True Story: અને અભય ચુડાસમાની આંખમાં ચમક આવી ગઈ, અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ પર છેવટે કડી મળી જ ગઈ

|

Feb 10, 2022 | 8:35 PM

કોલરે કહ્યું: સલામ સાહેબ... બૉમ્બ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ બે કાર મેં ભરૂચના એક મકાનમાં આ સપ્તાહમાંજ જોઈ છે. મને ચોક્કસ લાગે છે કે આ કાર જે ઘરમાં હતી ત્યાં આતંકીઓ હોઈ શકે છે!!!

True Story: અને અભય ચુડાસમાની આંખમાં ચમક આવી ગઈ, અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ પર છેવટે કડી મળી જ ગઈ
અભય ચુડાસમા કવિક એક્શનમાં માનનારા અધિકારી છે. તેમણે માહિતી મળતા તુરંત પગલાં ભર્યા હતા

Follow us on

અમદાવાદમાં 26 જુલાઇ 2008ના રોજ 20 જગ્યાએ થયેલા સિરિયલ બ્લાસ્ટ(Ahmedabad Serial Blast)માં ડેઝિગ્નેટેડ જજ અંબાલાલ પટેલે 6752 પાનાના ચુકાદામાં 78 આરોપી પૈકી 49 આરોપીને દોષિત ઠેરવ્યા છે જ્યારે 28 આરોપીને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે. આ ગુનાનો ભેદ ઉકેલવો ગુજરાત પોલીસ(Gujarat Police) માટે એક પડકાર હતો. પોલીસ સામે ઘટના બાદ એક તરફ સ્થિતિ નિયંત્રણમાં રાખવાનો તો બીજી તરફ દેશને આતંકમાં ઓછાયા હેઠળ રાખવાના મનસૂબા સેવનાર તત્વોના ઘમંડને ચકનાચૂર કરી જેલના સળિયા પાછળ ધકેલવા પણ તેટલાજ જરૂરી હતા.

Abhay Chudasama – IPS Officer

બાતમીદારોના બાદશાહ ગણાતા અભય ચુડાસમાંના આ બાતમીદારે પડોશમાં એક ડોકું કર્યું અને અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપીઓનો વારો પડી ગયો

એક તરફ સરકારનું આતંકીઓને ઝડપી પાડવાનું સતત દબાણ અને સ્થિતિ જાણવા રણકતા ફોનના તણાવ પોલીસ અધિકારીઓ ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સ તરફ આખી ફોર્સને કામે લગાડી હતી. લાખ પ્રયત્ન છતાં કોઈ સજ્જડ કડી ન મળતા હવે નિરાશા હાવી થવા લાગી હતી. તમામ પ્રયત્ન વચ્ચે રાજ્યના ખ્યાતિપ્રાપ્ત અને મામલાની તપાસમાં સક્રિય ભૂમિકા ભજવનાર IPS અધિકારી અભય ચુડાસમા (Abhay Chudasama)નો મોબાઈલ ફોન રણક્યો હતો. ફોન કરનાર પરિચિત હતો(સુરક્ષા કારણોસર ઓળખ જાહેર કરાઈ નથી) જેણે સાહેબની વ્યસ્તતા અને તણાવગ્રસ્ત સ્થિતિનો ખ્યાલ હોવાથી કેમ છો મજામાં જેવી ફોર્માલિટી પાછળ સમય ન વેડફી સીધું અધિકારીને કહ્યું સલામ સાહેબ… બૉમ્બ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ બે કાર મેં ભરૂચના એક મકાનમાં આ સપ્તાહમાંજ જોઈ છે. મને ચોક્કસ લાગે છે કે આ કાર જે ઘરમાં હતી ત્યાં આતંકીઓ હોઈ શકે છે!!!

અભય ચુડાસમા કવિક એક્શનમાં માનનારા અધિકારી છે. તેમણે તુરંત ટિમ ભરૂચ રવાના કરી હતી. પોલીસની એક ટિમ ફોન કરનારે જણાવેલ શેરપુરા (Sherpura)સ્થિત ઘરે પહોંચી તો ત્યાં ફોન કરનાર વિશ્વાસુ માણસ હાજર હતો. આ મકાન ગુલામભાઇ નામના ભરૂચના જાણીતા વ્યક્તિનું હતું જે કેટલાક લોકો પોતે કાપડના વેપારી હોવાની ઓળખ આપી ભાડે રાખ્યું હતું. ઘરના દરવાજા ખોલવામાં આવતા અધિકારો ચોકી ઉઠ્યા હતા. મકાનમાં બૉમ્બ બનાવાયા હોવાના અવષેશો મળી આવ્યા હતા. આ ઘરએ બોમ્બકાંડ બાદ પોલીસને મળેલી પહેલી કડી હતી.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

