ્વારા કરવામાં આવેલ અભ્યાસ સૂચવે છે કે, પેપર કપ હાઇડ્રોફોબિક પ્લાસ્ટિકના બનેલા છે. આ પ્લાસ્ટિકમાં અનેક પ્રકારના કેમિકલ હોય છે. જે ચા સાથે શરીરમાં જાય છે અને રોગોનું કારણ બને છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ડિસ્પોઝેબલ પેપર કપમાં ચા પીવાથી વંધ્યત્વ પણ થઈ શકે છે.

હેલ્થ પોલિસી એક્સપર્ટ ડૉ. અંશુમન કુમારે TV9ને જણાવ્યું કે, પેપર કપ બનાવવામાં બિસ્ફેનોલ એ કેમિકલ અને ફેથલેટ્સનો ઉપયોગ પણ થાય છે. આ બંને જોખમી કેમિકલ છે. જ્યારે વ્યક્તિ તેમાં ચા પીવે છે, ત્યારે ગરમ ચાને કારણે, આ રસાયણો કપમાંથી બહાર નીકળી જાય છે અને ચા પીતી વખતે શરીરમાં જાય છે. આ રસાયણો શરીરની અંતઃસ્ત્રાવી પ્રણાલીના કાર્યને પણ અસર કરે છે. જેના કારણે શરીરના ઘણા હોર્મોન્સનું સંતુલન બગડે છે.

જ્યારે હોર્મોન્સનું સંતુલન બગડે છે, ત્યારે તે પ્રજનન ક્ષમતાને પણ અસર કરે છે. જો કોઈ વ્યક્તિ ઘણા વર્ષોથી પેપર કપમાં ચા પીતી હોય તો તેને આ સમસ્યા થઈ શકે છે. આજકાલ ઓફિસોમાં પણ પેપર કપમાં ચા પીવાનું ચલણ વધી રહ્યું છે. કેટલાક લોકો પ્લાસ્ટિકની પોલીથીનમાં ચા લાવે છે. આવુ ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. લાંબા સમય સુધી તેમના ઉપયોગથી વંધ્યત્વ થઈ શકે છે.

Live-in Relationships માં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું તો થશે સજા !
મુનાવર ફારૂકીના જન્મદિવસ પર પત્નીએ શેર કરી રોમેન્ટિક તસવીરો
Dog Loses Bonus: : શ્વાનને ફરજ દરમિયાન ઊંઘવું પડ્યું મોંઘું, કાપી લેવામાં આવ્યું બોનસ
Mauni Amavasya 2025 : મૌની અમાવસના દિવસે આ 3 રાશિઓને થશે મોટો લાભ, 50 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ
છોલે ભટુરે નહીં, વિરાટે દિલ્હી પહોંચતા જ આ ખાસ વાનગી ખાધી
સદગુરુ એ જણાવ્યું, જમવા સાથે પાણી પીવું જોઈએ કે નહીં ? જુઓ Video

જૂના કપમાં જોખમ વધુ

ડૉ. અંશુમન સમજાવે છે કે, જૂના અથવા ક્ષતિગ્રસ્ત પેપર કપનો ઉપયોગ કરતી વખતે જોખમ સામાન્ય રીતે વધુ હોય છે, કારણ કે આ સ્થિતિઓ રાસાયણિક છોડવાની સંભાવનાને વધારી શકે છે. જો કે વંધ્યત્વની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આ કપનો ઉપયોગ ઓછામાં ઓછા 10 વર્ષથી વધુ સમય સુધી કરવામાં આવે છે, પરંતુ જે લોકો માનસિક તાણમાં રહે છે, ખોરાક અને જીવનશૈલી સારી નથી, તેઓને પણ ટૂંકા સમયમાં આ રોગ થઈ શકે છે.

પ્લાસ્ટિક કપ સાથે અંતર રાખો

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ડૉ. દીપક કુમાર સમજાવે છે કે, લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. પેપર કપ અને પ્લાસ્ટિક કપ બંને સ્વાસ્થ્ય માટે સારા નથી. કાગળમાંથી કપ બનાવવા માટે પ્લાસ્ટિક અને રસાયણોનો પણ ઉપયોગ થાય છે. લોકોને આવા કપમાં ચા પીવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. પ્લાસ્ટિકના બદલે સ્ટીલના કપનો ઉપયોગ કરો. આને ગરમ પીણાંનો સલામત વિકલ્પ માનવામાં આવે છે અને સંભવિત રાસાયણિક સંસર્ગ પણ ઓછો છે.

વંધ્યત્વની સમસ્યા વધી રહી છે

દિલ્હીના ગાયનેકોલોજિસ્ટ ડૉ. ચંચલ શર્મા કહે છે કે, છેલ્લા એક દાયકામાં વંધ્યત્વના કેસ વધી રહ્યા છે. વંધ્યત્વની સમસ્યા લગભગ 15 ટકા વસ્તીને અસર કરી રહી છે. શહેરી વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે. હવે પુરુષોમાં પણ આ સમસ્યા વધી રહી છે. પુરૂષો શુક્રાણુઓની સંખ્યા ઘટવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ કારણે વંધ્યત્વ થઈ રહ્યું છે. ઘણા કિસ્સાઓમાં, હોર્મોન સંતુલન બગડવાને કારણે અને કેટલીક લાંબી ગંભીર બીમારીને કારણે પણ વંધ્યત્વ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જીવનશૈલીને યોગ્ય રાખવી જરૂરી છે.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">