AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ નિષ્ફળ, પારનેરા ડુંગર પર મંદિરમાં ભક્તનું હાર્ટ એટેકથી મોત, જુઓ Video

વલસાડ ખાતે મંદિરમાં ભક્તનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું. આ આખી ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જે મંદિર પરિસરમાં ભક્ત દર્શન કરી રહ્યો હતો. આ સમયે તેને એકા એક હાર્ટએટેક આવ્યો.

CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ નિષ્ફળ, પારનેરા ડુંગર પર મંદિરમાં ભક્તનું હાર્ટ એટેકથી મોત, જુઓ Video
| Updated on: Nov 19, 2024 | 8:49 PM
Share

પારનેરા ડુંગર પર મહાદેવ મંદિરમાં ભક્તને હાર્ટ એટેક આવ્યો હતો. મંદિરમાં પૂજા કરતી વખતે જ આ વ્યક્તિ ઢળી પડ્યો હતો. CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ લોકો દ્વારા કરવામાં આવ્યો પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો.

આ આખી જે ઘટના હતી તે મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, કઈ રીતે એક ભક્ત જે એકા એક ઢળી પડ્યો. જોકે હાજર લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બચાવી શકાયો નહીં.

હાર્ટ એટેકના કિસ્સામાં, નીચેના પગલાં તાત્કાલિક લેવા

  • શાંત રહો અને મદદ માટે કૉલ કરો: સૌ પ્રથમ, જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે, તો તરત જ એમ્બ્યુલન્સને કૉલ કરો અથવા 108 (ભારતમાં) નો સંપર્ક કરો. શક્ય તેટલી વહેલી તકે તબીબી સહાય મેળવવી મહત્વપૂર્ણ છે.
  • વ્યક્તિને આરામદાયક સ્થિતિમાં બેસાડો: વ્યક્તિને અર્ધ-બેઠકની સ્થિતિમાં બેસાડો જેથી તેઓ સરળતાથી શ્વાસ લઈ શકે.
  • કપડાં ઢીલા કરો: જો વ્યક્તિના કપડાં ચુસ્ત હોય તો તેને ઢીલા કરો જેથી કરીને તે આરામથી શ્વાસ લઈ શકે.
  • Aspirin આપવા માટે વિચાર કરો: જો વ્યક્તિને એસ્પિરિનથી એલર્જી ન હોય અને ડૉક્ટરે અગાઉ તેની ભલામણ કરી હોય, તો તેમને 300-મિલિગ્રામ એસ્પિરિન ચાવવા યોગ્ય આપવામાં આવી શકે છે. તે લોહીને પાતળું કરવામાં મદદ કરે છે.
  • જો જરૂરી હોય તો CPR આપો: જો વ્યક્તિ બેભાન હોય અને શ્વાસ ન લેતો હોય, તો CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) શરૂ કરો. આ માટે, છાતી પર ઝડપી અને ઊંડા દબાણ આપવાની પ્રક્રિયા અપનાવો (ઓછામાં ઓછી 100-120 વખત પ્રતિ મિનિટ).
  • અગવડતા અથવા પીડા પર ધ્યાન આપો: વ્યક્તિને આરામ કરવા કહો અને તેમને જોરશોરથી શ્વાસ લેવામાં મદદ કરો. બિનજરૂરી હલનચલન ટાળો.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">