રાજ્યના 111 તાલુકામાં પડ્યો ધોમધોકાર વરસાદ, સૌથી વધુ તાપીના સોનગઢમાં ખાબક્યો 8 ઈંચ વરસાદ- Video

રાજ્યમાં આજથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટીંગ કરશે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2024 | 7:21 PM

વરસાદનો ફરી નવો રાઉન્ડ શરૂ થતા આજે રાજ્યના 111 તાલુકામાં ફરી મેઘરાજાનું આગમન થયુ છે. જેમા સૌથી વધુ તાપીના સોનગઢમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ તરફ વ્યારામાં પણ 8 ઈંચ, અને ડાંગ જિલ્લાના વઘઈમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 9 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો. 18 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ થયો. 53 તાલુકામાં એક ઈંચછી વધુ વરસાદ થયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ ફરી વરસાદ ગુજરાતને ઘમરોળશે. આજથી ફરી ગુજરાત પર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેમા છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

આગામી 5 દિવસ વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓને ઘમરોળશે. જેમા છોટા ઉદેપુર, નર્મદા અને સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા આ ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ દરમિયાન પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ તરફ બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે તાપી, નવસારી, ડાંગ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

અમરેલી, ભાવનગર, અમદાવાદમાં વરસાદનું યો એલર્ટ અપાયુ છે. આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ થવાની વકી છે. આવતીકાલે ભરૂચ અને સુરતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યુ છે. જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">