એ મકાન કે જેનો આતંકીઓએ બોમ્બ બનાવવા ઉપયોગ કર્યો હતો

આ ઘર સુધી અભય ચુડાસમાને માહિતી આપનાર વ્યક્તિ કઈ રીતે પહોંચ્યો તે માહિતી જાણી આપને આ વ્યક્તિને બિરદાવનું મન થશે. વડોદરા નોકરી કરતા આ વ્યક્તિ ભરૂચ શહેરને અડીને દહેજરોડ ઉપર આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. બોમ્બ બ્લાસ્ટની ઘટના તેમણે ટીવી અને અખબારો દ્વારા જાણી હતી. ઘરેથી રેલવે સ્ટેશન જતી વખતે તેમણે નોટિસ કર્યું કે શેરપુરાનું રોડને અડીને આવેલું વૈભવી મકાન ઘણા સમયથી બંધ રહેતું હતું તેમાં લાઈટ ચાલુ રહેતી હતી. દરરોજ ઘરેથી આવતા જતા તેમની નજર આ મકાનમાં પડતી હતી. તેમણે મકાનમાં જોયું હતું કે થોડો સમય લાલ અને ત્યાર બાદ થોડો સમય સફેદ રંગની વેગનઆર કાર પાર્ક હતી. આ સમયે તેમણે આ બાબતને સામાન્ય વાત તરીકે ગણી હતી.

આતંકીઓએ મકાનમાલિકને ફોન કર્યો અને પોલીસને લિંક મળી ગઈ

બૉમ્બ બ્લાસ્ટ બાદ જયારે ટીવી ઉપર તસવીરો દેખાઈ ત્યારે તેમણે જોયેલી બે વેગનઆર કારનો બ્લાસ્ટમાં ઉપયોગ કરાયો હોવાનું નજરે પડતા સીધોજ IPS અધિકારીને કોલ કરી દીધો હતો. આ પ્રક્રિયા દરમ્યાન એક આતંકીએ મકાનમાલિકને ફોન કરી બે – ત્રણ દિવસ બહારગામ હોવાનું જણાવી ઘરનું ધ્યાન રાખવાના બહાને કોલ કરી પોલીસ ઘર સુધી પહોંચ છે કે કેમ? તે જાણવા પ્રયાસ કર્યો હતો. પોલીસે તુરંત આ નંબર ટ્રેસ કરતા કોલ મહારાષ્ટ્રના નાંદેડથી થયો હોવાનું જાણવા મળતા પહેરેલા કપડે ટીમ રવાના કરાઈ હતી. અહીં આતંકી તો ન મળ્યો પણ તેમના એકબીજા સાથેના સંપર્ક ચોક્કસ પોલીસના હાથે લાગી ગયા હતા. જે ગુનાની મજબૂત કડી સાબિત થઇ હતી

બાદમાં તપાસ કરતા કાર મહારાષ્ટ્રથી ચોરીને લાવવામાં આવી હતી. મકાન માલિકને ફોન કરનારના નંબરની તપાસમાં તેણે દિલ્હી, મધ્યપ્રદેશના એસટીડી પીસીઓ પર કોલ કર્યા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે બીજા નંબર પણ કરીદાયા હતા જે નંબર પરથી પણ યુપી, દિલ્હી, મુંબઈ પણ ફોન થયા હતા. કડીઓને આગળ વધારતા પોલીસ એક પછી એક ૭૮ લોકો સુધી પહોંચી હતી જે મામલાના ચુકાદા સાથે આરોપીઓને શું સજા થાય છે તે ઉપર તમામની મીટ મંડાઈ છે.

સરક્ષા કારણોસર આતંકીઓને ઝડપી પાડવા માટે મોટા યોગદાન છતાં કોલર હમેશા ગુમનામ રહેશે

સુરક્ષા કારણોસર આતંકીઓને જેલ ભેગા કરવામાં મહત્વની ભૂમિકા કરનાર કોલરની ન તો ઓળખ જાહેર કરાઈ કે ન તેને આટલી મોટી અને પ્રસંશનીય કામગીરી માટે સન્માન અપાયું છે. આ વ્યક્તિ  સાથે અમે વાત કરી તો તેની વાત સાંભળી ચોક્સ ગર્વની લાગણી થાય છે જેણે કહ્યું કે દેશના નાગરિક તરીકે તેણે પોતાની ફરજ બજાવી છે તેને સન્માનની કોઈ અપેક્ષા નથી . જોકે અતિવ્યસ્ત અધિકારીએ તે દિવસે સામાન્ય વ્યક્તિનો કોલ તનાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે ઉપાડી તેની વાતને ગંભીરતાથી લીધી ન હોત તો કદાચ આરોપીઓ ગણતરીના સમયમાં જેલના સળિયા પાછળ પણ ન ધકેલાયા હોત .. તે વાતની પણ અનદેખી કરાય તેમ નથી.

Published On - 6:18 pm, Thu, 10 February 22

Next Article